________________
3/ર/૧૩૮,૧૩૯
૧૮૧
[૧૯] -૧. હે આયા શ્રમણ ભગવંત મહાવીર, ગૌતમાદિ શ્રમણ નિભ્યોને આમંત્રિત કરીને એમ કહ્યું - પ્રાણીઓને કોનાથી ભય છે? આયુષ્યમાન શ્રમણો ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થો, શ્રમણ ભગવંત મહાવીરને સમીપ આવે છે, આવીને વંદન, નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને એમ કહ્યું. હે દેવાનુપિયો ! અમે આ અર્થને જાણતા નથી કે દેખતા નથી, તે દેવાનપિયા જો તે અને કહેવા માટે આપને ગ્લાનિ ન થાય તો કહો, અમે આપની પાસે સાંભળવા ઇચ્છીએ છીએ. હે આય! શ્રમણ ભગવત મહાવીરે, ગૌતમાદિ નિજ્યોને આમંત્રીને કહ્યું : છે આયુષ્યમાન શ્રમણો : પ્રાણીઓ દુઃખથી ભય પામે છે. -- -- હે ભગવાન! તે દુ:ખ કોણે કહ્યું? જીવે પ્રમાદ વડે કર્યું - -3- હે ભગવન! તે દુ:ખ કેમ વેદાય? - અપમાદથી.
• વિવેચન-૧૩૮, ૧૩૯ :
[૧૮] ત્રણ અચ્છેદ્ય આદિ. બુદ્ધિ વડે કે છુરી આદિ શસ્ત્રોથી છેદવા માટે અશક્ય છે માટે અચ્છેધ છે. કેમકે છેદવાપણામાં સમયાદિવનો યોગ છે. • સમય • કાળ વિશેષ. પ્રવેશ - ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલોનો અવયવરહિત
શ. પરમાણુ - સ્કંધરહિત પુદ્ગલ. કહ્યું છે - અતીતીક્ષ્ણ શર વડે પણ જે છેદી ન શકાય, ભેદી ન શકાય, તેને જ્ઞાનીઓ પરમાણુ કહે છે. તે અંગુલાદિ પ્રમાણનું મૂળરૂપ છે.
પૂર્વ સૂત્રના અભિલાષને સૂચવતા કહે છે - સોય વગેરેથી અભેધ. અગ્નિક્ષારાદિથી અદાહ્ય. હાથ વડે જેનો અર્ધભાગ ગ્રાહ્ય નથી તે અનદ્ધ, કેમકે બે વિભાગનો અભાવ છે. ત્રણ વિભાગના અભાવથી અમધ્ય છે. આ કારણથી જ કહે છે - અપદેશા તે અવયવરહિત. તેથી જ અવિભાજય-વિભાગ કરવા અશક્ય અથવા વિભાગ વડે બનેલા, તે વિભાગવાળા અને તે વિભાગના નિષેધથી અવિભાગમાં.
[૧૯] પૂર્વસૂત્રમાં કહેલ કસ-સ્થાવર પ્રાણીઓ દુ:ખથી ભીરુ હોય છે માટે એના કથન દ્વાર વડે કહે છે - સૂગ સુગમ છે. પાપકર્મોથી દૂર ગયા છે, તે આર્ય તેને સંબોધનમાં હે આર્યો ! આ અભિલાપ વડે આમંત્રણ કરે, એ સંબંધ છે. શ્રમણ ભગવંત મહાવીર, ગૌતમાદિ શ્રમણ નિર્મન્થોને, આગળ કહેવામાં આવનાર ન્યાય વડે કહેતા હતા.
ત્તિ કથા - કોનાથી ભય છે જેમને તે, કોનાથી ડરે છે. પ્રાT - પ્રાણીઓ, YHUT - હે શ્રમણો ! હે આયુષ્યમાનો ! એ રીતે ગૌતમાદિને આમંત્રણ કરે છે. આ ભગવંતને પ્રશ્ન શિષ્યોના જ્ઞાન માટે જ છે. આમ કહીને પ્રશ્ન ન પૂછેલ શિષ્યના હિત માટે તવ કહેવા યોગ્ય છે, તેમ સૂચવે છે. કહ્યું છે - કોઈ વખત જાણવા છતાં શિષ્ય પૂછે છે, કોઈ વખત ન પૂછેલ છતાં આચાર્યો શંકા કરીને શિષ્યહિતાર્થે કહે છે અને પૂછવાસી વિસ્તારપૂર્વક કહે છે.
ભારંવત - સમીપે જાય છે, નજીકમાં રહે છે. અહીં તે કાળની અપેક્ષાએ
૧૮૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કિયાનું વર્તમાનપણું કહેવું છે. તેથી વર્તમાન નિર્દેશમાં દોષ નથી. સમીપ આવી સ્તુતિ વડે વંદન કરે છે, પ્રણામથી નમે છે. આ પ્રકારે - x • કહેતા હતા કે - વિશેષથી અમે જાણતા નથી, સામાન્યથી અમે દેખતા નથી. ચા - વિક. ત - કોનાથી ભયવાળા પ્રાણીઓ છે. તમને કહેવામાં શ્રમ ન થાય તો અમે જાણવા ઇચ્છીએ છીએ. તેથી મરણાદિપ દુ:ખથી જેઓને ભય છે તે દુ:ખભયા. તે દુ:ખ, દુ:ખકારણ કમી કરવાથી જીવ વડે કરાયુ એમ કહેવાય છે.
કેવી રીતે કરાયુ? કરણભૂત બંધના હેતુરૂપ અજ્ઞાનાદિ પ્રમાદ વડે કહ્યું છે. કે - મુનિન્દ્રોએ આઠ પ્રકારે પ્રમાદ કહ્યો છે - અજ્ઞાન, સંશય, મિથ્યા-જ્ઞાન, રાગ, હેપ મતિભ્રંશ, ધર્મમાં અનાદર અને યોગનું દુપ્રણિધાન. આ આઠ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવો. તે અપમાદ વડે ક્ષય પામે છે. કેમકે તે બંધહેતુનો પ્રતિપક્ષી છે. આ સૂચનો -૧. દુકખભયાપ્રાણા, -- જીવેણ કડે દુકને પમાણે, -3- અપમાણ વેઈઈ. આ પ્રમાણે ત્રણ પ્રશ્નોતર યુક્તપણાથી ત્રણ સ્થાનકમાં અવતાર જાણવો.
• જીવ વડે દુઃખ કરાયું એમ કહ્યું, હવે પરમતનું ખંડન કરીને તેનું જ સમર્થન કરતાં કહે છે
• સૂત્ર-૧૮૦ :
હે ભગવન! આન્તીર્થિકો એવું કહે છે, એવું બોલે છે, જેનું પાપે છે, એવું પપે છે. કેવી રીતે શ્રમણ નિભ્યોના મતમાં કર્મ દુઃખને માટે થાય છે [અહીં ચાર ભાંગા છે -- તેમાં જે કરેલ કર્મ દુઃખને માટે થાય છે, તે નથી પૂછતાં. -- તેમાં જે કરેલ કર્મ દુઃખને માટે ન થાય તે પૂછતા નથી. •3- તેમાં જે કર્મ નથી કરેલ તે દુઃખને માટે થતું નથી તે પૂછતાં નથી. ૪- તેમાં જે નથી કરેલ કર્મ દુઃખને માટે થાય છે, તે પૂછે છે. તેઓનું આમ કહેવું છે ? કૃત્ય દુઃખ, અસ્પૃશ્ય દુ:ખ, કરેલા અને કરાતા કર્મ વિના દુઃખ; તેને નહીં કરીને - નહીં કરીને પ્રાણી-ભૂત-જીવ-ન્સનો વેદના વેદ છે, એમ કહે છે.
[ભગવત કહે છે-] જે અન્યતીર્થિકો એમ કહે છે, તેમનું કથન મિથ્યા છે. હું એમ કહું છું એમ ભાખુ છું એમ પ્રજ્ઞાપુ છું એમ પણપુ છે • ભાવિ કાળમાં દુ:ખનો હેતુ હોવાથી કરવા યોગ્ય કર્મ દુ:ખ છે, સ્પર્શેલું દુઃખ છે, વર્તમાન કે અતીત કાળમાં કરેલ કર્મ દુઃખ છે, તેને કરીને પ્રાણી, ભૂતો, આવો, સવો વેદના અનુભવે છે. આ વક્તવ્યતા હોય.
• વિવેચન-૧૮૦ :
ત્ર પ્રાયઃ સ્પષ્ટ છે, પરંતુ અન્યતીર્થિકો એટલે વિબંગાનવાળા તાપસો. હમણાં કહેવાનાર પ્રકારને સામાન્યથી કહે છે, વિશેષથી ભાખે છે, ક્રમ વડે એ જ પ્રજ્ઞાપે છે, તેની જ પ્રરૂપણા કરે છે. આ પર્યાયરૂપ પદ બે પદ વડે કહ્યું છે. અથવા પ્રણTYથતિ - યક્તિ વડે સમજાવે છે. પ્રફૂપતિ - ભેદ આદિના કથનથી પ્રરૂપણા કરે છે. તે અન્યતીર્થિકો શું કહે છે?