________________
અધ્યયન-૨, ભૂમિકા
૧૧૯
આ પ્રમાણે વિજયનું સ્વરૂપ બતાવી વચ્ચે ઉપયોગી વાત કહે છે–
અહીં “ભવલોક”થી “ભાવલોક” જ કહ્યો છે. છંદ ભંગ ન થાય તે માટે ભાવનું હૃવ ભવ લીધું. તથા પૂર્વે કહ્યું છે - ભાવમાં કપાય લોકનો અધિકાર છે. તે ઔદયિક ભાવ કષાય લોકનો ઔપશમિક આદિ ભાવલોકશી વિજય કરવો.
આઠ પ્રકારનો લોક અને છ પ્રકારનો વિજય એ બંનેનું સ્વરૂપ પૂર્વે કહ્યું. તેમાં ભાવલોક અને ભાવવિજયનું જ અહીં પ્રયોજન છે. આઠ પ્રકારના કર્મ વડે લોકપ્રાણિગણ બંધાય છે અને ધર્મથી મુક્ત થાય છે. તે આ અધ્યયનમાં બતાવેલ છે. તે ભાવલોકવિજયથી થતા ફળને કહે છે–
[નિ.૧૬૮] જેણે કષાયલોકનો વિજય કર્યો તે સંસારથી જલ્દી મૂકાય છે. તેથી કષાયથી દૂર રહેવું તે જ કલ્યાણકારી છે. અહીં “કષાયલોકથી દૂર રહે તે જ સંસારથી મૂકાય છે.” તે કેમ કહ્યું ? બીજા કોઈ પાપના હેતુઓ છે, જે દૂર કરતા મોક્ષ મળે ? (ઉત્તર) ‘કામ' . વિષયાસક્તિના નિવારણથી પણ મોક્ષ મળે.
* અધ્યયન-૨ ઉદ્દેશક-૧ “સ્વજન” છ નામ નિપજ્ઞ નિક્ષેપો પૂરો થયો. હવે સૂત્ર આલાપક તિક્ષેપાને કહે છે. તે માટે સૂરણ જોઈએ. સૂકાનુગમમાં તે સૂત્ર નિર્દોષ ઉચ્ચારવું જોઈએ. તે આ પ્રમાણે - ને છે મુનડ્ડા આદિ. આ ગના નિક્ષેપ નિયુક્તિ અનુગમ વડે દરેક પદે નિક્ષેપ કરાય છે. તેમાં ગુણનો પંદર ભેદે નિક્ષેપ છે. તે આ પ્રમાણે
[નિ.૧૬૯] નામ ગુણ, સ્થાપના ગુણ, દ્રવ્યગુણ, ક્ષોગુણ, કાલગુણ, ફલગુણ, પર્યવગુણ, ગણના ગુણ, કરણગુણ, અભ્યાસગુણ, ગુણઅગુણ, ગુણગુણ, ભવગુણ, શીલગુણ, ભાવગુણ એ પંદર ભેદ છે. હવે સૂકાનુગમ વડે સૂત્ર ઉચ્ચારતા નિક્ષેપ નિયુકિત અનુગમ વડે તેના અવયવનો નિક્ષેપો કરતા ઉપોદ્ઘાત નિર્યુક્તિનો અવસર છે. તે ઉદ્દેશા આદિના દ્વારની બે ગાથા વડે જાણવા. હવે સૂત્રસ્પર્શ નિયુકિતનો અવસર છે. નામ સ્થાપના છોડીને દ્રવ્યાદિ કહે છે
[નિ.૧૩૦] દ્રવ્યગુણ તે દ્રવ્ય જ છે. કેમકે ગુણોનો ગુણ પદાર્થમાં તાદામ્યા સંભવે છે. [શંકા-] દ્રવ્ય અને ગુણમાં લક્ષણ અને વિધાન ભેદે ભેદ છે. [ઉત્તર તે કહે છે - દ્રવ્ય લક્ષણ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે. વિધાન પણ ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પદગલ આદિ છે. દ્રવ્યને આશ્રીને સાથે રહેનારા ગુણો છે. વિધાન પણ જ્ઞાન, ઇચ્છા, દ્વેષ, રૂપ, રસ, ગંધ, અશદિ છે. તે પોતાનામાં રહેલા ભેદે જુદા છે. તેથી આમાં કોઈ દોષ નથી. કેમકે દ્રવ્ય સચિવ, અચિત, મિશ્ર ભેદે જુદા છે. તેમાં ગુણ તાદામ્યથી રહેલ છે. તેમાં અચિતદ્રવ્ય અરૂપી, રૂપી બે ભેદે છે. અરૂપી દ્રવ્યમાં ધર્મ, અધર્મ, આકાશ ત્રણ ભેદ છે. તેના લક્ષણ ગતિ, સ્થિતિ અને અવગાહ આપવાનું છે. તેનો ગુણ પણ અમૂર્ત છે. તે અગુરુલઘુ પયય લક્ષણ છે. તેમાં ત્રણેનું અમૂર્તત્વ છે. તે અમૂપિણામાં ભેદ નથી. અગુરુલઘુ પર્યાય પણ તેના પર્યાયપણાથી જ છે.
