________________
૧//૧/ભૂમિકા
૧૨૧
૧રર
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
હણાયેલ દ્વારા તેમ કરવું. (3) મારણાંતિક સમુધ્ધાંત - મૃત્યુ સમયે જીવ પછી ઉત્પન્ન થવાના પ્રદેશમાં લોકાંત સુધી આત્મપ્રદેશોને વારંવાર ફેંકે અને સંકોચે તે.
(૪) વૈક્રિય સમુઠ્ઠાત - વૈક્રિય લબ્ધિવાળા વૈક્રિય શરીર બનાવવા આત્મપ્રદેશોને બહાર કાઢે. (૫) તૈજસ સમુઠ્ઠાત- તેજસ શરીર બનાવવા તથા તેજોવૈશ્યા લવિાળા તેજોવેશ્યા ફેંક્વા માટે તેમ કરે. (૬) આહારક સમુઠ્ઠાત - આહાક લબ્ધિવાળા ચૌદપૂર્વી મહાક શરીર બનાવી કોઈ સંદેહ દૂર કરવા બાહ્ય આત્મપદેશોનો પ્રોપ કરે. (૩) કેવલિ સમુઠ્ઠાત - સમસ્ત લોક વ્યાપી છે તેમાં બધાં જ સમુઠ્ઠાત અંતર્થાપી છે. નિર્યુક્તિકાર પણ કહે છે કે, તે ચૌદરાજ લોક પ્રમાણ આકાશ ખંડ વ્યાપી છે - x - કેવળજ્ઞાન થયા બાદ આયુષ્યની અલાતા જાણીને વેદનીયના પ્રાયુઈને લીધે દંડાદિ ક્રમથી લોકપ્રમાણ આત્મપદેશ વડે લોકને આપૂર્ણ કરે છે. તે દંડ, કપાટ, મંથનથી આંતરા પ્રેરે તેમ કહ્યું છે.
- હવે ક્ષેત્ર ગુણ વગેરે કહે છે –
[નિ.૧૭૨] શોત્ર ગુણ તે દેવકુરુ વગેરે યુગલીક ફોગ. કાળગુણ - સુષમગુપમાદિ કાળ. ફળનુણ તે સિદ્ધિ ગતિ, પર્યવગુણ તેમાં નિશ્ચિત ભેદ છે. ગણના ગુણમાં બે, ત્રણ આદિ ગણના, કરણગુણમાં કળા કૌશલ્ય, અભ્યાસગુણમાં ભોજનાદિ, ગુણગુણમાં સરળતા, ગુણગુણમાં વકતા, ભવગુણ તે જીવના નાકાદિ ભવો, શીલગુણ તે જીવના ક્ષાંતિ આદિ ગુણ, ભાવગુણ જીવ-અજીવનો જાણવો.
હવે આ ગુણ વિશેષથી કહે છે
(૧) ગુણ-દેવકર, ઉત્તરકુર, હરિવર્ષ, રમ્ય, હૈમવત, ભૈરવત, છMa અંતદ્વીપ, એ અકર્મભૂમિનામક ગુણ છે ત્યાં જન્મેલા મનુષ્યો દેવકુમાર જેવા, નિત્ય યૌવનવંતા, નિરુપક્રમ આયુષ્યવાળા, મનોજ્ઞ શબ્દાદિ વિષય ભોગવનારા, સ્વભાવથી જ સરળ, કોમળ, પ્રકૃત્તિથી ભદ્રક ગુણવાળા, દેવલોકમાં જનારા હોય છે.
(૨) કાલગણ - ભરત, ઐરાવત આ બે ક્ષેત્રોમાં પ્રથમના ત્રણ આરામાં એકાંત સુખવાળા વખતમાં યુગલિકોની સ્થિતિ સદા અવસ્થિત ચૌવનવાળી હોય છે.
(3) કુળગુણ • કુલ એ જ ગુણ. આ ફળ ક્રિયાને આશ્રીને છે. આવી ક્રિયા સભ્ય દર્શન, જ્ઞાન, ચાત્રિ વિના આ લોક પરલોકના માટે કરાય ત્યારે તે એકાંત અનંત સુખને આપનારી હોવાથી ફળનુણ મળવા છતાં ગુણ જેવી છે. પરંતુ સમ્યગુદર્શન, જ્ઞાન, ચા»િ યુક્ત ક્રિયા એકાંત, અનંત, અવ્યાબાધ સુખ જોવા મોક્ષફળ દેનારી છે. તેથી જ કહ્યું છે કે, “સમ્યગ્રદર્શનાદિ ક્રિયા જ મોક્ષફળરૂપ ફળ ગુણ આપે છે. તે સિવાયની ક્રિયા સાંસારીક સુખફળના આભાસ રૂપ જ છે, માટે તે નિષ્ફળ છે.
