________________
3/૩/૧૮૦
૧૮૩
સાથે - કયા પ્રકાર વડે. મUTTન - નિર્ણન્યોને, મતને વિશે. ઝિયસ્ત - જે કરાય છે તે. ઉનાથ - કર્મ તે દુ:ખને માટે થાય છે. આ વિવક્ષા વડે પ્રશ્ન છે. અહીં ચાર ભંગ છે - (૧) કરેલું કર્મ દુઃખને માટે થાય છે. (૨) કરેલું કર્મ દુ:ખને માટે ન થાય. (3) ન કરેલું કર્મ દુ:ખને માટે થાય છે. (૪) ન કરેલ કર્મ દુ:ખને માટે થતું નથી. આ ચાર ભંગને વિશે આ પ્રસ્ત વડે જે ભંગ પૂછવા માટે ઇષ્ટ છે, તે અને શેષ ભંગના નિરાકરણપૂર્વક કહે છે—
તે ચાર ભંગને વિશે અત્યંત રુચિના અવિષયપણાથી તેના પ્રશ્નની પ્રવૃત્તિ ના હોવાથી ત્રણ ભંગને તેઓ પૂછતા નથી. તે આ રીતે - (૧) કરેલું કર્મ દુ:ખને માટે થાય છે, તેને પૂછતા નથી, કેમકે પૂર્વકાલકૃત્ કર્મ નિર્ગુન્થ-મતે અપ્રત્યક્ષપણે અને અવિધમાનપણે હોય છે, તે અમોને સંમત નથી. (૨) કરેલું કર્મ દુઃખને માટે થતું નથી, તેને નથી પૂછતા, કેમકે અત્યંત વિરોધ વડે અસંભવ છે. જો કરેલું કર્મ છે, તો દુ:ખ માટે થતું નથી એમ કેમ કહેવાય ? જ દુ:ખને માટે ન થાય તો કૃતકર્મ કેમ કહેવાય ? કેમકે કરેલ કર્મને ન થવા રૂપ અભાવ છે. (3) ન કરેલ કર્મ દુ:ખ માટે થતું નથી, તે ભંગને નથી પૂછતાં. કેમકે હતુ અવિધમાન કર્મ ગઈભશીંગ જેમ ન હોય. આ ત્રણ ભંગના નિષેધને આશ્રીને ત્રણ સ્થાનમાં કહેલ છે.
એક ભંગ તેમને સમ્મત છે, તેને તે પૂછે છે - જે પૂર્વે ન કરેલું કર્મ તે દુઃખને માટે થાય છે, તેને પૂછે છે. ભૂતકાળમાં કરેલ કર્મના પ્રત્યક્ષપણાથી તેમજ અવિધમાનપણાથી દુઃખાનુભૂત પ્રત્યક્ષતાથી વિધમાતપણાએ નહીં કરેલ કર્મનું દુ:ખ થવારૂપ તે પક્ષને સંમત હોય છે. પૂછનારનો આ અભિપ્રાય છે કે - જો નિગ્રંભ્યો પણ ન કરેલું જ કર્મ જીવોને દુ:ખને માટે થાય છે, એવું સ્વીકારે તો બહું જ સારું, કેમકે અમારા સમાન બોધ તેમને થાય. આ હેતુ માટે શેષ ભંગોને ન પૂછતાં એક ભંગને તેઓ પૂછે છે.
તેઓ - નહીં કરેલ કર્મને સ્વીકારનારાઓના આ કહેવામાં આવનાર રૂપ વક્તવ્ય હોય, અથવા તેઓ જ આ પ્રકારે બીજાને કહે છે. હવે તવવાદીઓને આ પ્રમાણે વક્તવ્ય-પ્રરૂપણા કરવા યોગ્ય થાય
કર્મ ન કસ્વા છતાં દુ:ખના ભાવથી ન કરવા યોગ્ય, ન બાંધવા યોગ્ય ભવિષ્યકાળમાં જીવોને ન પ્રાપ્ત થવા યોગ્ય દુ:ખ, દુ:ખ હેતુત્વથી કર્મ, અકૃતત્વથી અસ્પૃશ્ય કર્મ તથા વર્તમાનકાળે બંધાતુ અને ભૂતકાળમાં બાંધેલું - x • જે નહીં કરાતું તે અક્રિયમાણકૃત, તે દુ:ખ - કર્મ “
મ હુવ'' ઇત્યાદિ ત્રણ પદ . • ‘‘તત્ત્વ ના સા મ વનડું તં પુછે'' એમ અન્યતીર્જિકના મત વડે આશ્રય કરેલ ત્રણ કાળના આલંબનને આશ્રયી આનો ત્રણ સ્થાનકમાં અવતાર જાણવો. • શું કહેલું છે તે કહે છે–
- કર્મ નહીં કરીને પ્રપIT - બેઇન્દ્રિયાદિ, મૂત - વનસ્પતિકાયિક, નવ - પંચેન્દ્રિયો, સર્વ - પૃવીકાયિકાદિ. • x • વેદના - પીડાને ભોગવે છે એમ તેઓનું
૧૮૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કચન છે અથવા આ કથન અજ્ઞાન વડે હણાયેલા બુદ્ધિવાળા એવા તેઓ બીજા પ્રત્યે કહે છે. આ પ્રમાણે કહેવા યોગ્ય આ ક્રમ છે. એ રીતે અન્યતીથિંકના મતને બતાવીને તેનું ખંડન કરતાં કહે છે–
આ જે અન્યતીર્થિકોએ જે ઉત પ્રકારે કહ્યું, તે અન્યતીર્થિકો જૂઠાં છે, કેમકે ન કરેલ કર્મ ક્રિયાપણાની અનુપતિથી જે કરાય, તે જ ક્રિયા છે. જે ક્રિયાનું કોઈપણ રીતે કરણ નથી તે કેવી રીતે ક્રિયા કહેવાય ? ન કરેલા કર્મના અનુભવના વિશે તો બદ્ધ-મુક્ત, સુખિત-દુ:ખિત, આદિ નિયત વ્યવહારના અભાવનો પ્રસંગ આવે, એમ પોતાના મતને પ્રગટ કરતા કહે છે–
હું જ, અન્યતીચિંકો નહીં. પુનઃ શબ્દ વિશેષણના અર્થમાં છે, તે તો પૂર્વના વાક્યથી ઉતર વાક્યના અર્થની વિલક્ષણતાને કહે છે. “એ પ્રમાણે હું કહું છું" ઇત્યાદિ પૂર્વવત્ કરવા યોગ્ય અનાગત કાળમાં દુ:ખ, તેનો હેતુ હોવાથી કર્મ, પૃષ્ટ લક્ષણ બંધ અવસ્થાને યોગ્ય, વર્તમાન કાળમાં કરાતું, અતીત કાળે કરેલ, કર્મનું કોઈપણ રીતે ન કરવું એમ નથી. સર્વસ્વરૂપ સ્વમતને કહે છે - કર્મને કરી કરીને એમ જણાય છે. પ્રાણીઓ વગેરે કર્મથી કરેલ શુભાશુભ અનુભૂતિ અનુભવે છે એમ સમ્યગ્રવાદી કહે છે.
સ્થાન-3 - ઉદ્દેશા-૨-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