________________
૧૫૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
૨/૨/-/૬૩૩
૧૫૫ ભવપાંચમાં પડીને મહાકટના ભાગી બનશે નહીં. તેઓ ઘણાં દંડન-મુંડન વાવત દુઃખ દૌમનસ્યના ભાગી નહીં થાય. અનાદિ-અનંત, દીર્ધકાલિક, ચતુરંત સંસાર કાંતામાં વારંવાર પરિભ્રમણ નહીં કરે, તેઓ સિદ્ધ થશે યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે.
• વિવેચન-૬૭૩ -
બોલવામાં ચાલાક તે પાવાદક [વાદી], તેઓ ૩૬૩-ભેદ વાળા છે, પોતાના ધર્મના આદિકર છે, તે અને તેઓના શિષ્યો બધાં જુદા જુઘ જ્ઞાનવાળા છે. આરક્ષર એટલે સ્વરુચિથી ધર્મ બતાવનારા છે, અનાદિના પ્રવાહવાળા નથી. - પ્રશ્ન - અરિહંતોને પણ આદિકર કહ્યા છે. તેનું શું? - ઉત્તર - સત્ય છે, પણ અનાદિ હેતુની પરંપરાથી અનાદિવ જ છે. અન્યધર્મીઓ સર્વજ્ઞપણીત આગમનો આશ્રય ન લેવાથી બધાની મતિ અસમાન છે, તેથી તેમના જ્ઞાનમાં ભિન્નતા છે. તેથી તેમના અભિપ્રાયોમાં પણ ભિન્નતા છે. કેમકે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુમાં સાંખ્યમતવાળા પ્રગટ અને ગુપ્ત ભાવનો આશ્રય લઈને મુખ્ય પદાર્થને સત્યપણે માનીને તેઓએ નિત્ય પક્ષ સ્વીકાર્યો, શાક્યોને - x •x - ક્ષણિવાદ સ્વીકાર્યો, તેથી અનિત્ય પક્ષ માન્યો. તૈયાયિક, વૈશેષિકે • x • એકાંત નિત્ય - x • એકાંત અનિત્ય બંને માન્યા • x • ઇત્યાદિ.
તે અન્યતીર્થિકો વિવિઘ શીલ-વ્રતવાળા હોવાથી તેમના અનુભવો ભિન્ન છે, તે રીતે તેમના દર્શન (મત] માં, રુચિમાં અને અધ્યવસાય-અંતઃકરણ પ્રવૃત્તિમાં પણ ભેદ છે. અહિંસા જે ધર્મનું પ્રઘાન અંગ છે, તે તેમના અભિપ્રાય ભેદને કારણે એક સમાન નથી, સૂકાર તેનું પ્રાધાન્ય દર્શાવવા કહે છે - તે સર્વે વાદીઓ પોતાના મતનું સ્થાપન કરવા એક પ્રદેશમાં મંડલીંબંધરૂપે બેઠા છે.
આવી મંડળી પાસે કોઈ પુરુષ જઈને તેમને બોધ કરાવવા માટે બળતા અંગારાની ભરેલી લોઢાની પાકીને લોઢાની સાણસીથી પકડીને તેમની સામે મૂડીને કહે છે - ઓ વાદીઓ ! x - આ અંગારા ભરેલું પણ એકૈક મુહર્ત ઉપાડો. તેને સાણસાથી ન પકડશો, અગ્નિનું સ્તંભન ન કરશો. તમારા સાધર્મિક કે અન્યધર્મને અગ્નિદાહ ઉપશમન માટે મદદ ન કરશો. માયા ન કરીને હાથ પસારી, તેઓ હાથ પસારે, ત્યારે આ પુરુષ તેમના હાથમાં તે પાત્રી મૂકે ત્યારે દઝવાના ભયે તેઓ હાથ પાછો ખેંચી લેશે. ત્યારે આ પુરુષ તેઓને કહેશે કે - તમે તમારા હાથ કેમ પાછા ખેંચી લો છો ? તેઓ કહેશે કે દઝવાના ભયે.
તેનો પરમાર્થ એ છે કે • અવશ્ય અગ્નિથી દઝવાના ભયે કોઈ અગ્નિ પાસે હાથ ન લઈ જાય, તિ વાદીને પૂછો કે હાય દઝે તો તમને શું થાય? - દુઃખ થાય. જો તમે દાહના દુ:ખથી ડરો છો અને સુખ ઇચ્છો છો, તેમ સંસારમાં રહેલાં બધાં પ્રાણીઓ પણ એમ જ ઇચ્છે છે ત્યાં આત્મતુલ્ય ગણી વિચારો કે જેમ મને દુ:ખ પ્રિય નથી તેમ બધાં પ્રાણીને દુઃખ પિય નથી. આવે સમજીને અહિંસાને ધર્મમાં પ્રધાન માનવી. આ જ પ્રમાણ-યુક્તિ છે - સર્વ જીવોને પોતા સમાન માને તે પંડિત.
