________________
૧/૧ભૂમિકા
૧૦૯
૧૧૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
[નિ.૧૬૮] બાદર પર્યાપ્ત વાયુ સંવર્તિત લોક પ્રતના અસંખ્યય ભાગે રહેનાર પ્રદેશ સશિ પરિમાણવાળો છે અને બાકીની ત્રણ સશિ અલગ અલગ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ હોય છે. વિશેષ એ કે - પર્યાપ્ત બાદર અકાયથી પતિ બાદર વાયુકાય સાસંખ્યગુણ અધિક છે. અપયપ્તિ બાદર અકાયથી અપર્યાપ્ત બાદર વાયુકાય અસંચગણ અધિક છે. અપર્યાપ્ત સૂક્ષમ અકાયમી અપયત સમ વાયુકાય વિશેષાધિક છે. પર્યાપ્ત સૂમ અકાયથી પર્યાપ્ત સૂમ વાયુકાય વિશેષાધિક છે - હવે ઉપભોગ દ્વા
[નિ.૧૬૯] પંખાથી પવન નાંખવો, ધમણથી ફૂંકવું, વાયુ ધારણ કરીને શરીરમાં પ્રાણ-અપાનરૂપે રાખવો વગેરે બાદર વાયુકાયનો ઉપભોગ છે.
ધે શસ્ત્ર દ્વાર કહે છે. તેના દ્રવ્ય-ભાવ બે ભેદ છે. દ્રવ્યશા કહે છે
[નિ.૧૩૦] પંખો, તાડના પાન, સૂપડું, ચામર, પાંદડા, વાનો છેડો આદિ વાયુના દ્રવ્યશસ્ત્ર છે. પવનમાર્ગે રૂવાના છીદ્રોમાંથી બહાર આવે છે તે પરસેવો તે શસ્ત્ર છે. ગંધો તે ચંદન, વાળો આદિ તથા અગ્નિજવાળા તથા ઠંડો-ઉનો વાયુ આ પ્રતિપક્ષવાયુ સ્વકાયશસ્ત્ર છે. પંખો વગેરે પરકાય શા છે.
ભાવશસ્ત્ર તે દુષ્ટ મન, વચન, કાયાની ચેષ્ટારૂપ અસંયમ છે. હવે બધી નિયુક્તિનો ઉપસંહાર કરતા કહે છે
[નિ.૧૭૧] બાકીના દ્વાર પૃથ્વીકાયના ઉદ્દેશામાં કહ્યા મુજબ અહીં સમજવા પૂર્વે કહેલ નિયુક્તિ વાયુકાય ઉદ્દેશામાં પણ જાણવી. નામ નિપજ્ઞ નિક્ષેપો પૂરો થયો. હવે સૂવાનુગમમાં અસ્મલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું. તે આ પ્રમાણે છે - પશુ અનHe છઠ્ઠા ઉદ્દેશાને અંતે સૂત્રમાં ત્રસકાયનું પરિજ્ઞાન અને તેના આરંભનો ત્યાગ મુનિપણાનું કારણ કહ્યું તેમ અહીં વાયુકાયના વિષયમાં પણ મુનિપણાનું આ જ કારણ કહ્યું. તથા પરંપર સૂત્ર સંબંધ આ છે–
“અહીં કેટલાંકને એ વાતની જાણ નથી.” શું જાણ નથી ? પદુ તથા સૂર્ય જે માડકંપ૦ નો સંબંધ જાણવો.
• સૂત્ર-૫૬ * વાયુકાય જીવોની હિંસાની દુશંકા કરવામાં અથત નિવૃત્તીમાં સમર્થ છે. • વિવેચન :દુગંછા એટલે ગુપ્સા. પ્રભુ એટલે સમર્થ. દુર્ગછા કરવામાં સમર્થ.
પ્રશ્ન • કઈ વસ્તુની દુર્ગછામાં સમર્થ ? તેનો ઉત્તર આપે છે. 'ગુ' એટલે કંપન. કંપનશીલ હોવાથી વાયુને ‘ઇ' કહે છે. આ વાયુની ગુપ્સા કરવામાં અથ. વાયુના આ સેવનનો ત્યાગ કરવામાં આ મુનિ સમર્થ થાય છે. અથવા પાઠાંતરથી ‘ન'ને બદલે ‘ા' લેતાં વાયુ અધિક હોવાથી કેવલ એક જ સ્પર્શનેન્દ્રિયથી
ઓળખી શકાય છે તેથી સંયમી મુનિ વાયુની ગુસા કરવામાં સમર્થ બને છે અતિ વાયુકાય જીવ છે એમ શ્રદ્ધા કરીને તેના સમારંભની નિવૃત્તિમાં સમર્થ થાય છે.
