________________
૧/૫/૩૦૨ થી ૩૦૪
૧૫૧
ઉપયોગ થકી ચારે દિશામાં જોતાં કેટલા ક્ષેત્રને જાણે - જુએ ?
હે ગૌતમ ! ઘણું ક્ષેત્ર ન જાણે, ન જુએ. પોતાની આસપાસના થોડા ફોગને જાણે, થોડું ક્ષેત્ર જુએ ઇત્યાદિ તથા દુસહ - ખેરના અંગારાના મોટા ઢગલાના તાપથી અનંતગુણો સંતાપ જેમાં છે, તે તીવ્ર તાપવાળા નરકમાં બહુ વેદનાવાળા સ્થાનમાં પૂર્વે વિષયરાગ ન છોડવાથી, પોતાના કરેલ કર્મના ભારથી પડે છે. ત્યાં વિવિધ વેદના અનુભવે છે. કહ્યું છે–
જેણે વિષયસુખ છોડેલ નથી, સંસાર સમુદ્રના વિલયના મુખ સમ દુ:ખના સમૂહવાળી નરકમાં પડી, ત્યાં ન બુઝાવેલા અગ્નિની જવાળામાં બળે છે. ત્યાં પરમાધામીના પગની વાતોથી છાતી અને મુખમાંથી લોહી ઓકતો તે નારકી જીવ કરવતથી બે ભાગમાં વહેંચાય છે. ચંદ્રમાં ભેદાતા પીડાઈને તેના બરાડાથી દિશાઓ ગાજી ઉઠે છે અને તાપથી બળતાં ફાટતાં માથાના હાડકાંનો સમૂહ ઉછળ છે. તથા
કડાયામાં દૂધની માફક કઢાતાં નાચ્છી જીવો આક્રંદ કરે છે, ત્યારે પૂર્વકૃત દુકૃત્યોનું ફળ ભોગવતા શૂળોથી ભેદાયેલ, ઉંચે ફેંકૈલ ઉર્થકાય સમૂહાદિ દુઃખ સહે છે. ત્યાં ભયંકર શબ્દ, અંધકાર, દુર્ગાનું બંધનાગાર, દુર્ધર કલેશ તથા ભદેલા હાથ, પગમાંથી નીકળતો લોહી અને ચરબીનો મોટો પ્રવાહ વહે છે. ગીધના જેવી ચાંચોલી, નિર્દયતા વડે માથાનો ભાગ ઉખેડતાં [નાકી જીવ] આકંદ કરે છે. તથા તપેલા સાણસા વડે દેઢ પકડીને જીભને ખેંચી કાઢે છે. તીણ અંકુશના અગ્ર ભાગથી ખેંચેલા કાંટાના ઝાડના અગ્ર જેવા જર્જરીત શરીરવાળા ક્ષણમાત્ર પણ સુખ થવું દુર્લભ છે અને દુ:ખ તો સદા ચાલુ છે.
આ પ્રમાણે જુદા જુદા પ્રાણીને મારવામાં તત્પર, સત્યથી ભષ્ટ, પાપસમૂહ એકત્ર કરેલા જીવો આ જગતમાં હોય, તે ભયંકર નરકમાં પડે છે [અને નકમાં ઉપરોક્ત વિવિધ પીડા ભોગવે છે.]
- જે જીવો અતિ નિર્દયપણે રૌદ્રપરિણામથી હિંસામાં પ્રવૃત્ત છે. બે ઇન્દ્રિયાદિ બસ જીવોને તથા પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોને કોઈ મહા મોહોદયવર્તી હણે છે, તથા જે જીવ સ્વશરીર સુખાર્થે વિવિધ ઉપાયો વડે પ્રાણીનું ઉપમર્દન કરે છે તથા પરદ્રવ્યને ચોરનાર એવો અદdહારી છે તથા આત્મના હિતને માટે સેવનીય એવા કંઈ પણ સદનુષ્ઠાન કે સંયમનો અભ્યાસ કરતાં નથી અર્થાત્ પપના ઉદયથી કાગડાના માંસના ત્યાગરૂપ એવા વિરતિ પરિણામ પણ કરતો નથી એવો જીવ નરકમાં ઉત્પન્ન થઈ દુઃખી થાય છે.
