________________
૨૪/૧૨૧ થી ૧૨૩
૧૩૩
શબ્દ પશ્ચિક કહ્યા છે . મહાશુકમાં, સહસ્ત્રારમાં, બે ઇન્દ્ર મન પશ્ચિારક છે - પાણત, અશ્રુતે.
રિપ) જીવોએ બે થાનમાં સામાન્યથી ઉપાર્જિત યુગલોને પાપકર્મપણાએ ગ્રહણ કર્યા છે - કરે છે અને કરશે - ત્રસકાયમાં ઉપાલા, સ્થાવકામમાં ઉપાર્જેલા. એવી રીતે ઉપસ્થિત કર્યા છે - કરે છે . કરશે... બાંધ્યા છે . બાંધે છે . બાંધશે... ઉદીરણા કરી છે . કરે છે - કરશે... વેદન કર્યા છે . કરે છે - કરશે...નિશ ફ્રી છે . કરે છે - કરશે.
[૧૬] બે પ્રદેશવાળ સ્કંધો અનંતા કહ્યા છે, બે પ્રદેશોને અવગાહીને રહેલ પગલો અનંતા કહ્યા છે યાવત્ દ્વિગુણસૂક્ષ યુગલો અનંતા કહ્યા છે.
• વિવેચન-૧૨૧ થી ૧૨૬ :
[૧૨૧] અસુરેન્દ્રરામર અને બલી, તેને લઈને તેના સામાનિકને વર્જીને) માં ઇન્દ્રના ગ્રહણથી ઇન્દ્રના સામાનિકને પણ ગ્રહણ કરવા, અન્યથા તેમનું સામાનિકપણું જ નહીં થાય. શેષ ત્રાયઅિંશકાદિ અસુરોને પણ છોડીને બાકીના નાગકુમાર આદિ નવા નિકાયના દેવોથી ઉત્કૃષ્ટથી કિંચિત જૂન બે પલ્યોપમની કહી છે.
કહ્યું છે કે - અમરેન્દ્રની સ્થિતિ એક સાગરોપમ છે, બલીન્દ્રની સ્થિતિ સાધિક સાગરોપમ છે. બાકીના દેવોનું આયુ-દક્ષિણ દિશાના નવ નિકાયોના દેવોનું આયુ દોઢ પલ્યોપમનું અને ઉત્તર દિશાના નવનિકાયોના દેવોનું આયુ દેશઉન બે પલ્યોપમનું છે. તે ઉત્કૃષ્ટથી કહ્યું, જઘન્યથી ૧૦,000 વર્ષની સ્થિતિ છે.
કહ્યું છે કે - ભવનપતિ, વ્યંતરોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, વ્યંતરોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ જાણવી. શેપ સુગમ છે. સૌધમદિની સ્થિતિ આ છે - સૌધર્મથી સાતમા મહાશુક્ર પર્યન્ત અનુક્રમે - બે, સાધિક બે, સાત, સાધિક સાત, દશ, ચૌદ, સત્તર સાગરોપમની છે. તેના ઉપર એક-એક સાગરોપમની વૃદ્ધિ કરવી. તેમની જઘન્યથી સ્થિતિ - પલ્યોપમ, સાધિક પલ્યોપમ, બે સાગરોપમ, સાધિક બે સાગરોપમ, સાત, દશ, ચૌદ, સત્તરની છે. આઠમાથી ઉપર એક એકની વૃદ્ધિ કરવી.
- દેવલોકના પ્રસ્તાવથી સ્ત્રી આદિ દ્વાર વડે દેવલોકનું બે સ્થાનોમાં સાત સૂત્રો વડે અવતરણ કરે છે. તે આ પ્રમાણે - ‘રોયું ત્યાર
[૧૨૨] બે દેવલોકની સ્ત્રીઓ તે કાઝી - દેવી. તેની ઉપર દેવીઓ નથી.
[૧૨] તેજો રૂપ લેગ્યા છે જેઓને તે તેજોલેશ્યાવાળા દેવો, તે સૌધર્મ અને ઇશાનમાં જ છે, તેથી ઉપર નથી. કહ્યું છે કે - ભવનપતિ અને વ્યંતર દેવ કૃણનીલ-કાપોત-dજોલેશ્યક છે, જ્યોતિક-સૌધર્મ-ઇશાન તેજોલેશ્યક છે.
