________________
૩/૧/૧૨૩
સ્થાન-૩ છે.
– X - X - X – • ભૂમિકા :
બે સ્થાનક પછી સંખ્યાક્રમના પ્રામાણ્યથી બીજું સ્થાનક જ આવે. એ સંબંધથી આવેલ ચાર ચાનુયોગના દ્વારરૂપ આ ચાર ઉદ્દેશક છે, તેમાં પણ બીજા અધ્યયનના છેલ્લા ઉદ્દેશકને વિશે જીવાદિ પર્યાય કહ્યા. આ ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં તે જ જીવાદિ પયયો કહેવાય છે. આવા સંબંધવાળા અધ્યયનના પહેલા ઉદ્દેશો છે. અનંતરોક્ત ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં પુદ્ગલો ધર્મો કહ્યા. આ બીજા અધ્યયનના પહેલાં સૂત્રમાં જીવના ધર્મો કહેવાય છે. તે સંબંધે પહેલું સૂત્ર
સ્થાન-3 - ઉદ્દેશો-૧ ૬ • સૂઝ-૧૨૭ - ઈન્દ્રો ત્રણ પ્રકારે છે - નામ ઈન્દ્ર, રસ્થાપના ઈન્દ્ર, દ્રવ્ય .. ઈન્દ્રો ત્રણ પ્રકારે છે - દશનેન્દ્ર, જ્ઞાનેન્દ્ર, ચાસ્ટિોન્દ્ર.. ઈન્દ્રો ત્રણ પ્રકારે - દેવેન્દ્ર, અસુરેન્દ્ર, મનુષ્યન્દ્ર • વિવેચન-૧૨૩ :
સૂર વ્યાખ્યા સુગમ છે. વિશેષ એ કે - ઐશ્વર્યથી તે ઇન્દ્ર, નામ-સંજ્ઞા તે યથાર્થ ઇન્દ્ર એવા અક્ષરાત્મક જે ઇન્દ્ર તે નામેન્દ્ર અથવા કોઈ સચેતનકે અચેતન વસ્તુનું ઇન્દ્ર એવું યથાર્થ નામ કરાય છે, તે નામ અને નામવાળાના અભેદ ઉપચારથી નામ એવો જે ઇન્દ્ર તે નામેન્દ્ર. અથવા ઇન્દ્રના અર્થ વડે શૂન્ય હોવાથી કેવલ નામ વડે જ જે ઇન્દ્ર તે નામેન્દ્ર. વળી નામનું લક્ષણ આ છે - વસ્તુ આદિ પદ વડે યથાર્થ ઈન્દ્ર વગેરે નામ કહ્યું. સ્થિત ઇત્યાદિ પદ વડે તો યથાર્થ ગોપાલ વગેરેમાં ઇન્દ્ર ઇત્યાદિ નામ સ્થાપેલું તે, યાવિ - અર્થ વગરનું જે નામ અથવા ઐશ્વર્યાદિ અર્થથી નિરપેક્ષ ગોપાલ આદિ વસ્તુનું જે ઇન્દ્ર વગેરે નામ છે તે યથાર્થપણાને અન્યત્ર શકાદિમાં જ રહેલું છે વસ્તુનું ઇન્દ્રાદિ નામ તે ઐશ્વર્યાદિ અર્થની અપેક્ષા હિત ગોપાલ આદિ બીજા અર્થમાં રહેલું નામ તે નામ-ઇન્દ્ર.
ઇન્દ્રાદિના અભિપ્રાય વડે જે સ્થાપના કરાય છે તે સ્થાપના - લેપ્યાદિ કર્મ જે ઇન્દ્ર તે સ્થાપના-ઇન્દ્ર, ઇન્દ્રની પ્રતિમા ને સાકાર સ્થાપના ઇન્દ્ર અને ઇન્દ્રના આકાર રહિત જે અક્ષ વગેરેનું સ્થાપન કરવું તે અવાકાલીન સ્થાપના. સ્થાપનાનું લક્ષણ આ પ્રમાણે - જે ઇન્દ્રાદિ શબ્દના અર્થથી હિત અને સદ્ભૂત ઇન્દ્રાદિના આશય વડે તેની આકૃતિ - લેયાદિ કર્મરૂપ સ્થાપના અલ્પકાળ પર્યન્ત કરાય છે. તથા લેuહતી તે હાથી, આ સભાવ સ્થાપના છે. અસદ્ભાવ સ્થાપના તે હાથીના આકારરહિત જે અક્ષ, તે અસદ્ભાવ સ્થાપના છે.
- તે તે પર્યાયોને પ્રાપ્ત થાય છે, તે તે પર્યાયો વડે પ્રાપ્ત થવાય છે.