- જેનામાં ધૃષ્ટતા છે, તે “પ્રાગભી” છે. ઘણાં પ્રાણીના પ્રાણોને અતિપાત કરવાના સ્વભાવવાળો તે અતિપાતી છે. અર્થાતુ પ્રાણીને મારીને કે ઘાત કરીને જે એમ કહે કે - વેદમાં કહેલી હિંસા હિંસા નથી. રાજાનો આ ધર્મ છે કે શિકારથી વિનોદ ક્રિયા કરે. અથવા માને કે - માંસભક્ષણમાં દોષ નથી, દારુ અને મૈથુનમાં દોષ નથી. આ જીવોની પ્રવૃત્તિ છે - X - ઇત્યાદિ. આ પ્રમાણે કૃર સિંહ કે કાળાનાણ
ઉપર
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મા સ્વભાવથી જ જીવહિંસા કરે છે, કદી હિંસાથી શાંત થતો નથી, ક્રોધાગ્નિથી. બળતો રહે છે. અથવા મત્યાદિ વધ વડે આજીવિકા મેળવતો કે તેમાં લુબ્ધ થઈ સર્વદા વધના પરિણામથી યુક્ત થઈ પ્રાણીને હણે છે, તે સ્વકૃતકર્મ વિપાકથી તે નરકમાં જાય છે.
કોણ ? જે અજ્ઞ છે - રાગદ્વેષનો ઉદયવર્તી છે, તે મરણકાળે નીચે અંધકારમાં જાય છે. તથા પોતાના દુશ્ચત્રિથી નીચું માથું કરીને વિષમ યાતના સ્થાનમાં જાય છે. અર્થાત્ ઉંધે માથે નરકમાં પડે છે.
હવે નરકમાં રહેલ નારકો જે અનુભવે છે, તે બતાવવા કહે છે• સૂત્ર-30૫ :
હણો, છેદો, ભેદો, બાળો.” આવા પરમાધામીના શબ્દો સાંભળીને તે નારકો ભયથી સંજ્ઞાહીન બને છે. વિચારે છે કે કઈ દિશામાં જઈએ ?
• વિવેચન-3૦૫ :
તિચિ કે મનુષ્યભવથી જીવો નરકમાં ઉત્પન્ન થઈને તમુહૂર્તમાં પાંખો કાપી લીધેલા પક્ષીની માફક નવા શરીરો મેળવે છે. પર્યાપ્તિભાવ પ્રાપ્ત કરે ત્યાં પરમાધામીના કરેલા અતિ ભયાનક શબ્દોને સાંભળે છે. જેમકે - મુર્ગાર આદિ વડે હણો, ખગ આદિથી છંદો, શૂલ આદિથી ભેદો, અગ્નિના તણખાથી બાળો. આ પ્રમાણે કાનને અસુખકારી ભયંકર શબ્દોને સાંભળીને તેનારકો ભયથી ઉદ્ભ્રાન્ત લોયનવાળા થઈ, ભયથી ડરીને જેની સંજ્ઞાઅંત:કરણવૃત્તિ નષ્ટ થઈ છે, તેવા નષ્ટસંજ્ઞક, અમે કઈ દિશામાં જઈએ કે જેથી અમને આ મહાઘોર શબ્દોથી ઉત્પન્ન દારુણ દુ:ખમાં રક્ષણ મળે એવી તેઓ આકાંક્ષા કરે છે..
હવે ભયથી દિશાઓમાં નાસતા તે શું અનુભવે ? તે કહે છે – • સૂત્ર-3૦૬ :
પ્રજવલિત અગ્નિની સશિ સમાન, જ્યોતિમય ભૂમિ સમાન નરકભૂમિ ઉપર ચાલતા તેઓ દઝે છે ત્યારે કરુણ રૂદન કરતા ત્યાં ચિક્કાળ રહે છે.
• વિવેચન :
ખેરના ગામના પુંજ, જ્વાલાથી આકુલ તથા અગ્નિથી બળતી એવી ભૂમિની જેને ઉપમા અપાઈ છે, તેવી ''સારસન્નપૂfષ'' પર ચાલતા તે નારકો અતિ બળતાં દીન સ્વરે આક્રંદ કરે છે. ત્યાં બાદર અગ્નિના અભાવે તેવી ઉપમાથી ભૂમિ બતાવી. આ પણ માત્ર જાણવાને કહ્યું છે. બાકી નરકના તાપની ઉપમા અહીંના અગ્નિથી ન થાય. તે નારકો મહાનગરના દાથી અધિક તાપ વડે બળતાં પ્રગટ સ્વરે મહાશબ્દો કરી તે નરકાવાસમાં ઘણો કાળ રહે છે. કેમકે નરકાયુ ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ, જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ રહે છે. - વળી -
-300 - અા જેવી તેજ ધારવાળી દુર્ગમ, વૈતરણી નદી વિશે તમે સાંભળેલ હશે ? બાણોથી છેદતા અને શક્તિથી હણાતા તેઓ દુમિ વૈતરણીમાં પડે છે.