________________
૨૮/૬૨
સમવાય-૨૮ શ
— x = x =
• સૂત્ર-૬૨ :
આચાર પ્રકલ્પ ર૮-ભેટે છે
–
99
માસિક આરોપણા, એક માસ અને પાંચ દિવસની આરોપણા, એક માસ દશ દિવસની આરોપણા, ૪૫-દિવસની આરોપણા, ૫૦ દિવસની રોપણા, ૫૫-દિવસની રોપણા, બે માસની આરોપણા, બે માસને પાંચ દિવસની આરોપણા, એ જ પ્રમાણે ત્રણ માસની આરોપણા. એ જ પ્રમાણે ચાર માસની આરોપણા, ઉપઘાતિકા આરોપણા, અનુપઘાતિકા આરોપણા, કૃત્ન આરોપણા, અકૃત્સ્ન આરોપણા. એટલો આચારપ્રકલ્પ છે.
કેટલાક ભવસિદ્ધિક જીવોને મોહનીય કર્મની ૨૮-૫કૃત્તિ સત્તામાં છે. તે આ - સમ્યકત્વ • મિચ્યાત્વ - સામિમત્વ વેદનીય એ ત્રણ, કષાય ૧૬ અને નૌકષાય-૯ એમ ૨૮... આભિનિબોધિક જ્ઞાન-૨૮ ભેદે છે. તે આ - શ્રોપ્રેન્દ્રિય - ચક્ષુરિન્દ્રિય - ઘ્રાણેન્દ્રિય - જિલેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈન્દ્રિય એ છે અથવિગ્રહ, શ્રોપ્રેન્દ્રિય - ધ્રાણેન્દ્રિય - જિલેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય એ ચાર વ્યંજનાવગ્રહ, શ્રોપ્રેન્દ્રિય - ચક્ષુરિન્દ્રિય - ઘ્રાણેન્દ્રિય - જિલેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈયિ એ છ ઈહા, શ્રોત્રેન્દ્રિય - ચક્ષુરિન્દ્રિય - ઘ્રાણેન્દ્રિય - જિકેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈન્દ્રિય એ છ અવાય, શ્રોપ્રેન્દ્રિય - ચક્ષુરિન્દ્રિય - ઘ્રાણેન્દ્રિય - જિહ્વા ઈન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈન્દ્રિય એ છ ધારણા. [એ રીતે કુલ-૨૮] ઈશાન કરે ૨૮ લાખ વિમાનાવાસ છે.. દેવગતિને બાંધતો જીવ નામકર્મની ૨૮-ઉત્તરપ્રકૃત્તિ બાંધે છે. તે આ – દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર, તૈજસશરીર, કામણશરીર, સમગ્રતુસ સંસ્થાન, વૈક્રિયશરી ંગોપાંગ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દેવાનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, પ્રશસ્તતિહાયોગતિ, સ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, સ્થિર અને અસ્થિર, શુભ-અશુભ, આદેય-અનાદેય, યશોકીર્તિ, નિર્માણ [તથા સુભગ અને સુવર] નામકર્મ... આ પ્રમાણે નૈરસિક પણ ૨૮ પ્રકૃતિ બાંધે. પણ તફાવત એ કે અપશસ્ત વિહાયોગતિ, કુંડક સંસ્થાન, અસ્થિર, દુર્ભાગ, અશુભ, દુઃરવર, અનાદેય, અપયશઃકીર્તિ નામ છે.
-
આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૮-પલ્યોપમ છે, અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૮-સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની ૨૮-પલ્યોપમ સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાનકો કેટલાક દેવોની ૨૮-પલ્યોપમ સ્થિતિ છે.. ઉવર્ણિમ હેક્રમ ચૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ ૨૮સાગરોપમ છે.. જે દેવો મમિ ઉવમિ શૈવેયકે દેવપણે ઉત્પન્ન થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮-સાગરોપમ છે.
તે દેવો ૨૮-અર્ધમાસે આન-પાણ, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૨૮,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૮ ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે.
st
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
• વિવેચન-૬૨ :
૨૮-મું સ્થાનક સ્પષ્ટ છે. વિશેષ - સ્થિતિ પૂર્વે પાંચ સૂત્રો છે.
