________________
૧/૨/૨/૧૧૯,૧૨૦
23
વિવેચન-૧૧૯,૧૨૦ 1
શ્રુત અને ચાસ્ત્રિ ધર્મનો પાર પામનારો-સિદ્ધાંત પારગામી કે સમ્યક્ ચારિત્ર અનુષ્ઠાયી છે. ચાસ્ત્રિને આશ્રીને કહે છે - સાવધ અનુષ્ઠાનના અભાવરૂપે સ્થિત તે મુનિ છે. જે પાપારંભને નથી છોડતા તે અધર્મી છે. તેઓ મરણ સમયે કે દુઃખ
આવતા શોક કરે છે. અથવા ઇષ્ટ વ્યક્તિના મરણમાં કે ધન નાશ થતાં તે મારા
હતા કે હું તે ધનનો માલિક હતો એમ શોક કરે છે. આવી રીતે વિલાપ કરવા છતાં પોતાના આત્મા સમાન ગણી ગ્રહણ કરેલ પરિગ્રહ-સોનું, ચાંદી આદિ કે ઇષ્ટ સ્વજનાદિ નષ્ટ કે મૃત થતાં પાછા મળતા નથી.
અથવા ધર્મના પારંગ મુનિ આરંભથી દૂર થયેલ હોય, તેને માતા-પિતાદિ મળતા સ્નેહાળુ બનીને તેને પાછો મેળવવા વિલાપ કરે છે, તો પણ તે આત્માર્થી સાધુને ગૃહસ્થપણે બનાવી શકતા નથી. અહીં નાગાર્જુનીયા કહે છે - તે મુનિને આવેલા સાંભલી કેટલાંક સંસારી સમાં તેને ઉત્તમ ધર્મમાં વિઘ્ન કરવા તૈયાર થાય તો પણ પંડિત સાધુ તેમના ફંદામાં ન ફસાય.
આ જ લોકમાં સુવર્ણ, સ્વજનાદિ દુઃખદાયી છે તે વિદ્વાને જાણવું જોઈએ. તે કહે છે - ધન મેળવવામાં દુઃખ, પછી રક્ષણમાં દુઃખ, આવક અને ખર્ચમાં દુઃખ છે આવા દુઃખભાજન ધનને ધિક્કાર છે. વળી કહે છે - નિર્મળ પાણી, કોમળ ઘાસ અને અટવી સમીપ શાંત ઝાડીમાં રહેવાનું છતાં સ્વકુળને છોડીને હાથણીના વશમાં જઈ દુઃખ આવતા શા માટે રડે છે ? કેમકે સ્નેહ એ અનર્થ પરંપરાનું મુખ્ય બંધન છે. આ લોક માફ્ક પરલોકમાં પણ દુઃખ છે, પરિગ્રહ-મમત્વથી બંધાયેલ કર્મથી દુઃખ ભોગવે છે - X • કદાચ ધન-સ્વજન મળી જાય તો પણ તે નાશ થવાના સ્વભાવવાળું છે, એમ જાણીને કયો વિદ્વાન્ ગૃહવાસમાં રહે અથવા ગૃહ પાસમાં બંધાય ? કહ્યું છે કે - સ્ત્રી પરિભવકારા છે, બંધુજન બંધન છે, વિષયો વિષ છે. છતાં લોકોને આ કેવો મોહ છે? શત્રુને મિત્ર માને છે.
• સૂત્ર-૧૨૧,૧૨૨ -
સંસારી સાથેનો પરિચય મહાત્ કીચડ છે, તેમ જાણીને વંદન-પૂજન પ્રાપ્ત થતાં દુરદ્ધર એવા સૂક્ષ્મ શલ્યરૂપ ગર્વ ન કરતા તે વિદ્વાનૢ મુનિ ગૃહસ્થ પસ્ચિયનો ત્યાગ કરે...સાધુ એકલા વિચરે, એકલા કાર્યોત્સર્ગ કરે, એકલા શય્યા સેવે અને ધર્મધ્યાન કરે, તપમાં પરાક્રમ કરે તેમજ મન-વચનનું ગોપન કરે. • વિવેચન-૧૨૧,૧૨૨ -
સંસારીઓને દુઃખથી ત્યજાય તેવા હોવાથી મહાન અથવા સંરંભથી પરિગોપણ થાય તે પરિગોપ-દ્રવ્યથી કાદવ આદિ અને ભાવથી રાગ છે. તેનું સ્વરૂપ કે વિપાક જાણીને જે દીક્ષા લે, તેને રાજા આદિ કાયા વડે વંદન અને વસ્ત્ર, પાત્રાદિથી પૂજન કરે તો પણ આ લોકમાં કે ભગવંતની આજ્ઞામાં રહેલ મુનિ તેને કર્મ ઉપશમનું ફળ છે તેમ જાણી ગર્વ ન કરે. કેમકે ગર્વ એ સૂક્ષ્મ શલ્ય છે, જે દુઃખેથી ઉદ્ધરી શકાય છે. માટે સત્-અસત્ વિવેકનો જ્ઞાતા ગૃહસ્થના પરિચયનો ત્યાગ કરે.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
