________________
૫૫/૧૩૩
છે સમવાય-૫૫
— * — * —
૧૧૧
• સૂત્ર-૧૩૩ :
• અરહંત મલ્લિ ૫૫,૦૦૦ વર્ષનું પરમાણુ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ દુઃખમુક્ત થયા.. છ મેરુ પર્વતના પશ્ચિમાંતથી વિજયદ્વારના પશ્ચિમાંત સુધીનું અબાધાએ અંતર ૫૫,૦૦૦ યોજન છે.. ૰ એ પ્રમાણે જ બાકીની દિશામાં વૈજયંત, જયંત, અપરાજિતનું અંતર જાણવું.
• શ્રમણ ભગવંત મહાવીરે છેલ્લી રાત્રિએ ૫૫-અધ્યયન પુન્ય ફળના વિપાકવાળા અને પપ-અધ્યયન પાપ ફળના વિશાકવાળા પ્રરૂપીને સિદ્ધ, બુદ્ધ યાવત્ દુઃખમુકત થયા.. ॰ પહેલી, બીજી પૃથ્વીમાં ૫૫-લાખ નરકાવાસ છે.. ૦ દર્શનાવરણીય, નામ, આયુની ઉત્તરપ્રકૃત્તિ-૫૫ છે.
• વિવેચન-૧૩૩ :
૫૫મું સ્થાનક અહીં મેરુના પશ્ચિમાંતથી જંબૂદ્વીપના પૂર્વ દ્વારનું પશ્ચિમાંત ૫૫,૦૦૦ યોજન છે, તેમ કહેલું છે. તેમાં મેરુના વિખુંભના મધ્ય ભાગથી ૫૦,૦૦૦ યોજને જંબુદ્વીપાંત હોય છે. કેમકે જંબુદ્વીપ લાખ યોજન પ્રમાણ છે, મેરુનો વિકુંભ ૧૦,૦૦૦ યોજન છે. તેથી દ્વીપાર્કમાં ૫૦૦૦ ઉમેરતા ૫૫,૦૦૦ થાય. જો કે અહીં વિજયદ્વારનો પશ્ચિમાંત કહ્યો છે, તો પણ જગતીનો પૂર્વાન્ત હોય તેમ સંભવે છે. કેમકે મેરુના મધ્યેથી જગતના છેડા સુધીનું પ્રમાણ ૫૦,૦૦૦ યોજન સંપૂર્ણ થાય છે અને જંબુદ્વીપની જગતીના વિખુંભ સહિત જંબુદ્વીપના લાખ યોજન પૂર્ણ થાય છે. તે જ પ્રમાણે લવણ સમુદ્રની જગતીના વિધ્યુંભ સહિત લવણસમુદ્રનું પ્રમાણ બે લાખનું સંપૂર્ણ થાય છે. અન્યથા દ્વીપ, સમુદ્રના પ્રમાણથી જુદું જગતીનું પ્રમાણ ગણવામાં આવે તો મનુષ્ય ક્ષેત્રની પરિધિ વધારે થાય. કેમકે તે પરિધિ ૪૫ લાખ યોજન પ્રમાણવાળા ક્ષેત્રની અપેક્ષાએ જ કહેવાય છે, તેનાથી વધી જવી જોઈએ અથવા કંઈક ન્યૂન ૫૫ સંખ્યાને પૂર્ણ કહી છે.
સર્વાયુ કાળની છેલ્લી રાત્રિએ રાત્રિના છેલ્લા ભાગે મધ્યમા પાપાનગરીમાં હસ્તિપાલ રાજાની કાર્યસભામાં કાર્તિક અમાવાસ્યાએ સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રના યોગે, નાગકરણમાં પ્રાતઃકાળે પરકાસને બેઠેલા ભગવંત ૫૫-અધ્યયન પુણ્યકર્મના ફળને પ્રગટ કરનારા અને પાપફળ પ્રગટકર્તા ૫૫-અધ્યયન કહીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃાદિ થયા.