[૧૨૪] પરિચરે છે - સ્ત્રીઓને સેવે છે, તે પરિચાક. જે કાયા વડે પરિચારક છે તે કાયપરિચાક. એ રીતે આગળ પણ જાણવું. વિશેષ એ કે - સ્પશિિદ પરિચારક સ્પર્શ માત્રથી જ વેદની શાંતિવાળા હોય છે. આનત આદિ ચાર કપોમાં મનથી વિષય સેવનાર દેવો હોય છે. બે સ્થાનના અનુરોધથી અહીં બે ઇન્દ્રો એમ કહ્યું. કેમકે
૧૩૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આનતાદિમાં ઇન્દ્રો બે જ છે. અહીં ગાયા છે
પહેલા બે કલામાં કાયાથી વિષય સેવનારા, પછીના બે સ્પર્શથી, પછીના બે રૂપથી, પછીના બે શબ્દથી, બાકીના ચાર મનથી વિષય સેવનારા છે. તેની ઉપર વિષય સેવન નથી. આ પરિચારણા કર્મથી થાય છે અને કર્મ તો જીવો વહેત વડે મણ કાળમાં પણ યિતાદિ અવસ્થાને કરે છે, તેથી કહે છે - નવા મત્યાર
| [૧૨૫] સૂણ સુગમ છે. વિશેષ એ કે - શીવ પ્રાણીઓ. ત્રસકાય અને સ્થાવરકાયરૂપ બે સ્થાનનો જે સમાહાર તે દ્વિસ્થાન. તેમાં મિથ્યાત્વાદિ વડે જે પુદ્ગલો સામાન્યથી ઉપાર્જેલા આગળ કહેવામાં આવનાર છ અવસ્થા યોગ્ય કરેલા અથવા બે સ્થાનમાં જેઓનું ભોગવવું છે તે દ્વિસ્થાનનિવૃત્તિક. તેવા કામણ પુદ્ગલોને પાપકર્મ-ધાતકર્મ અથવા જ્ઞાનાવરણાદિ સર્વકર્મ તેના ભાવપણાએ પાપ-કમતાથી તદરૂપપણે અતીતકાળમાં ગ્રહણ કર્યા, વર્તમાનકાળમાં ગ્રહણ કરે છે, કેટલાંક ભવિષ્યકાળમાં ગ્રહણ કરશે એમ જણાય છે.
કષાય વગેરેથી પરિણત જીવને કર્મયુગલનું ઉપાદાન-ગ્રહણ માત્ર તે ચયન જાણવું. ઉપચયનતો ગ્રહણ કરેલા કર્મના અબાધાકાળને છોડીને જ્ઞાનાવરણીયાદિ વડે નિપેક છે. તે આ રીતે - પ્રથમસ્થિતિમાં અતિ ઘણાં કર્મદલિકોની રચના કરે છે, પછી બીજી સ્થિતિમાં વિશેષહીન નિષેક કરે છે. ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષ હીન નિષેક કરે છે.
બંધન - તે જ જ્ઞાનાવરણીયાદિ કર્મપણાએ ચના કરાયેલ નિષેકને જ ફરીથી પણ કષાયની પરિણતિ વિશેષથી નિકાચિત [Ėઢબંધનરૂપ જાણવું. - ઉદીરણા-ઉદયને પ્રાપ્ત ન થયેલ કર્મને કરણ [જીવ વીર્ય] વડે ખેંચીને ઉદયમાં લાવવું તે. • વેદનઅનુભવ અર્થાત્ કર્મનું ભોગવવું - નિર્જરા-કર્મનું અકર્મપણું થવું અતિ કર્મના નાશરૂપ. કર્મ તો પુદ્ગલાત્મક છે, માટે પુગલોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વડે બે સ્થાનકમાં અવતાર વડે નિરુપણ કરતાં કહે છે–
[૧૨૬ દ્વિપદેશિક ઇત્યાદિ. ૨૩-સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ચાવતું શબ્દથી દ્વિસમય સ્થિતિક આદિ ૨૧-સૂત્રો કહેવા. એક કાલસૂગ, પાંચ વર્ણસૂમ બે ગંધ સુગ, પાંચ સસૂત્ર, આઠ સ્પસૂત્ર. તેની વાયના આ પ્રમાણે છે - ‘હિંસમય સ્થિતિક પુદ્ગલો ઇત્યાદિ.
સ્થાન-૨, ઉદ્દેશા-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
"
સ્થાન-૨ - અભયદેવસૂરિવૃત્તિસહ અનુવાદ પૂર્ણ ષ — X - X - X - X — X - X –