અહીં નાગાર્જુનીયા કહે છે કે - સ્વાધ્યાય, ધ્યાન તત્પર, એકાંતસ્પૃહા રહિત સાધુને જે બીજા વડે વંદન, પૂજનાદિ થાય તે સદનુષ્ઠાન કે સુગતિમાં મહાન્ વિઘ્ન છે - x - તે જાણીને તથા સૂક્ષ્મ શલ્ય દુરુદ્ધર હોવાથી તેને પણ પંડિત સાધુ દૂર કરે. તે દૂર કરવાનો ઉપાય બતાવે છે
૮૪
એકલા-દ્રવ્યથી એકલવિહારી, ભાવથી રાગદ્વેષરહિત થઈ વિચરે. તથા એકલા
જ કાયોત્સર્ગ કરે, રાગદ્વેષરહિત થઈ આસને બેસે - સુવે, ધર્મધ્યાનાદિ યુક્ત રહે અર્થાત્ બધી અવસ્થામાં - ચારિત્રપાલન, સ્થાન, આસન, શયનાદિમાં રાગદ્વેષરહિત
સમતાવાળો જ થાય. તથા ભિક્ષાથી નિર્વાહ કરનાર તથા યયાશક્તિ તપ કરનારો
થાય. સારી રીતે વિચારીને બોલનારો તથા [અધ્યાત્મ] મન વડે સંવૃત્ત ભિક્ષુ થાય.
- વળી -
- સૂત્ર-૧૨૩,૧૨૪ --
સાધુ શૂન્ય ઘરનું દ્વાર ન ખોલે, ન બંધ કરે, કોઈ પૂછે તો ઉત્તર આપે નહીં, ઘરનું પરિમાર્જન ન કરે, ન તૃણ સંથારો કરે...જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં રોકાઈ જાય, સમ-વિષમ પરીષહો સહન કરે. ત્યાં રહેલ મુનિ “ચક કે ભૈરવ' કે “સરીસૃપ” [ના પરીષહ સહન કરતા] ત્યાં જ રહે.
• વિવેચન-૧૨૩,૧૨૪ :
કોઈ સાધુ શયનાદિ નિમિત્તે શૂન્યગૃહમાં રહે તો ત્યાં બારણાને ન ખોલે - ન બંધ કરે - ન હલાવે. ત્યાં રહેતા કે બીજે સ્થાને, કોઈ ધર્મ કે માર્ગ પૂછે તો સાવધ ભાષા ન બોલે અને આભિગ્રહિક જિનકલ્પિકાદિ નિરવધ ભાષા પણ ન બોલે. તૃણ કે કચરો બહાર ન કાઢે, આભિગ્રહિક હોય તો સૂવા માટે ઘાસનો સંથારો પણ ન કરે, તો કંબલાદિની વાત જ ક્યાં રહી? બીજા સાધુ પોલું ઘાસ પણ ન પાથરે.
વિહાર કરતા જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં જ કાયાત્સર્ગે રહે. સમુદ્રમાંથી મગર આદિ ઉપસર્ગ કરે તો આકૂળ ન થાય, અનુકૂળ-પ્રતિકૂળ શયન, આસન હોય તો યથાવસ્થિત સંસાર સ્વભાવ જાણનાર મુનિ તેને રાગદ્વેષરહિત થઈ સહન કરે. તે શૂન્યગૃહાદિમાં રહેલ સાધુ દેશમશકાદિ કે સિંહાર્દિ કે સરીસૃપ હોય તો તેના ઉપસર્ગો પણ સારી રીતે સહન કરે. હવે ત્રણ પ્રકારના ઉપરાર્ગો સહન કરવાનું બતાવે છે– • સૂત્ર-૧૨૫,૧૨૬ ઃ
શૂન્યગૃહમાં સ્થિત મહામુનિ તિર્યંચ, મનુષ્ય, દેવસંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે, પણ ભયથી રોમાંચિત ન થાય...તે ભિક્ષુ જીવનની આકાંક્ષા ન કરે, પૂજનનો પ્રાર્થી ન બને. શૂન્યગૃહમાં રહેતા ભિક્ષુ ભયંકર ઉપસર્ગ સહન કરવાને અભ્યસ્ત થઈ જાય છે.
♦ વિવેચન-૧૨૫,૧૨૬ :
સિંહ, વાઘ આદિ તિર્યંચ, મનુષ્યકૃત્, અનુકૂળ-પ્રતિકૂળ અર્થાત્ સત્કાર પુરસ્કાર-દંડ શાતનાદિ જનિત, વ્યંતરાદિ એ હાસ્ય-દ્વેષથી કરેલ એ ત્રણે પ્રકારના ઉપસર્ગો સાધુ નિર્વિકારપણે સહે, તે બતાવે છે - ભયથી રુંવાડું પણ ન ફરકે અથવા