________________
૧//૫૩
૬૬૬
૧૧૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
નિવૃત્ત કરે, જેરીતે ધર્મઘોષસૂરિના શિષ્ય નિવૃત્ત થયા.
ભાવ આતંકદર્શી નરક, તિર્યચ, મનુષ્ય, દેવ જન્મમાં થનાર પ્રિયનો વિયોગ આદિ શારીરિક, માનસિક આતંકના ભયથી વાયુકાયના આરંભમાં ન પ્રવર્તે, પણ આ વાયુકાય સમારંભને અહિતકર માનીને તેનો ત્યાગ કરે. તેથી વિમળ વિવેકભાવથી આંતકદર્શી હોય તે વાયુકાયના સમારંભની ગુપ્સા કરવામાં સમર્થ છે. હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગવાળા અનુષ્ઠાનમાં અન્ય મુનિ માફક આ મુનિ પણ સમર્થ થાય. હવે વાયુકાય સમારંભની નિવૃત્તિના કારણ કહે છે
જે મુનિ આત્માના સુખ-દુ:ખને જાણે છે તે બહારના વાયુકાય આદિ પ્રાણીને પણ જાણે છે. જેમ મારો આત્મા સુખનો અભિલાષી છે અને દુ:ખથી ખેદ પામે છે તેમ વાયુકાયાદિને પણ છે. વળી અશાતા વેદનીયકર્મથી આવતા દુઃખ અને શાતાવેદનીય કર્મચી આવતા સુખ તે પોતાને અનુભવ સિદ્ધ છે. આ રીતે જે સુખ-દુ:ખને જાણે છે તે જ ખરો અધ્યાત્મ વેદી છે. જે અધ્યાત્મ વેદી છે તે આત્માથી બાહ્ય જોવા વાયુકાયાદિ પ્રાણિગણને વિવિધ ઉપકમથી ઉત્પન્ન, પોતાથી અને પારકાથી ઉત્પન્ન સુખ-દુ:ખોને જાણે છે. સ્વપ્રત્યક્ષપણાથી પારકાનું પણ અનુમાન કરે છે.
જેમને પોતાના આત્મામાં જ આવી સુબુદ્ધિ નથી, તેમને બાહ્ય એવા વાયુકાય આદિની અપેક્ષા ક્યાંથી હોય ? કેમકે બાહ્ય અને અધ્યાત્મ પરસ્પર સમાન છે. પસ્તા આત્માના જ્ઞાનથી હવે શું કરવું તે કહે છે–
આ તુલનાને ઉપર કહેલા લક્ષણોથી શોધ. જેમ તારા આત્માને સર્વથા સુખની અભિલાષપણાથી ક્ષે છે તેમ બીજાને પણ તું બચાવ. જેમ બીજાને સુરક્ષિત રાખે છે તેમ તને પણ બચાવ. આ પ્રમાણે સ્વ-પરના સુખદુ:ખ જાણવા.
વળી લાકડા કે કાંટાથી પગમાં લાગતાં જેમ તને વેદના થાય છે, તેમ તું બીજા જીવોમાં પણ જાણ. “મરીશ’ એટલું સાંભળતા તને જે દુ:ખ થાય છે, તે અનુમાનથી, બીજાને દુ:ખ થાય તે જાણ. આ પ્રમાણે તુલના કરી સ્વ-પરને સમજનાર મનુષ્ય સ્થાવર અને બસ જીવોના સમૂહના રક્ષણ માટે પ્રવર્તે. કઈ રીતે પ્રવર્તે છે
• સૂઝ-૫૮ -
આ જૈનશાસનમાં આવેલ, શાંતિને પ્રાપ્ત થયેલ સંયમી મુનિ વાયુકાયની હિંસા કરી જીવવાની ઇચ્છા ન કરે.
• વિવેચન :આ દયા-રસવાળા જિનપ્રવચનમાં શમભાવી સાધુ રાગ-દ્વેષથી મુકત છે.
‘તિ' એટલે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક લક્ષણવાળું સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સમૂહ. તે નિરાબાધ મોક્ષરૂપ શાંતિની પ્રાપ્તિનું કારણ છે. એવી શાંતિને પ્રાપ્ત થયેલ કે શાંતિમાં રહેલને “શાંતિગત" જીવો કહ્યા.
‘વિથ' એટલે ગઢપથી મુકાયેલા. દ્રવ્ય એટલે સંયમ, તે સત્તર પ્રકારે છે. તે કઠિન કર્મનો વિનાશક હોવાથી તેને ‘વિક' કહ્યો છે.
નાથવતિ એટલે તેઓ વાયુકાયની હિંસા કરીને જીવવા ઇચ્છતા નથી. તે
પ્રમાણે પૃથ્વીકાય આદિની પણ અમે પૂર્વે કહ્યા મુજબ રક્ષા કરીશું.
સારાંશ એ કે - આ જિનશાસનમાં સંયમમાં રહેલા, રાગદ્વેષથી મુક્ત અને બીજા જીવોને દુ:ખ દઈ સુખથી જીવવાની ઇચ્છાથી હિત જ સાધુ હોય છે. પણ અન્યત્ર નથી કેમકે આવી ક્રિયાના બોધનો બીજો અભાવ છે. તેથી
• સૂત્ર-૫૯ -
લજાતા એવા તેને તું જે, અમે અણગાર છીએ” એમ કહેનાર જે આ વિવિધ પ્રકારના શસ્ત્રો વડે વાયુકાયનો સમારંભ કરતા વાયુજીવોની હિંસા કરવા વડે તેના આશ્રિત અન્ય અનેક જીવોની હિંસ કરે છે.
આ વિષયમાં ભગવતે “પરિજ્ઞા' બતાવી છે. આ જીવિતમાં વંદન-સન્માનજૂજ માટે, જન્મ-મરણથી છૂટવા માટે, દુઃખના વિનાશ માટે તેઓ વાયુકાની હિંસા જાતે કરે છે, બીજ પાસે કરાવે છે, કરનારને અનુમોદે છે. તે તેમને અહિતકર, અબોધિકા થાય છે.
( આ પ્રમાણે બોધ પામેલા સંયમ અંગીકાર કરીને ભગવત કે શ્રમણ પાસે ધર્મ સાંભળીને જાણે છે કે, આ હિંસા એ ગ્રંથિ છે, મોહ છે, મરણ છે, નરક છે. છતાં તેમાં આસકત થઈને લોકો વિવિધ શઓ વડે વાયુકાયનો સમારંભ કરતા વાયુકાયની હિંસા કરવા વડે અન્ય અનેક જીવોની પણ હિંસા કરે છે.
• વિવેચન :પૂર્વેના સૂત્રો અનુસાર જાણવું. • સૂત્ર-૬૦ :
તે હું કહું છું - જે ઉડdi જીવ છે તે વાયુકાય સાથે એકઠા થઈને પીડા પામે છે. જેઓ આવા સંઘાતને પામે છે તે જીવો પરિતાપ પામે છે અને મૃત્યુ પામે છે. વાયુકાયશસ્ત્ર સમારંભ કરનારે આ બધી હિંસાને પાણી નથી. જેમણે આ શસ્ત્ર સમારંભનો ત્યાગ કર્યો છે. તેઓ વાયુકાય હિંસાના પરિજ્ઞાતા છે.
આ પ્રમાણે પરિજ્ઞા કરીને મેધાવી મુનિ વાયુજીવોની હિંસા સ્વયં ન કરે, બીજ પાસે ન કરાવે અને હિંસા કરનારને અનુમોદે નહીં. જેમણે આ વાયુશસ્ત્રના સમારંભને પરિજ્ઞાત કરેલ છે તે જ મુનિ “પરિજ્ઞાત કમ” છે, તેમ હું કહું છું.
• વિવેચન :
આ સૂત્રનું વિવેચન પૂર્વસૂગ મુજબ જાણવું. હવે છ ઇવનિકાયનો વધ કરનારને અપાય-દુ:ખ દેખાડીને જે વધ નથી કરતા તેમનામાં સંપૂર્ણ મુનિપણું છે. તે વાતને હવે પછીના સૂત્ર-૬૧, ૬૨મા કહે છે
• સૂત્ર-૬૧ -
આ વાયુકાય તથા બીજા કાયોની હિંસા કરનારને જાણો. જે આચારમાં રહેતા નથી તેવા શાક્યાદિ આરંભને જ વિનય કહે છે. આવા સ્વછંદાચારી, વિષયાસકત અને આરંભ કત જો કર્મબંધનો સંગ કરે છે. (કર્મ બાંધે છે.)