(૪) પયગુણ - પર્યાય એ જ ગુણ. ગુણ અને પર્યાય એ બંનેને નયવાદના અંતપણાથી અભેદ સ્વીકાર્યો છે. તે નિર્ભર્જનારૂપ છે. નિર્ભર્જના એટલે નિશ્ચિત ભાગ. જેમકે - સ્કંધ દ્રવ્ય છે, તેને દેશપ્રદેશ વડે ભેદ પાડતાં પરમાણું સુધી ભેદો છે. પરમાણું પણ એક ગુણ કાળો, બે ગુણ કાળા આદિ મેળવતાં અનંત ભેટવાળો
થાય છે.
(૫) ગણના ગુણ • બે વગેરે, ઘણી મોટી રાશિ હોય, તે ગણના ગુણ વડે નિશ્ચય કરાય છે કે આટલું તેનું પ્રમાણ છે.
(૬) કરણગુણ - એટલે કળા કૌશલ્ય. તે પાણી વગેરેમાં નહાવા, તરવા વગેરેની ક્રિયા કરાય છે. તે રૂપ કળા.
(9) અભ્યાસગુણ - ભોજનાદિ સંબંધી છે. કેમકે તાજો જન્મેલ બાળક પણ ભવાંતરના અભ્યાસથી સ્તનાદિને મુખમાં લે છે; અને રોતો બંધ થાય છે. અભ્યાસથી અંધારું હોવા છતાં કોળીયો મુખમાં મૂકાય છે. આકુળચિત્તવાળો દુ:ખને સ્થાને જ પંપાળે છે..
(૮) ગુણગુણ • ગુણ જ કોઈને અગુણરૂપે પરિણમે છે જેમકે કોઈનો સળગણ કપટીને અવગુણ કરનારો થાય છે. જેમકે શાાં લજ્જામતિ ગણાય છે. વતરુચિ-દંભરૂપ પવિત્રતા-મજાક રૂ૫, સરળતા-ઘેલાપણું, પ્રિયભાષણ-દિનતારૂપ, તેજસ્વીતા-અહંકારરૂપ આદિ... ગણાય છે. કહે છે કે, વિદ્વાનોનો એવો કયો ગુણ છે, જેને દુર્જનો કલંકિત ન બનાવે ? હિતકારી વયન પણ નિર્ભાગ્યને ગુણરૂપ થાય છે.
(૯) અગુણગુણ - કોઈને અગુણ વચન પણ ગુણકારી થાય. જેમકે જેને કિણકંધન થયો હોય તેવો ગળીયો બળદ સુખેથી જીવે છે.
(૧૦) ભવગુણ - નાકાદિ ભવવાળો જીવ છે તે સ્થાનમાં ઉત્પન્ન થાય, ત્યાં તેને તેવાં તેવા ગુણ મળે. તે જીવનો વિષય છે. જેમકે નારકી જીવને તીવતર વેદના, દુ:સા પીડા તીવ્ર શરીર કષ્ટ થાય છે તથા અવધિ કે વિભંગ જ્ઞાન હોય છે, તે તેનો ભાવગુણ છે. તિર્યંચમાં ઉત્પન્ન થયેલાને ભવગુણ મુજબ સત્ અસત્ વિવેક નથી, છતાં આકાશગમન ગુણ હોય પણ છે. ગાય આદિને ઘાસ વગેરે શુભભાવે મળે છે. મનુષ્યના ભવગુણ મુજબ સર્વ કર્મક્ષયરૂપ મોક્ષ મળી શકે છે દેવોને સર્વ શુભાનુભવ હોય છે.
(૧૧) શીલગુણ - બીજાએ આક્રોશ કરવા છતાં સ્વભાવથી શાંત રહી જે ક્રોધ ન કરે, સારા કે માઠાં શબ્દાદિ વિષય પ્રાપ્ત થાય ત્યારે તત્વજ્ઞ હોવાથી માધ્યસ્થ ભાવ રાખે તેને શીલગુણ કહેવાય.
(૧૨) ભાવગુણ - ઔદયિક આદિ ભાવનો ગુણ તે ભાવગુણ. તે જીવ, અજીવનો વિષય છે. જીવને આશ્રીને ઔદયિકાદિ છ ભાવ છે. તેમાં (૧) ઔદયિકના બે ભેદ-તીર્થકર અને આહારક સંબંધી પ્રશસ્ત અને શબ્દાદિ વિષયોપભોગ, હાસ્યરતિ આદિ અપશસ્ત છે. (૨) ઔપથમિક - ઉપશમ શ્રેણિ અંતર્ગત આયુષ્યાયે અનુત્તર વિમાન પ્રાપ્તિ અને સત્કર્મ અનુદય લક્ષણરૂપ છે. (3) ક્ષાયિક ભાવગુણ ચાર પ્રકારે-ક્ષીણ સાત મોહનીય કર્મ પછી ફરી મિથ્યાત્વ ન આવવું, ક્ષીણ મોહનીય કર્મવાળાનાં અવશ્ય શેષ ઘાતકર્મક્ષય, ક્ષીણ ઘાતીકમકની શાન-દર્શન પ્રગટ થવા, સર્વે ઘાતી-અઘાતિ કર્મો દૂર થતાં પુનર્જન્મનો અભાવ અને મોક્ષ પ્રાપ્તિ.