________________
૨૧૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/૯/-/૪૬૧ થી ૪૬૪
૨૧૧ કરો. અથવા છાનું કે લોકમાં પણ યત્નપૂર્વક છૂપાવેલું તેવું સત્ય ન બોલવું. એવી ભગવંતની આજ્ઞા છે.
સૌના - હલકા વચન બોલવા, “સખા' એવો વાદ તથા ગોગવાદ જેમકે કાશ્યપગોત્રી !, વશિષ્ટગોગી ! આવા વચનો સાધુ ન બોલે તથા તું-તું એવા તિરસ્કાર વચન જ્યાં બહુવચન યોગ્ય હોય ત્યાં એકવચનથી અમનોજ્ઞ એવા પ્રતિકૂળ વચન કે અપમાનયુક્ત વયન સાધુ સર્વચા ન બોલે.
જેને આશ્રીને નિયુક્તિકારે પૂર્વે કહ્યું કે - “પાથોસUવસન," તે આ પ્રમાણે છે, તે કહે છે - ખરાબ આચારવાળો તે કુશીલ. તે પાસત્યા આદિ કોઈપણ આચારવાળો ન બને તે અકુશીલ છે. સર્વકાળ ભિક્ષણશીલ ભિક્ષુ કુશીલ ન બને. કુશીલો સાથે સંગતી ન કરે. તેના સંસર્ગના દોષો બતાવવા કહે છે - સાતા ગૌરવરૂપ તે કુશીલના સંસર્ગમાં સંયમને ઉપઘાતકારી ઉપસર્ગો થશે. તે કુશીલીયાઓ કહે છે. કે - હાથ, પગ, દાંત વગેરે અચિત પાણીથી ધોવામાં શું દોષ છે ? તેમ શરીર વિના કંઈ ધર્મ ન થાય, માટે કોઈપણ રીતે આધાકર્મી, સંનિધિ આદિથી જોડા, છત્ર આદિથી શરીરનું રક્ષણ થાય તો તેમ કરવું. કહ્યું છે કે - “અા દોષથી બહુ લાભ થાય તો તે લેવો એ પંડિતનું લક્ષણ છે. તથા શરીર ધર્મયુક્ત છે, તેથી પ્રયત્નથી રક્ષણ કરવું કેમકે જેમ પર્વતથી પાણી નીકળે તેમ શરીરથી ધર્મ થાય છે. તથા હાલ છેવટ્સ સંઘયણ છે, સંયમમાં અલાદ્યુતિવાળા જીવો છે. આવું તેમનું વચન સાંભળીને અલાસત્વવાળા જીવો તેમને અનુસરે છે. તેથી વિવેકી સાધુ જાણીને • સમજીને દુઃખરૂપ એવા કુશીલીઆનો સંસર્ગ તજે.
• સૂત્ર-૪૬૫ થી ૪૬૮ :
સાધુ કોઈ કારણ-વિશેષ વિના ગૃહરથના ઘેર ન બેસે, ગ્રામ-કુમારિક કીડા ન કરે, અતિ હાસ્ય ન કરે..મનોહર પદાર્થો પતિ ઉત્સુક ન રહે, યતનાપૂર્વક સંયમ પાળે, ચયમિાં અપમત રહે, ઉપસગદિ સમભાવે સહે...કોઈ મારે તો પણ ક્રોધ ન કરે, કંઈ કહે તો ઉત્તેજિત ન થાય, પ્રસન્નતાથી બધું સહે, કોલાહલ ન કરે..પ્રાપ્ત કામભોગોની પણ ઇચ્છા ન કરે, તીર ભગવતે તેને વિવેક કહ્યો છે, બુદ્ધો પાસે સદા ચાર શિક્ષા પ્રાપ્ત કરે.
• વિવેચન-૪૬૫ થી ૪૬૮ :
ભિક્ષાદિ નિમિતે ગામમાં ગયેલો સાધુ ગૃહસ્થના ઘરમાં ઉત્સર્ગ માર્ગે ન બેસે, તેનો અપવાદ કહે છે - અંતરાય કે અશક્તિના કારણે બેસે, તે શક્તિ વૃદ્ધત્વ કે રોગ-આતંકથી થાય. અથવા ઉપશમ લબ્ધિવાળો કોઈ સારો સહાયક હોય તો ગુરની અનુજ્ઞાથી કોઈને તેવા ધમદિશનાના નિમિતે બેસે. ગામના કુમારે ગામની કન્યા સાથે હાસ્ય, કંદર્પ, હાથનો સ્પર્શ, આલિંગનાદિ અથવા ગેડી દડો આદિ મતા હોય તેમાં મુનિ સામેલ ન થાય. મર્યાદાથી બહાર બહુ ન હસે. મર્યાદા ઓળંગીને સાધુ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મબંધના ભયથી હસે નહીં. આગમમાં કહ્યું છે કે....જીવ હસે કે ઉસુક બને તો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? હે ગૌતમ ! સાત કે
આઠ કર્મપ્રકૃતિ બાંધે છે ઇત્યાદિ.
વળી ઉદાર-શોભન-મનોજ્ઞ એવા ચક્રવર્તી આદિના શબ્દાદિ વિષયોમાં કામ ભોગો તે વસ્ત્ર, આભરણ, ગીત, ગંધર્વ, ચાન, વાહન આદિ તથા આજ્ઞા, શય આદિને જોને કે સાંભળીને ઉસુક ન થાય. પાઠાંતર મુજબ અનિશ્રિત એટલે પતિબદ્ધ રહે. સંયમ અનુષ્ઠાનમાં યત્ત કરતો સર્વ રીતે મૂલગુણ, ઉતગુણમાં ઉધમ કરે, સંયમ પાળે. ભિક્ષાચયમાં અપ્રમત રહે, મહારાદિમાં વૃદ્ધ ન થાય. પરીષહ-ઉપાંગો આવે ત્યારે અદીનમનવાળો બની કર્મનિર્જરા થશે તેમ માનતો સમ્યક્ રીતે તેને સહન કરે.
પરીષહ, ઉપસર્ગને સહન કરવાને આશ્રીને કહે છે - લાકડી, મુઠી, લકુટ આદિથી કોઈ મારે તો કોપાયમાન ન થાય, કોઈ દુર્વચનથી આકોશ કરે કે તિરસ્કાર કરે તો સામો ઉત્તર ન આપે, મનમાં કોઈ કુવિચાર ન લાવે, પણ શાંત મનવાળો બનીને કોલાહલ ન કરતાં, સહન કરે.
વળી પ્રાપ્ત થયેલા ઇચ્છામદતરૂપ કામ કે ગંધ, અલંકાર, વસ્ત્રાદિને વરસ્વામીની જેમ સારા ન માને કે ગ્રહણ ન કરે. અથવા કામ ચેષ્ટાવાળા ગમનાદિ લબ્ધિરૂપ કામો તપવિશેષથી મળવા છતાં ન ભોગવે, બ્રહ્મદત્તના પૂર્વભવની જેમ પ્રાર્થે પણ નહીં. એમ કસ્વાથી ભાવવિવેકનો આવિર્ભાવ થાય છે. તથા આર્યોના કૃત્યો આચરે, અનાર્ય કર્તવ્ય તજે. અથવા મુમુક્ષુએ જે આચરેલ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિને આચાર્યો સમીપે હંમેશા શીખે, આ વાક્યથી જણાવે છે કે શીલવંતોએ નિત્ય ગુરુકુલવાસ સેવવો. “આચાર્યો પાસે શીખે” એ વાતનું સ્વરૂપ બતાવે છે–
• સૂત્ર-૪૬૯ :
સાધુએ સુપજ્ઞ, સુતપસ્વી, વીર, આત્મજ્ઞ, ધૃતિમાન, જિતેન્દ્રિય એવા ગુરની સુશ્રુષા અને ઉપાસના કરવી જોઈએ.
• વિવેચન :
ગુરુનો આદેશ સાંભળવાની ઇચ્છા તે સુશ્રુષા એટલે ગુરુ આદિની વૈયાવચ્ચ કરતો ગુરુને સેવે, તેના જ બે પ્રધાનગુણ વિશેષથી કહે છે . જેની સારી પ્રજ્ઞા હોય તે સુપજ્ઞ અર્થાત્ સ્વસમય, પરસમયના જ્ઞાતા ગીતાર્થ, તથા સુષુ કે શોભન બાહા-અત્યંતર તપ જેનો હોય તે સુતપસ્વી, આવી જ્ઞાનીને, સમ્યક્ ચારિત્રવાનું ગુરુને પરલોકનો અર્થી સેવે તથા કહ્યું છે કે - જે ગુરુકુળવાસને છોડતા નથી તે જ્ઞાનના ભાગી થાય છે અને દર્શન, ચારિત્રમાં વિશેષ સ્થિર થાય છે, તેઓ ધન્ય છે કે આવું કરે છે, તેને બતાવવા કહે છે અથવા કોણ જ્ઞાની કે તપસ્વી છે, તે બતાવે છે
કર્મને વિચારવામાં સહિષ્ણુ તે વીર છે, પરીષહ-ઉપસર્ગથી ક્ષોભિત ન થાય તે ધીર અથવા બુદ્ધિ વડે શોભે તે ધીર કે જેઓ તુરંત મોક્ષમાં જનારા છે. રાગદ્વેષથી મુક્ત તેની પ્રજ્ઞા-કેવલજ્ઞાનને શોધવાના સ્વભાવવાળા તે આતપ્રજ્ઞા અન્વેષી કે સર્વજ્ઞવયન અન્વેષી છે. ધૃતિ એટલે સંયમમાં તિ, તે જેનામાં છે, તે ધૃતિમાન છે.