________________
૯૮
૧/૧/૪/૩૭ અણગાર માને છે છતાં પણ તેઓ અનેક પ્રકારના શોથી અનિકાયના સમારંભ દ્વારા અનિકાય જીવોની તથા અન્ય અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે..
આ વિષયમાં ભગવતે પરિજ્ઞા કહી છે કે - કેટલાંક મનુષ્યો આ જીવનને માટે પ્રશંસા, સન્માન અને પૂજનને માટે; જન્મ-મરણથી મુક્ત થવા માટે, દુઃખોના પ્રતિકાર માટે અનિકાયનો સમારંભ જાતે કરે છે, બીજા પાસે કરાવે છે, કરનારને અનુમોદે છે.
આ સમારંભ તેમના અહિતને માટે, અબોધિના લાભને માટે થાય છે. તે સાધક આ સમારંભને સારી રીતે સમજીને સંયમ સાધના માટે તત્પર બને.
ભગવત કે તેમના સાધુ પાસથી ધર્મ સાંભળીને કેટલાંકને એ જ્ઞાત થાય છે કે આ જીવહિંસ્ય ગ્રંથિ છે, મોહ છે, મૃત્યુ છે, નરક છે, તો પણ મનુષ્ય વિષયભોગમાં આસક્ત થઈને વિવિધ પ્રકારના શઓ વડે અનિકાયનો સમારંભ કરતા અન્ય અનેક પ્રકારના જીવોની હિંસ કરે છે.
• વિવેચન :પૂર્વના સૂત્રોમાં કહેવાઈ ગયું હોવાથી અહીં બાકીનો થોડો અર્થ કહે છે
પોતાના આગમમાં કહેલ કે સાવધ અનુષ્ઠાન કરવાથી લજ્જા પામેલા શાક્ય આદિ મતવાળા સાધુ કેવા છે ? તે તું જો. શિષ્યને સંયમમાં સ્થિર કરવા આમ કહે છે. પોતાને ‘અણગાર' કહેનારા કેવું વિપરીત આચરણ કરે છે તે કહે છે– જે આ વિરૂપરૂપ શો વડે અગ્નિકર્મ આચરવાથી અગ્નિશસ્ત્રનો સમારંભ કરતા બીજા અનેક જીવોને હણે છે.
આ વિષયમાં જિનેશ્વરે પરિજ્ઞા-વિવેક બતાવેલ છે. વ્યર્થ જીવનના સન્માન, પુજન, વંદન માટે, જન્મ-મરણથી છુટવાને, દુ:ખને દૂર કરવાને તેના અર્થીઓ અગ્નિને પોતે બાળે છે, બીજા પાસે બળાવે છે, બાળનારને અનુમોદે છે આ શસ્ત્ર સમારંભ સુખની ઇચ્છાથી કરવા છતાં આ લોક-પરલોકમાં તેના અહિતને માટે તથા બોધિદુર્લભતાને માટે થાય છે. તેમનું આ અસદ્ આચરણ બતાવ્યું.
સારો શિષ્ય અગ્નિસમારંભ કર્મબંધને માટે છે તેમ જાણીને સમ્યગદર્શનાદિ ગ્રહણ કરીને, તીર્થકર કે તેના સાધુ પાસે ધર્મ સાંભળીને એમ જાણે કે આ અગ્નિ સમારંભ ગ્રંથ છે, મોહ છે, મરણ છે, નરકનો હેતુ છે. છતાં અર્થમાં આસકત લોકો જે વિવિધ શોથી અગ્નિકાય સમારંભ કરે છે, તે અગ્નિની હિંસા કરતા સાથે અનેક જીવોની હિંસા કરે છે.
હવે તે અનેક પ્રાણીને કઈ રીતે હણે છે ? તે કહે છે– • સૂઝ-3૮ :
તે હું તમને કહું છું કે – પૃeતી, તૃણ, પદ્મ, લાકડું છાણ અને કચરો એ સર્વેને આશ્રીને જીવો હોય છે, ઉડનારા જીવો પણ અગ્નિમાં પડે છે, આ જીવો અનિના સ્પર્શથી સંઘાત પામે છે. સંઘાત થતા મૂછ પામે છે. મૂછ પામેલા
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે મૃત્યુ પામે છે.
• વિવેચન :
તે હું કહું છું કે - અગ્નિકાયના સમારંભથી જુદા જુદા જીવોની હિંસા થાય છે તે આ પ્રમાણે - પૃથ્વીકાયપણે પરિણમેલા પૃથ્વીજીવો અને તેના આશ્રિત કૃમિ, કુંથ, કીડી, ગંડોલા, સાપ, વિંછી, કસ્યલા આદિ તથા વૃક્ષ, છોડ, લતા આદિ તથા ઘાસ, પાંદડા આદિના આશ્રય રહેલા પતંગીયા, ઇયળો વગેરે તથા લાકડામાં રહેલા ધુણ, ઉધઈ, કીડીઓ તથા તેના ઇંડા વગેરે અને છાણ વગેરેમાં રહેલા કુંથુઆ, પક આદિ તથા કસ્યો એટલે પાંદડા, ઘાસ, ધૂળનો સમૂહ તેને આશરે રહેલા કૃમિ, કીડા, પતંગીયા વગેરે; આ સિવાય ઉડીને પડતા કે જતા-આવતા એવા સંપાતિક - ભમરા, માખી, પતંગ, મચ્છર, પક્ષી, વાયુ વગેરે જીવો-તેઓ જાતે જ અગ્નિમાં પડે છે.
આ રીતે પૃથ્વી વગેરેના આશ્રયે રહેલ જીવોને પણ અગ્નિકાયના સમારંભથી પીડા અને મરણ પ્રાપ્ત થાય છે. રાંધવુ, પકાવવું, તાપવું આદિ અગ્નિના ઉપભોગની ઇચછાવાળા અવશ્ય અગ્નિ સમારંભ કરશે જ. આ સમારંભમાં પૃથ્વી આદિ આશ્રિત જીવો હવે કહીશું તેવી મરણ અવસ્થાને પામે છે તે આ પ્રમાણે
અગ્નિનો સાર્શ થતા કેટલાંક જીવો મોરના પીંછા માફક શરીરનો સંકોચ પામે છે અગ્નિમાં પડતાં જ પતંગીયા આદિ શરીર સંકોચને પામે છે. અગ્નિમાં પડતાં જ આ જીવો મૂછ પામે છે અને મૂર્જિત થયેલા કૃમિ, કીડી, ભમરા, નોળીયા આદિ જીવો મરણ પામે છે. આ રીતે અગ્નિના સમારંભમાં માત્ર અગ્નિ જીવોની જ હિંસા નથી થતી પરંતુ પૃથ્વી, ઘાસ, પાંદડા, લાકડા, છાણા, કચરામાં રહેલા તથા ઉડીને પડનારા જીવો પણ અવશ્ય નાશ પામે છે. તેથી જ ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે
બે સમાન વયના પુરુષો સાથે અગ્નિકાયનો આરંભ કરે તેમાં એક અગ્નિને બાળે અને બીજો તેને બુઝાવે તો વધુ કર્મબંધન કોને ? ઓછું કોને ? | હે ગૌતમ ! જે બાળે તે વધુ કર્મ બાંધે, બુઝાવે તે ઓછું કર્મ બાંધે.
આ રીતે અગ્નિકાયનો આરંભ ઘણા જીવોને ઉપદ્રવકારી છે, એમ જાણીને મન, વચન, કાયાથી કરવું, કરાવવું, અનુમોદનું રૂપે અગ્નિકર્મ છોડવું - તે કહે છે–
• સૂત્ર-૩૯ :
અનિકાસમાં શયાનો સમારંભ ન કરનારો આ બધા આભનો જ્ઞાતા હોય છે. આ આરંભને જાણીને મેધાવી સાધુ અગ્નિશાસ્ત્ર સમારંભ તે કરે નહીં, બીજ પાસે કરાવે નહીં કરનારની અનુમોદના કરે નહીં
જેણે આ બધા અનિકર્મ સમારંભ ાચા છે તે જ મુનિ “પરિજ્ઞાતકમ”િ છે આ પ્રમાણે હું (તમને) કહું છું.
• વિવેચન :
આ અગ્નિકાયના સ્વકાર્ય અને પરકાય ભેટવાળા શસ્ત્રના આરંભ કરનારને રાંધવુ-રંઘાવવું આદિ બંધ હેતુ છે એવું જ્ઞાન નથી. પણ આ જ અનિકાયના