________________
૧/૨/૧૧૩,૧૧૪
૮૨
કરવો તે બતાવે છે
સમભાવયુક્ત સામાયિક આદિમાં સંયમ કે સંચમસ્થાનમાં છમાંના કોઈપણ સ્થાનમાં રહેલા કે છેદોષસ્થાનીયાદિમાં પોતે રહે તે બતાવે છે - સમ્યક્ શુદ્ધિમાં કે સ્વયં સભ્ય શુદ્ધ તપસ્વી લજ્જામદના ત્યાગથી કે સમાન મનવાળા થઈ સંયમમાં ઉધમ કરે - કેટલો કાળ ? –
જેમ દેવદત, યજ્ઞદd, કથા મુજબ. જ્ઞાનાદિ કે શુભ અધ્યવસાય વડે સમાહિત કે સમાધિયુક્ત, રાગદ્વેષાદિરહિત અથવા મુનિગમનની યોગ્યતા વડે ભવ્ય બનીને પંડિત સાધુ સદ્રસિદ્ગા વિવેકથી ભૂષિત બની -x• મરણ પર્યત લજ્જામદ ત્યાગ કરીને સંયમાનુષ્ઠાનમાં પ્રવર્તે - શું આલંબીને આ કરવું ? - તે કહે છે
• સૂત્ર-૧૧૫,૧૧૬ -
મોક્ષને જાણનાર મુનિ જીવના અતીત, અનાગત વિચારીને -મદ ધારણ ન કરે કઠોર વચનોથી આહત થાય તો પણ સમતા રાખે.
પ્રજ્ઞાવાન મુનિ સદા કષાયોને જીતે, સૂક્ષ્મદર્શ જ્ઞાની કદી કોધ કે માન ન કરે પણ અવિરાધક રહે.
• વિવેચન :
દૂર એટલે મોક્ષ, તેને જોઈને અથવા દૂર એટલે દીર્ધકાળ, તેને વિચારીને કાલ ત્રણને જાણનારો મુનિ અતીત ધર્મ એટલે જીવનો ઉચ્ચ-નીચ સ્થાનમાં જવાનો સ્વભાવ. અનામતધર્મ-ભાવિ ગતિ, તેને વિચારીને લજ્જા અને મદ ન કરે. તથા તે મુનિને દંડથી મારે કે કડવા વચન કહે કે ખંધકકષિના શિષ્યોની જેમ મારે, તો પણ સંયમમાં કહેલા માર્ગે જાય અથવા પાઠાંતરથી સમતાભાવે સદ્ધ કરે.
બીજી રીતે ઉપદેશ આપતા કહે છે
પ્રજ્ઞામાં પૂર્ણ તે પટપડ, પાઠાંતરથી પ્રશ્નનો ઉત્તર દેવામાં સમર્થ, તે સર્વકાળા કષાયોને જીતે તથા સમતા વડે અહિંસાદિ લક્ષણ ધર્મ કહે. તથા સૂક્ષ્મ સંયમમાં પણ જે ક્રિયા હોય તેમાં અવિરાધક રહે અને બીજાથી હણાતા કે પૂજાતા તે ક્રોધી કે માની ન થાય તે જ માહણ-સાધુ છે.
• સૂઝ-૧૧૭,૧૧૮ -
ઘણાં લોકો દ્વારા નમનમાં જે સર્વ અર્થોથી અનિશ્ચિત છે, સરોવરની જેમ સદા સ્વચ્છ છે તે [કાચN] અરિહંતનો ધમતિ પ્રકાશિત કરે.
સંસારમાં ઘણાં પ્રાણીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં સ્થિત છે. તે દરેકને સમભાવથી જોનાર, સંયમમાં સ્થિત પંડિત પર તેઓની હિંસાથી અટકે.
• વિવેચન-૧૧૭,૧૧૮ -
ઘણાં માણસોને પોતા તરફ નમાવે કે તેઓ નમે તે “બહુજન નમન ધર્મ' છે તે ધર્મને ઘણાં લોકોએ પોત-પોતાના આશયો વડે પોતે માનેલા તવોની પ્રશંસા કરે છે. [રાંત રાજગૃહીમાં શ્રેણિક રાજા હતો. તેને પોતાના ચતુર્વિધ બુદ્ધિપ્રધાન પુત્ર સાથે વાતો થતી. કોઈ વખતે વાત થઈ કે આ લોકમાં ધર્મી વધારે કે અધર્મી ? [3/6]
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પર્ષદા બોલી કે અહીં અધર્મી ઘણાં છે, ધર્મ તો સો માં એકાદ કરતો હશે. ત્યારે અભયકુમારે કહ્યું કે - પ્રાયઃ બધાં લોકો ધર્મી છે, છતાં શંકા હોય તો પરીક્ષા કરો. • x• ત્યારે અભયકુમારે એક ધોળો - એક કાળો, બે મહેલ બનાવ્યા. દાંડી પીટાવી કે ધર્માએ પૂજાનો સામાન લઈ ધોળા મહેલે જવું, અધર્મીએ કાળા મહેલમાં જવું. બધાં ધોળા મહેલે પ્રવેશ્યા.
