________________
૨/૨/-/૬૭૩
ઇચ્છાવાળા છે, માટે તેમને હણવા નહીં ઇત્યાદિ. તેમને પૂર્વોક્ત દંડન આદિ ભોગવવા ન પડે. યાવત્ તેઓને સંસાર કાંતારમાં ભટકવું પડતું નથી. આ રીતે ક્રિયાસ્થાનો કહ્યા. હવે ઉપસંહાર કરવા માટે પૂર્વોક્ત કથન સંક્ષેપમાં કહે છે– • સૂત્ર-૬૭૪ -
આ બાર ક્રિયાસ્થાનોમાં વર્તતા જીવો સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિર્વાણ યાવત્ સર્વ દુઃખનો અંત કર્યો નથી - કરતા નથી - કરશે નહીં. પરંતુ આ તેરમાં ક્રિયાસ્થાનમાં વર્તતા જીવો અતીત-વર્તમાન કે અનાગતમાં સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિર્વાણ પામે છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. એ રીતે તે ભિક્ષુ આત્માર્થી, આત્મહિતકર, આત્મગુપ્ત, આત્મયોગી, આત્મપરાક્રમી, આત્મરક્ષક, આત્માનુકંપક, આત્મનિÈટક, આત્મા દ્વારા જ સમસ્ત પાપોથી નિવૃત્ત થાય છે, - તેમ હું કહું છું.
• વિવેચન-૬૭૪ :
આ બાર ક્રિયાસ્થાનોમાં અનુપશમરૂપ - અધર્મપક્ષ ગણેલ છે. તેથી તેમાં વર્તતા જીવો પૂર્વ કાળે સિદ્ધ થયા નથી, વર્તમાનમાં થતા નથી અને ભાવિમાં થશે નહીં. તથા બોધ પામ્યા નથી, પામતા નથી - પામશે નહીં, મુક્ત થયા નથી - થતા નથી - થશે નહીં, નિર્વાણ પામ્યા નથી - પામતા નથી - પામશે નહીં, દુઃખોનો અંત
કર્યો નથી - કરતા નથી - કરશે નહીં.
૧૫૩
હવે તેરમું ક્રિયાસ્થાન ધર્મપક્ષ' કહે છે. આ તેરમાં ક્રિયાસ્થાનમાં વર્તતા જીવો મોક્ષે ગયા છે - જાય છે - જશે ચાવત્ સર્વ દુઃખોનો અંત કર્યો છે - કરે છે કરશે. જે ભિક્ષુ પૌંડરીક અધ્યયનમાં કહ્યો છે તે બાર ક્રિયાસ્થાન વર્જક, અધર્મપક્ષઅનુપશમનો ત્યાગી, ધર્મપક્ષે સ્થિતઆત્મા વડે કે આત્માથી ઉપશાંત થયેલો તે. જે બીજા અપાયોથી આત્માને રક્ષે છે તે આત્માર્થી-આત્મવાન્ કહેવાય છે.
અહિત આચારવાળા, ચોર આદિ આત્મવંત થતા નથી જે આ લોક પરલોકના અપાયોથી ડરે છે તે આત્મહિત કર્તા છે. જેનો આત્માગુપ્ત છે તે અર્થાત્ સ્વયં જ તે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે છે. આત્મયોગી તે આત્માના કુશલ મનપ્રવૃત્તિરૂપ છે - x - સદા ધર્મધ્યાને સ્થિત છે. તથા જે આત્માને પાપથી, દુર્ગતિગમનાદિથી જે રક્ષે તે આત્મરક્ષિત. દુર્ગતિગમન હેતુ છોડનાર - સાવધાનુષ્ઠાનથી નિવૃત્ત. આત્મા દ્વારા જ અનર્થ પરિહાર વડે અનુકંપા કરે - શુભ અનુષ્ઠાન વડે સદ્ગતિમાં જનારો, આત્માને સમ્યગ્દર્શનાદિ અનુષ્ઠાન વડે સંસારરૂપ કેદમાંથી છોડાવે છે. તથા આત્માને અનર્થભૂત બાર ક્રિયાસ્થાનો થકી દૂર રહે અથવા આત્માને સર્વ અપાયોથી દૂર રાખે સર્વે અનર્થોથી નિવૃત્ત થાય. આ ગુણો મહાપુરુષોમાં સંભવે છે. શેષ પૂર્વવત્, નયોની વ્યાખ્યા પહેલાં પ્રમાણે જાણવી.