વાયુકાયના સમારંભની નિવૃત્તિમાં સમર્થનું સ્વરૂપ હવે કહે છે
• સૂત્ર-પ૩ -
આંતકને જોનાર મુનિ વાયુકાયામરંભને અહિત જાણીને જે આત્માને અંદરથી જુએ છે તે બહાર પણ જુએ છે અને જે બાહને જાણે છે, તે આત્માના અંદરના સ્વરૂપને પણ જાણે છે. તુલનાનું અન્વેષણ-ચિંતન કર,
• વિવેચન :
આતંક એટલે કટવાળું જીવન. આ આતંક બે પ્રકારે – શારીરિક અને માનસિક, તેમાં કાંટા, ક્ષાર, શસ્ત્ર, ગંડલૂતા આદિથી ઉત્પન્ન થાય તે શારીરિક આતંક અને પ્રિયનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઇચ્છિતની અપાતિ, દારિઘ અને માનસિક વિકારોની પીડા તે માનસિક આતંક છે. આ બંને આતંક જ છે તેને જોનાર મુનિ ‘આતંકદર્શી' કહેવાય; અર્થાત જો હું વાયુકાયના સમારંભથી નિવૃત્ત નહીં થાઉં તો અવશ્ય આ બંને આતંક-દુ:ખ મારા પર આવી પડશે. તેથી આ વાયુકાયનો સમારંભ આતંકના હેતુભૂત કહ્યો છે, એમ જાણીને તેનાથી નિવૃત્ત થવામાં સમર્થ થાય છે આતંક દ્રવ્ય, ભાવથી બે ભેદે છે. તેમાં દ્રવ્યાતંક જણાવે છે
જંબૂદ્વીપ નામક દ્વીપના ભરત ફોગમાં નગરના ગુણથી સમૃદ્ધ અને સુપ્રસિદ્ધ એવું રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગર્વિષ્ઠ, શગુમર્દક, ચોતરફ ફેલાયેલ યશવાળો અને જીવ-જીવાદિ તત્વનો જ્ઞાતા જિતભુ નામે રાજા હતો. નિરંતર મહાન સંવેગ સથી ભાવિત અંતઃકરણવાળા આ રાજાએ ધર્મઘોષ આચાર્ય સમીપે એક પ્રમાદી સાધુને જોયા. તે શિષ્યને વારંવાર અપરાધ બદલ ઠપકો આપવા છતાં તેને વારંવાર પ્રમાદ કરતા જોઈને, તે સાધુના હિતને માટે તથા બીજા સાધુ પ્રમાદી ન બને તે માટે રાજાએ આચાર્યશ્રીની અનુજ્ઞા લઈ તે સાધુને પોતા પાસે બોલાવ્યા. તથા ઉત્કટ અને તીવ્ર વસ્તુઓ મેળવીને ક્ષાર તૈયાર કરાવ્યો.
આ ક્ષાર એટલો જલદ હતો કે જેમાં નાંખેલો માણસ ગોદોહ માન સમયમાં માંસ, લોહી વિનાનો ફક્ત હાડકાં માત્ર રહે. પૂર્વ સંકેત મુજબ રાજા એ બે મડદાં તૈયાર રખાવ્યા. એકને ગૃહસ્થનો, બીજાને પાખંડીનો વેશ પહેરાવેલ. પૂર્વે શિખવેલા માણસને રાજાએ પૂછ્યું કે આ બંનેનો અપરાધ શો છે ? તેઓએ કહ્યું કે એક આજ્ઞાભંજક છે. બીજો પાખંડી પોતાના શાસ્ત્રોક્ત આચાર પાળતો નથી. રાજાએ તેમને ગોદોહ માત્ર કાળ ક્ષારમાં નાંખવાનું કહ્યું. તે બંનેના હાડકાં જ મણ રહ્યા ત્યારે ખોટો ક્રોધ કરી રાજાએ આચાર્યને કહ્યું - તમારામાં કોઈ પ્રમાદી હોય તો કહો, હું તેને શિક્ષા કરું. ગુરુએ કહ્યું કોઈ પ્રમાદી નથી, કોઈ થશે તો હું કહીશ.
રાજા ગયો ત્યારે પે'લા શિષ્યએ કહ્યું - હવે હું પ્રમાદી નહીં ચાઉં, હું તમારા શરણે સંપૂર્ણ આવેલો છે. જો ફરી મને પ્રમાદ થાય, તો ગુણો વડે સુવિહિત એવા આપ મને તે પ્રમાદ સક્ષસથી બચાવજો. આતંક અને ભયથી ઉદ્વિગ્ન તે નિરંતર પોતાના ધર્મ આચરણમાં જાગૃત થયા; સુબુદ્ધિવાળો થયા. રાજાઓ સમય આવ્યે સત્ય વાત કરી તે સાધુની ક્ષમા માંગી.
સારાંશ એ કે - દ્રવ્ય આતંકને જોનારો મનુષ્ય પોતાના આત્માને પાપારંભથી