- અભયકુમારે તેમને પૂછયું કે તમે કઈ રીતે ધાર્મિક છો? હું ખેડૂત છું. અનેક પક્ષી મારા ખેતરના દાણા ખાય છે, વળી હું દાન આપું છું. બીજાએ કહ્યું કે હું બ્રાહાણ છે. પકર્મ કરું છું, ઘણાં શૌચ-સ્નાનપૂર્વક પિતૃઓને તર્પણ કરું છું. ઇત્યાદિ - X - X - દરેકે પોતાની રીતે સ્વ-સ્વ કૃત્યને ધર્મમાં નિયોજ્યો. બીજી તરફ કાળા મહેલમાં બે શ્રાવકોને જોયા. તેમને પૂછ્યું તમે શું અધર્મ કયોં? એક કહે મેં મધપાન કરેલ, બીજો કહે હું જૂઠું બોલેલ. માટે પરમાર્થથી તો સાધુ જ ધાર્મિક છે, જે સ્વીકારેલી પ્રતિજ્ઞાના પાલનમાં સમર્થ છે, અમે તો મનુષ્ય જન્મ પામી, જૈનશાસન પામીને પણ લીધેલ નિયમ પાળી ન શક્યા માટે અમે અધર્મી છીએ. અધમાધમ છીએ માટે કાળા મહેલમાં આવ્યા છીએ. * * * * * * * ઇત્યાદિ - X - ઉત્તર આપ્યો.
આ પ્રમાણે બધાં પોતાને ધાર્મિક માનીને ધર્મી બનતા “બહુજન નમન ધર્મ'' એમ કહ્યું. તેમાં સમાધિવાળા બનીને સાધુ પુરુષે બાહ્ય અત્યંતર ધન-ધાન્ય-સ્ત્રીમમત્વ આદિમાં અપ્રતિબદ્ધ થઈ ધર્મને પ્રકાશવો. તેને માટે એક ટાંત આપે છે - જેમ સ્વચ્છ પાણીથી ભરેલા કુંડમાં અનેક જળચરો દોડાદોડ કરે, તો પણ તે અનાળ-અમલિન રહે, તેમ સાધુ ક્ષાંતિ આદિ લક્ષણ ધર્મ પ્રગટ કરે અથવા તીર્થંકર કહેલ ધર્મ પ્રકાશે અને અનેક કષ્ટો વચ્ચે પણ અનાકુળ-અમલિન રહે.]
હવે બહુજન નમન યોગ્ય ધર્મમાં રહીને કેવો ધર્મ પ્રરૂપે તે કહે છે - અથવા બીજી રીતે ઉપદેશ આપે છે
દશ પ્રકારના પ્રાણોને આશ્રીને જીવનું અભેદપણું હોવા છતાં પ્રાણીઓમાં અનેક ભેદો છે, તે કહે છે - પૃથ્વીકાય આદિ ભેદે, તેમાં સૂમ-બાંદર, પતિઅપતિ અથવા નકાદિ ચારે ગતિથી સંસારમાં રહેલા છે તે ભિન્ન ભિન્ન પ્રત્યેક જીવો પ્રત્યે સમતા-દુ:ખનો હેપ અને સુખ પિયત્વ-જોઈને અથવા માધ્યસ્થતા ધરીને સંયમમાં રહેલ તે સાધુ અનેક ભેદ ભિન્ન પ્રાણીગણમાં દુ:ખનો દ્વેષ અને સુખની ઇચ્છા સમજીને જીવ હત્યાથી વિરતિ કરે. તે પાપ અનુષ્ઠાનથી દૂર રહેનાર એટલે પંડિત છે - વળી -
• સૂત્ર-૧૧૯,૧૨૦ :
ધમના પગામી તથા આરંભથી દૂર રહેનાર છે મુનિ છે. પણ મમત્વયુકત પર શોક કરે છે છતાં પોતા માટે પરિગ્રહ પ્રાપ્ત કરી શકતા નથી. - પરિગ્રહ આ લોક અને પરલોક બંનેમાં દુઃખદાયી છે, તે વિદdaણ ધર્મ છે, એવું જાણીને કયો વિવેકી ગૃહવાસમાં રહે?