________________
૧/૯/-/૪૫૩ થી ૪૫૬
૨૦૯ જિનકલી લબ્ધિધર હોવાથી તેના હાથમાં લીધેલ વસ્તુ ન ઢળે. પણ સ્થવિર કહીને ઢળે માટે તે પાત્ર રાખે. પણ સંયમ વિરાધના ભયથી પર-પાત્ર ન વાપરે તથા ગૃહસ્થનું વા તે પરવર, સાધુ વરરહિત હોય તો પણ પશ્ચાત્ કર્મ આદિ દોષના ભયે કે ચોરાવા-ફાટવાના દોષને કારણે પહેરે નહીં. અથવા જિનકલીને વસ્ત્રરહિત થયા બાદ બધાં વસ્ત્રો પરવસ્ત્ર જ કહેવાય, માટે ન પહેરે. આ રીતે પરપાગભોજનાદિ સર્વે સંયમવિરાધના જ્ઞ પરિજ્ઞાચી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે.
• સૂટ-૪પ૩ થી ૪૬૦ -
સાધુ માંચી, પલંગ કે ગૃહસ્થના ઘર મધ્યે બેસે કે સુવે નહીં, ગૃહસ્થના સમાચાર ન પૂછે, પૂવકીડા મરણ ન કરે પણ તેનો ત્યાગ કરે...યશ, કીર્તિ, શ્લાઘા, વંદન, પૂજન તથા સમસ્ત લોક સંબંધી જે કામભોગ, તેને જાણીને ત્યાગ કરે.
- જેનાથી નિહિ થાય તેવા અram-પાણી સાધુ ગ્રહણ કરે કે બીજાને આપે. સંયમ વિનાશક આહા-પાણીનો ત્યાગ કરે...અનંતજ્ઞાનદર્શ, નિષ્ણુ, મહામુનિ મહાવીરે આવા કૃત ધર્મને કહ્યો છે.
• વિવેચન-૪૫૩ થી ૪૬૦ :
આતંરી એટલે આસન વિશેષ તેનાથી સર્વે આસન સમજવા તથા પર્યવ એટલે શયન વિશેષ, ઘર મો કે ઘરની વચ્ચેના માર્ગમાં સુવું કે બેસવું તે સંયમ વિરાધનાના ભયથી ભાગે તથા કહ્યું છે કે - “એવા આસને બેસવું કે જ્યાં પુરતો પ્રકાશ ન હોય, યોગ્ય પડિલેહણ ન થાય, બ્રાહ્મચર્યની રક્ષા ન થાય, સ્ત્રીઓ શંકિત થાય. ઇત્યાદિ ત્યાગે.” તથા ગૃહસ્થના ઘેર કુશલાદિ પૂછવું અથવા પોતાના શરીર-અવયવનું પૂછવું, પૂર્વે કરેલ ક્રીડાનું સ્મરણ એ બધું વિદ્વાનોને અનર્થને માટે છે તે જ્ઞપરિજ્ઞા વર્ડ જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગે.
મોટી લડાઈ લડવામાં જીતે તે ચશ, દાનથી મળે તે કીર્તિ, જ્ઞાતિ-તપબાહુબળ-શ્રુતિ આદિ જનિત તે ગ્લાધા તથા દેવેન્દ્ર, અસુરેન્દ્ર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ આદિ વડે નમન તે વંદના, સાકાર કરીને વદિ આપે તે પૂજના તથા સમગ્ર લોકમાં ઇચ્છા-મદન રૂપ જે કામ ચેષ્ટા છે. આ બધું યશ, કીર્તિ, શ્લોકાદિ દુ:ખદાયી સમજીને છોડે.