૧૪૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અથવા ટ્રો સતાનો અવયવ કે વિકાર અથવા વણદિ ગુણોનો ત્રાવ - સમૂહ તે દ્રવ્ય. તે ભૂતપર્યાય અને ભાવિપર્યાયને યોગ્ય હોય તે દ્રવ્ય કહ્યું છે કે • x • ભૂતપયચ કે ભાવિ પર્યાય જે લોકમાં કહેવાય છે, તે તવના જાણનારાઓએ સચેતન કે અચેતન વસ્તુને દ્રવ્ય કહેલ છે. તથા ઉપયોગરહિત અને પ્રધાન તે દ્રવ્ય, તેમાં દ્રવ્ય એવો જે ઇન્દ્ર, તે દ્રવ્ય ઇન્દ્ર. તે બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી. આગમથી-આગમને ચોક્કસ સ્વીકારીને જ્ઞાનની અપેક્ષાએ આ અર્થ છે. નોઆગમથીઆગમને નહીં સ્વીકારીને છે, તેમાં આગમથી ઇન્દ્ર શબ્દનો જ્ઞાતા પણ ઉપયોગરહિત તે દ્રવ્ય-ઇન્દ્ર. “ઉપયોગરહિત તે દ્રવ્ય” એ વચનથી એ જ અર્થ મંગલને આશ્રીને ભાગમાં કહ્યો છે - મંગલ શબ્દના સંસ્કારને પામેલો એવો અનુપયોગી વકતા તેના અર્થજ્ઞાનની લબ્ધિયુકત હોવા છતાં પણ ઉપયોગરહિત હોવાથી તે આગમથી દ્રવ્યમંગલ છે.
નોઆગમથી ત્રણ પ્રકારે દ્રવ્યેન્દ્ર છે - જ્ઞશરીરદ્રવ્યેન્દ્ર, ભથશરીરદ્રવ્યેન્દ્ર, જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિક દ્રવ્યેન્દ્ર. તેમાં જાણનારનું શરીર તે જ્ઞશરીર, શરીર જ દ્રવ્યોન્દ્ર તે જ્ઞશરીવ્યેન્દ્ર. અર્થાત્ ઇન્દ્ર પદાર્થજ્ઞનું જીવરહિત જે શરીર, તે અતીતકાળમાં અનુભવેલની અનુવૃત્તિ વડે સિદ્ધશિલાતલ આદિ ગયેલ છતાં ધૃતઘટાદિ ન્યાય વડે નોઆગમથી દ્રવ્યેન્દ્ર કહેવાય છે. કેમકે શરીરને ઇન્દ્રશબ્દના જ્ઞાનનું કારણપણું હોય છે અને ઇન્દ્રના જ્ઞાનનું શૂન્યપણું હોય છે.
નોઆગમમાં ‘નો' શબ્દ સર્વથા નિષેધવાચી છે તથા ભવ્ય-યોગ્ય, જે ઇન્દ્ર શબ્દના અને વર્તમાનમાં જ્યાં સુધી જાણતો નથી. પણ ભવિષ્યમાં જાણશે તે ભવ્ય, તેનું શરીર તે ભવ્ય શરીર તે જ દ્રવ્યેન્દ્ર તે ભવ્યશરીર-દ્રવ્યેન્દ્ર અર્થાત ભાવિની વૃત્તિને સ્વીકારીને ઇન્દ્રના ઉપયોગનું આધારપણું હોવાથી મધુઘટ આદિ ન્યાયથી જે બાલાદિ શરીર તે ભવ્ય શરીર દ્રવ્ય%. ‘નો' શબ્દનો અર્થ પૂર્વવત. મંગલને આશ્રીને કહે છે
મંગલ પદાર્થના જાણનારનો નિર્જીવ દેહ અથવા ભવિષ્યમાં જાણનારનો સજીવ દેહ, તે નોઆગમથી દ્રવ્યમંગલ છે, જે કારણથી આગમરહિત છે.
જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર. આગમથી ઉપયોગરહિત દ્રવ્યેન્દ્રની માફક ભાવેન્દ્રના કાર્યોને પ્રવૃતિરહિત તથા ભૂતકાળમાં થયેલ ભાવેન્દ્રના પરિણામ એવું જેનું શરીર કે આત્મદ્રવ્ય તે તદુભવ વ્યતિક્તિ દ્રવ્યેન્દ્ર, ડ્રાશરીર દ્રોન્દ્રની માફક જાણવું. વળી જે ભાવિમાં ઇન્દ્ર પર્યાયને યોગ્ય પુદ્ગલ શશિ અને જે ભાવિમાં ઇન્દ્રપર્યાયિને પ્રાપ્ત થનાર આત્મદ્રવ્ય, તે તદુભય વ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર, ભવ્ય શરીર દ્રવ્યેન્દ્ર માફક જાણવું. તે ભાવીન્દ્ર પર્યાય યોગ્ય દ્રવ્યેન્દ્ર, અવસ્થા ભેદથી ત્રણ પ્રકારે છે–
(૧) એકબવિક - એક ભવમાં, તે જ ભવ અતિકાંત થતાં થનાર તે એક ભવિક, અર્થાત્ જે અનંતર ભવે જ ઇન્દ્રપણે ઉત્પન્ન થશે તે, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમના