________________
૧/૧/૬/૫૪
૧૦૩
૧૦૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
હણે છે, ખોડખાપણ વિનાના બત્રીસલક્ષણા પૂરપને મારીને તેના જ શરીર વડે કોઈ વિધા-મંત્રની સિદ્ધિને માટે કે ગાંદિ દેવી જે માંગે તે આપે - એમ માનીને હણે છે. અથવા જેણે ઝેર ખાધુ હોય તે ઝેર ઉતારવા હાથીને મારીને તેના શરીરમાં રાખે છે જેવી ઝેર ઉતરી નય. તથા ચામડાને માટે યિતા, વાઘ દિને મારે છે. એ પ્રમાણે માંસ આદિ માટે બસ જીવોને હણે છે તે આ પ્રમાણે
માંસતે માટે ભૂંડ આદિને મારે છે, ત્રિશૂળ આલેખવા લોહી લે છે, સાધકો હદય લઈને વલોવે છે, પિત્ત માટે મોર આદિ, ચમ્બી માટે વાઘ, મગર, વરાહ આદિ પીંછા માટે મોર, ગીઘડ આદિ પૂછ માટે રોઝ આદિ, વાળ માટે ચમરી આદિ, શીંગડા માટે હરણ-ગેંડા આદિને કેમકે યાજ્ઞિકો તેને પવિત્ર માને છે, વિષાણ માટે હાથીને, દાંત માટે શૃંગાલ આદિને કેમકે તેમના દાંત અંધકારદિનો નાશ કરે છે, દાઢા માટે વાહ આદિ, નખ માટે વાઘ આદિ, સ્નાયુ માટે ગાય-ભેંસ આદિ, અસ્થિ માટે શંખ શુક્તિ આદિ, અસ્થિમિંજ માટે પાડો-વાહ આદિનો વધ કરે છે.
આ રીતે કેટલાંક ઉકત પ્રયોજનથી હણે છે અને કેટલાંક પ્રયોજન સિવાય કાંચીડા, ગરોળી આદિને હણે છે, વળી કોઈ વિચારે છે કે આ સિંહે, સાપે, ગુએ માસ સ્વજનને કે મને પીડડ્યા છે, પીડે છે કે પીડશે માટે તેમને હણે છે. આ રીતે અનેક પ્રયોજનથી બસ વિષયક હિંસા બતાવી ઉદ્દેશાને પૂર્ણ કરવા કહે છે
• સૂત્ર-પ૫ :આ ત્રસકાય હિંસામાં પરિણતને તેના કટુ વિપાકોનું જ્ઞાન હોતું નથી.
કસકાયની હિંસા ન કરનારને હિંસા કર્મબંધનું કારણ છે તે જ્ઞાત હોય છે. આવું જાણીને મેધાવી મુનિ ઝસકાય જીવોની હિંસા વર્ષ કરે નહીં, બીજ પાસે કરાવે નહીં કરનારની અનુમોદના ન કરે.
જે આ સકાય સમારંભનો પરિજ્ઞાતા છે તે જ મુનિ પરિફttતકમાં છે એ પ્રમાણે હું કહું છું.
• વિવેચન :
આ સૂનું વિવેચન પૂર્વવતુ જાણવું. તે જ મુનિ પ્રસકાયના સમારંભથી વિરત હોવાથી પાપકર્મની પરિજ્ઞા કરીને પ્રત્યાખ્યાન કરે છે. આ વાત કેવળજ્ઞાનથી જેને સકલ ત્રિભુવનનું સ્વરૂપ સાક્ષાત થયું છે એવા બિલોકબંધુ ભગવંતના મુખેથી સાંભળીને હું તમને કહું છું.
અધ્યયન-૧ “શઅપરિજ્ઞા”ના ઉદ્દેશક-૬ ત્રસકાયનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૬ અધ્યયન-૧ ઉદ્દેશક-૭ “વાયુકાય” * ભૂમિકા :
છઠ્ઠો ઉદ્દેશો કહ્યો. હવે સાતમો શરૂ કરે છે - તેનો સંબંધ આ રીતે છે - નવો ધર્મ પામનારને મુશ્કેલીથી શ્રદ્ધા થાય છે. વાયુનું પરિભોગપણું અય છે તેથી ઉલ્કમે આવેલ ‘વાયુ’ વિશે જે કંઈ અલ કવન કરવાનું છે, તે સ્વરૂપ નિરૂપણાર્થે આ ઉદ્દેશાનો ઉપક્રમ કરે છે. આ ઉદ્દેશાના ઉપકમ આદિ ચાર દ્વારા કહેવા. નામ નિક્ષેપમાં “વાયુ ઉદ્દેશક” કહેવો. વાયુકાયનું સ્વરૂપ નિરૂપણ કરવા માટે કેટલાંક દ્વારોનો અતિદેશ કરવા નિર્યુક્તિકાર જણાવે છે કે
[નિ.૧૬૪] જે વાય તે વાયુ. પૃથ્વીકાયમાં કહેલા બઘાં દ્વારા વાયુકાયમાં કહેવા. પણ વિઘાન, પરિમાણ, ઉપભોગ, શ, લક્ષણમાં વિશેષતા છે.
તેમાં વિધાન દ્વારા પ્રતિપાદન અર્થે કહે છે—
[નિ.૧૬૫] વાયુ એ જ જીવ તે વાયુજીવ. તેના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદર, તેવા નામકર્મના ઉદયથી સૂક્ષ્મ કે બાદર કહે છે. બઘાં જાળી, બારણાદિ બંધ કર્યા પછી જેમ ઘરમાં ધુમાડો રહે છે તેમ સૂમ વાયુકાય સર્વ લોકમાં વ્યાપીને રહે છે. બાદર વાયુકાયના પાંચ ભેદ હવેની ગાથામાં કહે છે
[નિ.૧૬૬] ઉકલિક, મંડલિક, ગુંજા, ઘન અને શુદ્ધ એ પાંચ ભેદ છે.
(૧) કલિક વાયુ - રહી રહીને મોજ માફક જે વાય છે. (૨) મંડલિક વાયુ વંટોળીયાનો વાયુ. (3) ગુંજા વાયુ - ભંભાની જેમ ગુંજે છે. (૪) ઘનવાયુ - અતિ ઘન, પૃથ્વી આદિના આધારરૂપે રહેલ, બરફના જથ્થા જેવો. (૫) શુદ્ધવાયુ - શીત કાળમાં જે મંદ મંદ વાયુ વાય છે. તથા “પન્નવણા” સૂમ-3રમાં કહેલ પૂર્વદિ વાયુનો સમાવેશ આમાં જ થઈ જાય છે તેમ જાણવું. આ પ્રમાણે બાદર વાયુકાયના પાંચ ભેદો કહ્યા. હવે લક્ષણ દ્વાર કહે છે
[નિ.૧૬ જેમ દેવનું શરીર આંખોથી દેખાતું ન હોવા છતાં છે અને સચેતન છે, દેવો પોતાની શક્તિ વડે આંખોથી ન જોઈ શકાય તેવું રૂપ પણ કરી શકે છે. તેથી આપણે એમ ન કહી શકીએ કે દેવ નથી કે અચેતન છે. તે રીતે વાયુ પણ ચક્ષનો વિષય થતો નથી, તો પણ વાયુકાય છે અને સચેતન છે.
જેમ લોપ થવાના વિદ્યા મંત્રી તથા અંજનથી મનુષ્ય અદશ્ય થાય છે, પણ તેથી મનુષ્ય નથી કે અચેતન છે તેમ ન કહેવાય. તેમ વાયુ માટે પણ સમજવું. અહીં ‘' શબ્દથી વાયુનું રૂપ ચક્ષુગ્રહ નથી. તેમ સમજવું. કેમકે તે પરમાણું માફક સુમ પરિમાણવાળો છે. વાયુ સ્પર્શ, રસ અને રૂપવાળો હોય છે. જ્યારે બીજા મતવાળા વાયુને માત્ર સ્પર્શવાળો જ માને છે..
પ્રયોગ માટે અહીં એક ગાથા કહે છે - પ્રયોગ - વાયુ ચેતનાવાળો છે, કેમકે ગાય, ઘોડા આદિની જેમ બીજાની પ્રેરણાથી તિર્થી અને અનિયમિત ગતિવાળો છે. -x-x-x- તેથી ધનવાત, શુદ્ધ વાયુ આદિ ભેદવાળો વાયુ જ્યાં સુધી શસ્ત્રથી હણાયેલ ન હોય ત્યાં સુધી વાયુકાય સચેતન છે • ધે પરિમાણ દ્વાર કહે છે
* * * * * * * * * * * * *