૧૨૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જેમકે માટીનો પીંડ. તેમાંથી જુદા જુદા આકારના વાસણો થાય છે. પણ મૂળરૂપી દ્રવ્ય માટી જ છે.
તે જ પ્રમાણે રૂપી દ્રવ્ય પણ સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ ભેદે છે. તેના રૂપ આદિ ગુણો છે. તે અભેદપણે રહેલ છે - ભેદ વડે પ્રાપ્તિ થતી નથી. કેમકે તેમાં સંયોગ વિભાગનો સ્વ આત્મા માફક અભાવ છે. આ જ પ્રમાણે સચિત જીવ દ્રવ્ય ઉપયોગ લક્ષણવાળું છે. તેનાથી જ્ઞાનાદિ ગુણો જુદા નથી. કેમકે જ્ઞાનાદિ ગુણ જુદા માને તો જીવને અચેતનપણાનો પ્રસંગ આવે.
શંકા - જો તે સંબંધ માનીએ તો જીવને અજીવપણું થશે ને ?
ઉત્તર - આ વચન ગરૂની ઉપાસનારહિતનું છે. કેમકે પોતામાં શક્તિ ન હોય તો બીજાની કરેલી કેમ થાય ? જેમ સેંકડો દીવાથી પણ અંધ રૂપ જોઈ ન શકે. સચિત, અચિત માફક મિશ્ર દ્રવ્ય વિશે સ્વબુદ્ધિથી જાણવું.
પ્રશ્ન - શું દ્રવ્ય અને ગુણમાં જરા પણ ભેદ નથી જ ?
ઉત્તર : દ્રવ્ય, ગુણ એકાંત અભેદ નથી. સર્વચા ભેદ માનતા એક ઇન્દ્રિય વડે બીજા ગુણોની પ્રાપ્તિ થઈ જાય, બીજી ઇન્દ્રિયો નકામી થાય. જેમ કેરીનું રૂપ ચક્ષ વડે જોવાય છે. જો દ્રવ્ય-ગુણ એક જ માનો તો આંખથી જ ખાટો-મીઠો સ પરખાવો જોઈએ. પણ સર્વયા અભેદપણું ન હોવાથી સ જીભથી જ પરખાશે. ઘટ અને પટના ભેદ માફક કંઈક અંશે ગુણ આત્માથી જુદા છે.
પ્રશ્ન - ભેદ-અભેદ બંને સાંભળી પૂછે છે કે બંને કઈ રીતે માનવું ?
ઉત્તર : દરેકમાં કિંચિત્ ભેદ, કિંચિત્ અભેદપણું છે. તેમાં અભેદ પક્ષો દ્રવ્ય જ ગુણ છે. ભેદ પક્ષે ભાવગુણ જુદો છે. આ રીતે ગુણ-ગુણી, પયયયયયી, સામાન્ય-વિશેષ, અવયવઅવયવીના ભેદ-ભેદની વ્યવસ્થાથી જ આત્મભાવનો સદ્ભાવ થાય છે. કહ્યું છે કે, “દ્રવ્ય પર્યાયથી જુદું છે અને દ્રવ્યથી પર્યાય જુદા છે. તેમ નથી પણ” ઉત્પાદ, સ્થિતિ, નાશ એવા પર્યાયો વાળું દ્રવ્ય લક્ષણ જાણવું.'
હે ભગવંત ! આપના નયો થાત્ પદે શોભે છે. જેમ સથી સોનુ બનેલ લોહધાતુ ઇચ્છિત ફળ આપે છે. તેથી હિત વાંછક ઉત્તમપુરુષો આપને નમેલાં રહે છે. આચાર્યોએ સ્યાદ્વાદનું સ્વરૂપ ઘણું વિસ્તારથી કહ્યું છે. માટે અહીં વધુ કહેતા નથી. - X - X - જીવ દ્રવ્ય ગુણ ભેદે છે તે કહે છે–
[નિ.૧૭૧ જીવ સયોગિ વીર્યવાળો છે, છતાં દ્રવ્યપણે પ્રદેશ સંહાર વિસર્ગ વડે આધારના વશથી દીવાની માફક સંકોચ-વિકાસ પામે છે. આ જીવનો આભભૂત ગુણ છે. • x • x • તે જ ભવમાં સાત સમુઠ્ઠાતના વશથી આમાં સંકોચ-વિકાસ પામે છે. સમ્યક રીતે ચોતરફ જોરથી હણવું અને આત્મપદેશોનું આમતેમ ફેંકવું તે સમુદ્યાત છે. તેના સાત ભેદો છે - કક્ષાય, વેદના, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક, કેવલિ. - (૧) કષાય સમુઠ્ઠાત - અનંતાનુબંધી ક્રોધાદિથી હણાયેલ ચિતવાળા દ્વારા પોતાના આત્મ પ્રદેશોને આમતેમ ફેંકવા તે. (૨) વેદના સમુદ્યાત તીવ્રતર વેદનાથી