આ જ સમવસરણ-ધર્મ વિચાર છે કે જયાં સંપૂર્ણ અહિંસા છે તે જ પરમાર્થથી
ધર્મ છે આ પ્રમાણે જાણવા છતાં કેટલાંક શ્રમણ, બ્રાહ્મણો પરમાર્થને જાણતા નથી, તેઓ બોલે છે, બીજાને ઠસાવે છે, તથા આવા ધર્મની પ્રજ્ઞાપના કરે છે, પ્રાણીને પીડા કરવાના પ્રકારો વડે ધર્મ બતાવે છે કે - સર્વે પ્રાણીને દંડ આદિ વડે હણવા, પરિતાપવા, ધમને માટે કોશ ચલાવવા તથા શ્રાદ્ધ કાર્ય કરવા •x માટે બસ્ત આદિ લાવવા, એ રીતે જે શ્રમણાદિ પ્રાણી-હિંસક ભાષા બોલે છે તેઓ ભવિષ્યકાળ ઘણાં જીવોના શરીર છેદન-ભેદનનો ઉપદેશ કરશે તથા તે સાવધભાષી થઈ ભવિષ્યમાં ઘણાં જન્મ-મરણાદિ પામશે.
તથા અનેક વખત ગર્ભમાં ઉત્પન્ન થઈ યોનિ દ્વારા જન્મવું પડશે. તથા સંસારના પ્રપંચમાં - x • ઉચ્ચ ગોગ વમીને, નીચ ગોત્ર કલંક ભાવવાળા થાય છે. અને ભવિષ્યમાં થશે. તથા તેઓને દંડાદિ વડે ઘણાં શરીર સંબંધી દુ:ખો ભોગવવા પડશે તે કહે છે - દંડ આદિ માર વડે શારીરિક દુ:ખ, તથા તે નિર્વિવેકીને માતૃવધાદિ માનસિક દુ:ખો તથા બીજા-અપ્રિયનો સંયોગ, પ્રિયનો વિયોગ, ધનનાશ આદિ દુ:ખદૌર્મનસ્યનો ભાગી જાય છે. વધુ કેટલું કહેવું?
ઉપસંહાર કરતા અતિ ભારે અનર્થ સંબંધને દર્શાવવા કહે છે - જેની આદિ નથી તે અનાદિ એટલે સંસાર. - X - X - જેનો છેડો નથી તે અપર્યત - X - X - આવા અનાદિ અપર્યા, દીર્ધ-અનંત જુગલ પરાવર્તરૂપ કાળની સ્થિતિ. જેની ચાર ગતિ છે તે ચાતુગતિક. તેવા સંસારરૂપી અટવીમાં - નિર્જળ, ભયયુક્ત-પ્રાણરહિત અરણપ્રદેશ તે કાંતાર, આવા સંસાર કાંતારમાં વારંવાર પરાવર્તન થતા તેમાં જ ભમતો રહેશે. તેથી કહે છે - જે કારણથી તે પ્રાણીના હણનારા, કોઈ એવા સાવધ ઉપદેશથી • x - ઓશિકાદિ આહાર-પરિભોગની અનુજ્ઞાથી એમ જાણવું કે તે કપાવયનિકો લોકના અગ્રભાગ રૂપે-મોક્ષને પ્રાપ્ત કરશે નહીં તથા તેઓ સર્વ પદાર્થોને જાણવારૂપ કેવળજ્ઞાન પામશે નહીં, આના દ્વારા જ્ઞાનાતિશયનો અભાવ દશવ્યિો. તથા આઠ પ્રકારના કર્મોથી મુક્ત થતા નથી. એના દ્વારા અસિદ્ધિ-અકૈવવાનું કારણ કહ્યું. પરિનિર્વાણ-આનંદ, સુખની પ્રાપ્તિ તેને ન પામે. એના દ્વારા સુખાતિશયનો અભાવ દર્શાવ્યો તથા તેઓ શરીર-મનના દુ:ખોનો આત્યંતિક અંત કરી શકે નહીં, એના દ્વારા અપાય અતિશયનો અભાવ દર્શાવ્યો.
આ રીતે વિચારવું કે જેમ સાવધાનુષ્ઠાન પરાયણ, સાવધભાષી કુપાવચનિકા મોક્ષે જતાં નથી, તેમ સ્વયુચના જૈનસાધુ પણ શિકાદિ પરિભોગથી મોક્ષે જતા નથી. તેનું પ્રમાણ પ્રત્યક્ષ-અનુમાન આદિ છે. જેમકે પ્રત્યક્ષ પ્રમાણ-જીવહિંસા કરનાર, ચોર આદિ બંધનથી મુકત થતો નથી. તેમ બીજા પણ દુઃખી થાય છે. અનુમાનાદિ પણ એ રીતે વિચારવું. તથા આ જ સમવસરણ-આગમ વિચારરૂપ છે. તે પ્રત્યેક જીવને આશ્રીને ઘટાવવું, દરેક મતવાળાએ સમજવું અને બીજાને સમજાવવું કે હિંસા કરવાથી દુ:ખ પામશે.
જેઓ તત્વના જાણકાર છે, તેઓ પોતાના આત્માતુલ્ય સર્વે જીવોને માનીને અહિંસા પાલન કરતા આ પ્રમાણે બોલે છે કે - બધાં જીવો દુ:ખના હેપી અને સુખની