-
શ્રુતસ્કંધ-૨ - અધ્યયન-૨- ક્રિયાસ્થાન''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૫૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૩ આહાર પરિજ્ઞા
— * — * - * — * - * — * — x
ભૂમિકા
બીજું અધ્યયન કહ્યું, હવે ત્રીજું આરંભે છે. તેનો સંબંધ આ છે - કર્મક્ષયાર્થે ઉધત સાધુએ બાર ક્રિયાસ્થાન છોડીને તેરમું ક્રિયાસ્થાન સેવીને હંમેશાં “આહારગુપ્ત' થવું. ધર્મના આધારભૂત શરીરનો આધાર આહાર છે. તે મુમુક્ષુએ ઉદ્દેશકાદિ દોષરહિત લેવો, આ આહાર હંમેશા જોઈએ, આ સંબંધથી “આહારપરિજ્ઞા” અધ્યયન આવ્યું. તેના ચાર અનુયોગ દ્વારો છે. તેમાં આ અધ્યયન પૂર્વાનુપૂર્વીથી ત્રીજું અને પશ્ચાનુપૂર્વીમાં પાંચમું છે, અનાનુપૂર્વીથી અનિયત છે. અહીં અધિકારે આહાર શુદ્ધ છે કે અશુદ્ધ તે બતાવશે. નિક્ષેપ ત્રણ પ્રકારે છે - તેમાં ઓઘનિષ્પન્ન નિક્ષેપે અધ્યયન છે, નામનિષ્પન્ન નિક્ષેપે આહારપરિજ્ઞા એવું બે-પદનું નામ છે, તેમાં આહાર પદના નિક્ષેપા માટે નિર્યુક્તિકાર કહે છે–
[નિ.૧૬૯ થી ૧૭૭-] ૧૬૯ થી ૧૭૭ નિયુક્તિનો સંયુક્ત વૃશ્ય
આહાર પદનો નિક્ષેપ પાંચ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ. તેમાં નામ, સ્થાપનાને છોડીને “દ્રવ્ય-આહાર” કહે છે. દ્રવ્ય આહાર-સચિત્ત. આદિ ત્રણ ભેદે છે. તેમાં સચિતદ્રવ્યાહાર પૃથ્વીકાયાદિ છ ભેદે છે. તેમાં સચિત્ત પૃથ્વીકાય-મીઠું વગેરે રૂપ છે, અકાય તે પાણી ઇત્યાદિ. આ પ્રમાણે મિશ્ર અને અચિત્ત પણ સમજી લેવું. વિશેષ એ કે - પ્રાયઃ અચિત્ત અગ્નિકાય મનુષ્ય આહારમાં લે છે - ગરમ ભાત વગેરે રૂપે જાણવા.
ક્ષેત્ર-આહાર-જે ક્ષેત્રમાં આહાર કરાય, ઉત્પન્ન થાય કે વ્યાખ્યાન થાય તે અથવા નગરના જે દેશમાંથી ધાન્ય, ઇંધનાદિનો ઉપભોગ થાય તે. જેમ કે - મથુરાની નીકટથી ખાવાની વસ્તુ મળે તે મથુરા આહાર ઇત્યાદિ - ૪ -.
ભાવ-આહાર-ભૂખ લાગે ત્યારે ભઠ્ય આહારની વસ્તુ ખવાય તે ભાવાહાર. તેમાં પણ પ્રાયે આહારનો વિષય જીભને આધિન છે. તેથી તીખો, કડવો, કષાયેલો, ખાટો, ખારો, મીઠો એ છ રસ જાણવા. કહ્યું છે કે - રાત્રિભોજન તે તિખો યાવત્ મધુર ઇત્યાદિ જાણવો.
પ્રસંગે બીજું પણ લે છે - ‘ખરવિશદ' ભક્ષ્ય છે. તેમાં પણ ગરમ ભાત યોગ્ય છે. ઠંડા નહીં. પાણી ઠંડુ જ લેવાય. શીતળતા એ પાણીનો મુખ્ય ગુણ છે. દ્રવ્યને
આશ્રીને ભાવ આહાર કહ્યો. હવે આહારને આશ્રીને ભાવાહા—
ભાવાહાર ત્રણ પ્રકારે થાય. આહારક પ્રાણી ત્રણ પ્રકારે આહાર લે છે. જેમકે - ઓજાહા-તૈજસ શરીર, કાર્પણ શરીર સાથે રહીને જે આહાર લે તે, તેના વિના ઔદારિકાદિ શરીર ઉત્પન્ન ન થાય. કહ્યું છે. - તૈજસ, કાર્પણશરીર વડે જીવો આહાર લે પછી જ યાવત્ શરીરની નિષ્પત્તિ થાય. તથા–
ઓજાહારી સર્વે જીવો અપર્યાપ્તા છે. લોમાહાર શરીર પર્યાપ્તિ થયા પછીના