વળી જે અન્ન, પાણી વડે તથાવિધ સુપરિશુદ્ધ અને કારણ પડે ત્યારે અશુદ્ધ વડે આ લોકમાં સંયમયાગાદિને ધારે અથવા દુકાળ કે રોગ આતંકાદિ આવે તો અન્ન, પાણી વડે ભિક્ષ પોતાનો કે બીજાનો નિર્વાહ કરે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ શુદ્ધ-કલયને ગ્રહણ કરે અને બીજા સાધુને તેમાંથી આપીને તેમની સંયમયાત્રાનો નિર્વાહ કરીને રહે. અથવા કોઈ અનુષ્ઠાન કસ્વા વડે ચાસ્ત્રિ અસારતા પામે તેવા અપાન ન . તથા તેનું અકાર્ય પણ ન કરે, તેવા દોષિત જ્ઞાપાનાદિ ગૃહસ્થોને, પરતીર્થિકોને કે પોતાના જૂથનાને સંયમ-ઉપઘાતક અg ન આપે. આ બધું જ્ઞપરિજ્ઞા વડે જાણીને સમ્યપણે ત્યાગ કરે. [3/14
૨૧૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જે ઉપદેશ વડે આ બધું કરે તે દર્શાવવા કહે છે - અનંતરોક્ત નીતિએ ઉદ્દેશાના આરંભથી કહ્યું તે કહે છે-]. બાહ્ય અત્યંતર ગ્રંથિ જેમનામાંથી ચાલી ગઈ, તે નિર્ઝન્ય છે. મહાવીર તે વર્ધમાનસ્વામી, મહાન એવા મુનિ તે મહામુનિ. અનંતજ્ઞાનદશની એવા તે ભગવાન. ધર્મ તે ચારિત્રલક્ષણ - સંસાર ઉતારવાને સમર્થ તથા શ્રુત-વે જીવાદિ પદાર્થનો સૂચક છે, તેવો ઉપદેશ કર્યો. વળી –
• સૂl-૪૬૧ થી ૪૬૪ :
મુનિ બોલતો છતાં મૌન રહે, મમવિધી વચન ન બોલે, માયાસ્થાનનું વર્જન કરે, વિચારીને બોલે... ચાર પ્રકારની ભાષામાં ત્રીજી ભાષા, જે બોલ્યા પછી પ્રાયશ્ચિત્ત કરવું પડે તે [ભા ન બોલે) ન બોલવા યોગ્ય ભાષા ન બોલે એવી નિથિની આજ્ઞા છે...મુનિ હલકા વચન, સખી વચન કે ગોગવચન ન બોલે, તું-તું એવા અમનોજ્ઞ વચન સર્વથા ન બોલે... સાધુ સદા અકુશીલ રહે, કુશીલની સંગતિ ન કરે, સુખ ભોગની ઇચ્છારૂપ ઉપસર્ગ પ્રાપ્ત થાય છે, માટે મુનિ તે સત્ય સમજે.
• વિવેચન-૪૬૧ થી૪૬૪ -
જે ભાષા સમિત છે, તે બોલવા છતાં ધર્મકથા સંબંધ હોય તો અભાપક જ છે. કહ્યું છે કે - વચન વિભક્તિમાં કુશળ બોલવાની બહુ વિધિ જાણતો દિવસભર બોલે તો પણ સાધુ વયનગુપ્તિયુક્ત છે. અથવા કોઈ રનાધિક બોલતા હોય ત્યારે હું ઘણો ભણેલો છું, એમ અભિમાનથી વચ્ચે ન બોલે, તેમજ મર્મ વચન ન બોલે. જે સત્ય કે જૂઠ વચન બોલવાથી, બીજાનું મન દુભાય તેવું વચન વિવેકી ન બોલે. અથવા મમત્વયુક્ત પક્ષપાતી વચન બોલવાની ઇચ્છા ન કરે, તથા માયાપ્રધાન વચનનો ત્યાગ કરે. કહ્યું છે કે . બીજાને ઠગવાની બુદ્ધિથી બોલતા કે ન બોલતા માયા ન કરે. જો બોલવાનું જરૂરી હોય તો તે વચન બીજાને, પોતાને કે ઉભયને બાધક ન થાય. તેનો પૂર્વે વિચાર કરી વચન બોલે. તેથી કહે છે -
બુદ્ધિથી વિચારીને પછી બોલે.
વળી - સત્યા, અસત્યા, સત્યામૃષા અને અસત્યામૃષા એ ચાર ભાષા મધ્ય સત્યામૃષા નામની ત્રીજી ભાષા છે, તે કંઈક જૂઠ અને કંઈક સત્ય છે તે આ પ્રમાણે - આ નગરમાં દશ બાળકો જમ્યા કે મર્યા. તેમાં ઓછા કે વધતાંનો સંભવ છે, તેથી સંખ્યાના તફાવતથી તે સત્યામૃષા ભાષા છે. આવી ભાષા બોલવાથી જન્માંતરમાં તે બોલવાના દોષથી પીડા કે કલેશનો ભાગી થાય છે અથવા પછી પસ્તાય છે કે - મારે આવી ભાષા શા માટે બોલવી જોઈએ? તેનો સાર એ કે મિશ્રભાષા પણ દોષને માટે થાય છે, તો બીજી અસત્ય ભાષા બોલવી એ કરેલું ખોટું છે? તથા પહેલી સત્યાભાષા પણ જો પ્રાણીઓને દુ:ખદાયી હોય તો ન બોલવી. ચોથી અસત્યામૃષા ભાષા પણ પંડિત સાધુએ બોલવા યોગ્ય ન હોય તો ન બોલવી. સત્યભાષા પણ દોષવાળી હોઈ શકે તે બતાવે છે - જે વચન હિંસાપ્રધાન હોય. જેમકે - આ ચોરનો વધ કરો, કે યારા લણીલો, ગોધાનું દમન