તેમાં માર - પહેલું અંગ, તેનો પ્રત્વ - અધ્યયન વિશેષ, જેનું અપનામ ‘નિશીય’ છે. અથવા આવાર - જ્ઞાનાદિ વિષયક સાધુ આચાર, ૫ - વ્યવસ્થા, તે આચારપ્રકલ્પ. તેમાં (૧) કોઈ જ્ઞાનાદિ આચારના વિષયમાં કોઈ સાધુએ અપરાધ કર્યો હોય તેને પ્રાયશ્ચિત આપ્યું હોય, પછી ફરીને તે સાધુ કોઈ અપરાધ કરે, ત્યારે પહેલાના પ્રાયશ્ચિત્તમાં વધારો કરી માસવહન યોગ્ય માસિક પ્રાયશ્ચિત્ત આપવું તે
માસિકી આરોપણા કહેવાય છે.
(૨) પંચરાત્રિક શુદ્ધિ યોગ્ય અને માસિક શુદ્ધિ યોગ્ય બે અપરાધને કોઈ કરે તો પૂર્વ દત્ત પ્રાયશ્ચિત્તમાં પાંચ રાત્રિસહિત માસિક પ્રાયશ્ચિત્તરોપણ વડે બીજો ભેદ કહ્યો... એ પ્રમાણે છ પ્રકારે માસિકી આરોપણા જાણવી.
એ પ્રમાણે બે મારાની ૬, ત્રણ માસની-૬, ચાર માસની-૬ મળીને કુલ ૨૪આરોપણા થઈ તથા અઢી દિવસ અને એક પક્ષના ઉપઘાતથી લઘુમાસાદિ પૂર્વના પ્રાયશ્ચિત્તમાં આરોપણ કરવું તે ઉપઘાતિકારોપણા. કહ્યું છે – અધેનું છેદ કરવાથી જે શેષ રહે, તેને પૂર્વના અર્ધની સાથે સંયોગ કરીને લઘુ પ્રાયશ્ચિતનું દાન કહેવાય. જેમકે – માસાદ્ધ તે ૧૫ દિન અને ૨૫નું અર્ધ તે ૧૨ દિન. તે સર્વે મલી ૨૭ દિવસ, તે લઘુમાસ.
બે માસનું અદ્ધ ૧-માસ, માસનું અદ્ધ તે પક્ષ એટલે દોઢ માસ. તથા ઉપર કહ્યા મુજબ ૨ દિવસાદિ બાદ કર્યા વિના તે જ ગુરુમાસાદિ આરોપણા તે અનુદ્ઘાતિક આરોપણા... તથા જે જેટલા અપરાધને પામ્યો હોય, તેને તેટલી જ શુદ્ધિની આરોપણા તે કૃત્સ્નારોપણા છે. તથા ઘણાં અપરાધને પામ્યો હોય છતાં છ માસનો જ તપ અપાય છે. એમ કરીને છ માસથી અધિક તપનો તેમાં જ અંતર્ભાવ કરી શેષ તપનું આરોપણ કરાય તે અકૃત્સ્યારોપણ કહેવાય છે.
આ સર્વે નિશીથ સૂત્રના ૨૦માં ઉદ્દેશાથી જાણવું. હવે નિગમન કહે છે – આટલો જ આચારપ્રકલ્પ, આ સ્થાને આરોપણાને આશ્રીને કહ્યો. અન્યથા તેથી વધુ ઉદ્ઘાતિક, અનુદ્ઘાતિકરૂપ આચારપ્રકલ્પ પણ છે. તેથી આટલો જ આચારપ્રકલ્પ છે, બાકીનો તેમાં જ સમાવેશ થાય છે. તથા આટલું જ આચારવા લાયક છે એમ પણ જાણવું.
દેવગતિ સૂત્રમાં સ્થિ-અસ્થિર, શુભ-અશુભ આદિ પરસ્પર વિરોધીપણું હોવાથી એક સાથે બંનેનો બંધ ન હોવાથી બેમાંથી એક બાંધે એમ કહ્યું * X * ** નકગતિના સૂત્રમાં ૨૦ પ્રકૃત્તિઓ તે જ રાખવી અને આઠને સ્થાને બીજી આઠ બાંધે છે, તે અહીં જણાવી.- ૪ -
સમવાય-૨૮-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