________________
૨/૨/-૬૭૨
૧૫૩
સ્થાનમાં સમાઈ જાય છે. કેમકે જે ઉપશાંત સ્થાન તે ધર્મપાસ્થાન છે અને અનુપશાંત સ્થાન તે અધર્મ પક્ષસ્થાન છે. તેમાં જે અધર્મપક્ષ પ્રથમ સ્થાન છે, તેમાં ૩૬૩વાદીઓ છે, તેમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. તેને સામાન્યથી દશવિ છે :- ક્રિયા-જ્ઞાનાદિલિત એકલી ક્રિયાથી સ્વર્ગ તથા મોક્ષ મળે તેમ કહેનારા તે કિયાવાદી. તે ફક્ત દીક્ષાથી મોક્ષ મળે છે, તેમ કહે છે, તેના ઘણાં જ ભેદો છે. તથા અક્રિયાવાદી કહે છે - કિયા વિના જ પરલોક સાધી શકાય છે. અજ્ઞાનવાદી કહે છે - અજ્ઞાન જ શ્રેષ્ઠ છે. વિનયવાદી કહે છે - વિનય જ પરલોક સાધવા માટેનું પ્રધાન કારણ છે.
અહીં સર્વત્ર છઠી બહુવચનથી એવું જણાવે છે કે - ક્રિયાવાદીના ૧૮૦-ભેદ, અક્રિયાવાદીના-૮૪, અજ્ઞાનીના-૬૭, વિનયવાદીના-૩૨ ભેદ છે. તેમાં આ બધાં મૂળ ઉત્પાદકો તથા તેમના શિષ્યો બોલવામાં વાચાળ હોવાથી વાદી કહ્યા છે. તેઓનું ભેદ સંખ્યાદિ જ્ઞાન આચારાંગથી જાણવું.
તે બધાં જૈનધર્મ માફક મોક્ષ માનેલ છે. બાકીના રાગ-દ્વેષાદિ દ્વદ્ધ શાંત થવાથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શના સ્વભાવથી દૂરપરમાર્થ સ્થાન “બ્રહ્મપદ' નામક અબાધારૂપ પરમાનંદ સુખ સ્વરૂપ કહ્યું છે-તથા તે વાદીઓ પણ સંસારબંધનથી છૂટવા રૂપ મોક્ષને માને છે. નિરૂપાધિરૂપ કાર્યને નિર્વાણ કહે છે. તેનાથી મોક્ષનું કારણ ઉપાધિક કહ્યું.
હવે જેઓ આત્મા નથી માનતા, જ્ઞાનસંતતિવાદી છે, સંસારના નિબંધનરૂપ કર્મસંતતિના અભાવે મોક્ષાનો વિચ્છેદ થાય છે, તો પણ તેઓ માને છે કે ઉપાદાન કારણના ક્ષયથી અને નવું ન ઉત્પન્ન થતાં સંતતિ છેદ થાય તે જ મોક્ષ છે. જેમ તેલ વાટને પહોંચે ત્યાં સુધી દીવો બળે, પણ તેના અભાવે દીવો બુઝાય તેમ નિવણ છે. તેઓ કહે છે - જ્ઞાનસંતાન કે ક્ષણ પપ્પાને કંઈ થતું નથી. ફક્ત ન થવું એ મોક્ષ છે. જૈનાચાર્ય કહે છે - તેમનું આમ કહેવું એ મહામોહોદય છે
કર્મ છે, તેનું ફળ છે, પણ તે કર્મના કત કે ભોક્તાને માનતા નથી. આ રીતે આભા ન માનવા છતાં સંસાર અને મોક્ષને માને છે આ તેમની બુદ્ધિનું કેવું અંધપણું છે ? સાંખ્યમતવાળા કહે છે પ્રકૃતિના વિકારનો વિયોગ તે જ મોક્ષ છે. ઇત્યાદિ - X - X -
આ પ્રમાણે તૈયાયિક, વૈશેષિકાદિ સંસારનો અભાવ ઇચ્છવા છતાં મુક્ત થતાં નથી કેમકે તેઓ સમ્યગદર્શનાદિને માનતા નથી. અહીં તેમના મત સંબંધી શંકાસમાન વૃત્તિમાં આપેલા છે, પણ તે અમારું કાર્યક્ષેત્ર ન હોવાથી નોંધ્યા નથી, મw “મોdedી મયિતા એ પ્રસ્તુત ટીકાનો વિષય હોવાથી તેને નોંધેલ છે.)
આ રીતે - X• તૈયાયિક, વૈશેષિક, “x- શાક્યો -x• સાંખ્યો -x - વૈદિકો • x • આદિ • x • અહિંસાને મોક્ષના મુખ્ય અંગપણે માનતા નથી, તે વાત હવે ખુલાસાથી કહે છે—
• સૂત્ર-૬93 :
તે બધાં પાવાદુકો - વાદીઓ [વ-સ્વ] ધર્મના આદિકર છે, વિવિધ પ્રકારની બુદ્ધિ-અભિપાય-શીલ-દૈષ્ટિ-રુચિ-આરંભ અને અધ્યવસાય યુક્ત છે.
૧૫૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ તેઓ એક મોટા મંડલીબંધ સ્થાનમાં ભેગા થઈને રહ્યા હોય, ત્યાં કોઈ પુરુષ આગના અંગારાથી પૂર્ણ ભરેલ પત્રને લોઢાની સાણસીથી પકડીને લાવે અને તે વિવિધ પ્રકારની પ્રજ્ઞા યાવતુ વિવિધ પ્રકારના આદધ્યવસાય યુકત [પોતપોતાના ધર્મના આદિકર વાદીને આ પ્રમાણે કહે કે - હે પાવાદુકો. તમે આ ભળતાં અંગારાવાળું પાત્ર એક-એક મુહૂર્ત હાથમાં પકડી રાખો, સાણસી હાથમાં ન લેશો, આગને બુઝાવશો નહીં કે ઓછી ન કરશો, સાધર્મિકો અને પરધર્મીઓની વૈયાવચ્ચ કરશો નહીં [અર્થાત તેમની સેવા લેશો નહીં, પરંતુ સરળ અને મોક્ષારાધક બનીને, માયા કર્યા વિના તમારા હાથ ધસારો.
આમ કહીને તે પુરુષ આગના અંગારોથી પુરી ભરેલી પામીને લોઢાની સાણસીથી પકડીને તે પાવાદુકો-વાદીના હાથ પર રાખે. તે સમયે તે [પોતપોતાના ધર્મના આદિર પાવાદુકો યાવત વિવિધ પ્રકારની પ્રજ્ઞા યાવત વિવિધ અધ્યવસાયયુકત છે, તેઓ પોતાના હાથ પાછા ખેંચી લેશે. ત્યારે તે પુરુષ તે સર્વે પાવાદુકો કે જે ધર્મના આદિ# ચાવતું વિવિધ અધ્યવસાયોથી યુક્ત છે, તેમને આ પ્રમાણે કહેશે - અરે ઓ પાવાદુકો. ધર્મના આદિકર વાવ વિવિધ એવા અધ્યવસાયથી યુકતો તમે તમારા હાથ પાછા કેમ ખેચો છો? હાથ ન દો તે માટેn tછે તો શું થાય? દુ:ખ થશે તેમ માની હાથ પાછા ખેંચો છો? આ જ વાત બધાં પ્રાણી માટે સમાન છે, પ્રમાણ છે, સમોસરણ છે. આ જ વાત પ્રત્યેકને માટે તુલ્ય, પ્રત્યેકને માટે પ્રમાણ અને આને જ પ્રત્યેકને માટે સમોસરણસરરૂપ સમજે.
તેથી જે શ્રમણ, માહણ આ પ્રમાણે કહે છે યાવતું પરૂપે છે કે - સર્વે પાણી યાવતું સર્વે સવોને હણવા જોઈએ, આજ્ઞાપિત કરવા જોઈએ, ગ્રહણ કરવા જોઈએ, પરિતાપવાન્કલેશિત કરવા - ઉપદ્રવિત કરવા જોઈએ. તેઓ ભવિષ્યમાં છેદન-ભેદન પામશે યાવતું ભવિષ્યમાં જન્મ-જરા-મરણ-યોનિભમણ, ફરી સંસારમાં જન્મ-ગભવાય-ભવપપંચમાં પડી મહાકટના ભાગી બનશે. તેમજ તેઓ
- ઘણાં જ દંડન-મુંડન-dજી-તાડન-દુબંધન-જાવ4-ધોલણની ભાગી થશે, તેમજ માતા-પિતા-ભાઈ-બહેન-૫ની-પુત્ર-પુત્રી-પુત્રવધૂના મરણનું દુ:ખ ભોગવશે. તેઓ દારિદ્ધ, દૌભગ્ય, પિય સાથે સંવાસ, પિયનો વિયોગ અને ઘણાં દુ:ખ-દૌમનસ્યના ભાગી થશે. તેઓ આદિ-અંત રહિત-દીર્ધકાલિક-ચતુગતિક સંસાર કાંતારમાં વારંવાર પરિભ્રમણ કરશે, તેઓ સિદ્ધિ નહીં પામે, બોધ નહીં પામે રાવત સર્વ દુઃખોનો અંત નહીં કરે. [કથન બધાં માટે તુલ્ય, પ્રમાણ અને સારભૂત છે. પ્રત્યેક માટે તુલ્ય-પ્રમાણસારભૂત છે.
તેમાં જે શ્રમણ, માહણ એમ કહે છે - યાવત : પરૂપે છે કે - સર્વે પાણી, સર્વે ભૂત, સર્વે જીવ, સર્વે સવોને હણવા નહીં, આજ્ઞામાં ન રાખવા, ગ્રહણ ન કરવા, ઉપદ્રવિત ન કરવા [ પ્રમાણે કહેનારા ધર્મી] ભવિષ્યમાં છેદન-ભેદનયાવ4-જન્મ, જરા, મરણ, યોનિભ્રમણ, સંસામાં ફરી આગમન, ગભવિાસ,