પહેલી નપૃથ્વીમાં ૩૦ લાખ નકાવાસ, બીજીમાં ૨૫-લાખ એમ ૫૫-લાખ થાય... દર્શનાવરણીયની-૯, નામકર્મની-૪૨, આયુષ્ય કર્મની-૪, એમ સર્વે મળીને ૫૫-ઉત્તરપ્રકૃત્તિ થાય.
સમવાય-૫૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૧૨
છે સમવાય-૫૬
— x — * --
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
સૂત્ર-૧૩૪ :
૦ જંબૂદ્વીપમાં ૫૬-નક્ષત્રો ચંદ્ર સાથે યોગ પામ્યા હતા, પામે છે અને
પામશે.. . અર્હત્ વિમલને ૫૬-ગણ, ૫૬-ગણધરો હતા. • વિવેચન-૧૩૪ --
0
। ૫૬-મું સ્થાન - જંબુદ્વીપમાં બે ચંદ્ર છે, બંનેના ૨૮-૨૮ નક્ષત્રો હોવાથી
૫૬-કહ્યા છે.. ૦ અરિહંત વિમલના અહીં ૫૬-ગણ, ૫૬-ગણધર કહ્યા, આવશ્યકમાં આ સંખ્યા-૫૭ છે, તે મતાંતર જાણવું.
સમવાય-૫૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૫૭
— * - * ==
- સૂત્ર-૧૩૫ ઃ
આચાર-ચૂલિકાને વર્જીને ત્રણ ગણિપિટકના ૫૭-અધ્યયનો છે. તે આ - આચાર, સૂયગડ, ઠાણ.. • ગોસ્તેભ આવાસ પર્વતના પૂતિથી આરંભી વડવામુખ મહાપાતાળકળશના બહુ મધ્યદેશભાગમાં ૫૭,૦૦૦ યોજન અબાધાઓ આંતર છે. • એ જ પ્રમાણે દદ્ભાસથી કેતુક, શંખથી ચૂપ, દીમથી ઈશ્વર પાતાળ કળશનું અંતર જાણવું.
૦ મલ્લિ રહંતના ૫૭૦૦ સાધુ મનઃપતજ્ઞાની હતા.. • મહાહિમવંત અને ટુકમી વર્ષધર પર્વતોની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ ૫૭૨૯૩-૧૦/૧૯ પ્રમાણ કહેલી છે.
• વિવેચન-૧૩૫ :
૫મું સ્થાનક - શīિ - આચાર્ય, પિન - પેટીના જેવા એટલે સર્વસ્વ ભાજનરૂપ. આ ગણિપિટકમાં (૧) વિમુક્તિ નામે છેલ્લા અધ્યયનને છોડીને બે શ્રુતસ્કંધરૂપ આચારાંગ નામે પહેલું અંગ, તેમાં પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો, બીજામાં નિશીથ અહીં ગણેલ નથી, વિમુક્તિ આચાચૂલિકાનું વર્જન કરીને બાકી૧૫-અધ્યયન, સૂત્રકૃમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૬, બીજામાં-૭ અધ્યયન, ‘ઠાણ'માં૧૦ એમ-૫૭ થયા.
ગોસ્તૂભાદિ - ૪૨,૦૦૦ યોજન વેદિકા અને ગોસ્તૃભ પર્વતનું આંતરું છે. ગોસ્તૃભનો વિકંભ ૧૦૦૦ યોજન છે, તેનું અર્ધ કરતાં ૫૦૦૦ યોજન ઉમેરતા ૫૭,૦૦૦ યોજન થાય.. • જીવાનું ધનુપૃષ્ઠ એટલે મંડળના ખંડના આકારવાળું ક્ષેત્ર. તેની સંવાદ ગાથામાં ૫૭,૨૯૩ યોજન, ૧૦ કળા છે.
સમવાય-૫૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