________________
૯૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૧/૧/પ/ભૂમિકા શઝનો આરંભ કરવામાં દોષ છે, એવું જેમને જ્ઞાન છે એટલે કે જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેનો ત્યાગ કરે છે તે જ મુનિ પરમાર્થી પરિજ્ઞાત કમ છે. એમ હું તને કહું છું.
(નોંધ :- વૃત્તિનું આરંભ વાક્ય સૂચવે છે કે આ સૂઝ-3માં આરંભે ઉદ્દેશા-૨ એણે 3el અંતિમ સૂક માફક “ી સર્જે અમારી પ્રમા/રdo " વાળું વાક્ય હોવું જોઈએ.)
અધ્યયન-૧ “શઅપરિજ્ઞા”ના ઉદ્દેશક-૪ અપ્તિકાયનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૬ અધ્યયન-૧ ઉદ્દેશક-૫ “વનસ્પતિકાય” ર્ક • ભૂમિકા :
ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો શરૂ કરીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશામાં ‘અગ્નિકાય' કહ્યો. હવે સંપૂર્ણ સાધુગુણના સ્વીકાર માટે ક્રમે આવેલ વાયુકાયને બદલે વનસ્પતિકાય જીવનું સ્વરૂપ બતાવીએ છીએ. આ ક્રમના ઉલ્લંઘનનું કારણ કહે છે - વાયુ આંખે ન દેખાતો હોવાથી, તેની શ્રદ્ધા થવી મુશ્કેલ છે. તેથી પૃથ્વી આદિ બધાં એકેન્દ્રિય જીવોને જાણનાર શિષ્ય પછી વાયુ જીવના સ્વરૂપને સરળતાથી માનશે. અનુકમ તે જ કહેવાય જેનાથી જીવાદિ તેવો માનવામાં શિષ્યો ઉત્સાહીત થાય. વનસ્પતિકાય બધા લોકને પ્રગટ ચિન્હથી પ્રત્યક્ષ છે. તેથી તેનું ગ્રહણ પહેલા કરેલ છે.
આ વનસ્પતિકાયના ચાર અનુયોગદ્વાર કહેવા, તે નામ નિપજ્ઞ નિકોપામાં વનસ્પતિ ઉદ્દેશકના કથન સુધી કહેવું. હવે વનસ્પતિકાયના ભેદ-પ્રભેદને જણાવવા માટે પૂર્વે કહેલ સિદ્ધ અર્થોના માધ્યમથી નિયુક્તિકાર કહે છે
[નિ.૧૨૬] પૃથ્વીકાયને જાણવા માટે કહેલા તારો જ અહીં વનસ્પતિકાયમાં જાણવા. તેમાં પ્રરૂપણા, પરિમાણ, ઉપભોગ, શસ્ત્રો અને લક્ષણમાં જુદાપણું જાણવું.
તેમાં પ્રથમ ‘પ્રરૂપણા'ના સ્વરૂપને નિયુક્તિકાર કહે છે
[નિ.૧૨] વનસ્પતિ સૂક્ષ્મ અને બાદર બે ભેદે છે. તે સર્વ લોકમાં વ્યાપ્ત અને એકાકાર હોવાથી ચાથી ગ્રહણ થતી નથી. બાદરના બે ભેદ છે તે કહે છે
[નિ.૧૨૮] સંપથી બાદર વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ બે ભેદ છે. તેમાં પાંદડા, ફૂલ, ફળ, મૂળ, સ્કંધ આદિ દરેક શરીરમાં એક-એક જીવ જે વનસ્પતિમાં હોય તે પ્રત્યેક વનસ્પતિ જીવ જાણવા. એકબીજાને જોડાયેલા અનંત જીવોનો સમૂહ એક શરીરમાં સાથે રહેલો હોય તે સાધારણ વનસ્પતિ જીવ.
પ્રત્યેક શરીરના બાર ભેદો છે, સાધારણના અનેક ભેદો છે પણ તે સંક્ષેપથી છ પ્રકારે જાણવા. તેમાં પહેલા પ્રત્યેક વનસ્પતિના બાર ભેદો કહે છે
[નિ.૧૨૯] વૃક્ષા, ગુચ્છ, ગુલ્મ, લતા, વલી, પવન, વ્રણાદિ બાર આ પ્રમાણે(૧) વૃક્ષ - છેદાય તે વૃક્ષ. તેના બે ભેદ - એકબીજ અને બહુબીજ, તેમાં
લીમડો, આંબો, કોસંબ, સાલ, અંકોલ, પીલુ, શલ્લકી આદિ એકબીજક છે. ઉમરો, કોઠું, ગલી, ટીમરૂ, બીલુ, આમળ, ફણસ, દાડમ, બીજોરૂ આદિ બહુબીજક છે.
(૨) ગુચ્છ - રીંગણા, કપાસ, જપો, આઢકી, તુલસી, કુટુંભરી, પીપળી આદિ.
(3) ગુમ - નવમાલિકા, સેરિચક, કોરંટક, બંધુજીવક, બાણ, કરવીર, સિંદુવાર, વિચલિક, જાઈ, યુયિક વગેરે.
(૪) લતા - પન્ન, નાગ, અશોક, ચંપો, આંબો, વાસંતિ, અતિમુક્તક, કુંદલતા આદિ.
(૫) વેલા- કુખાંડી, કાલિંગી, ગપુણી, તુંબી, વાલુંકી, એલા, લકી, પટોળી આદિ. (૬) પર્વગ- શેરડી, વાળો, સુંઠ, શર, વેગ, શતાવરી, વાંસ, નળ, વેણુક આદિ. (૩) તૃણ - શૈતિકા, કુશ, દર્ભ, પર્વક, અર્જુન, સુરભિ, કુરૂવિંદ આદિ. (૮) વલય - તાડ, તમાલ, તક્કલી, શાલ, સલ્લા, કેતકી, કેળ, કંદલી આદિ.
(૯) હરિત : તાંદળજો, ધુયારૂહ, વસ્તુલ, બદરક, માર, પાદિકા, ચિલ્લી આદિ.
(૧૦) ઔષધિ - શાલી, વીહી, ઘઉં, જવ, કલમ, મસૂર, તલ, મગ, અડદ, ચોળા, કુલથી, અળસી, કુસુંભ, કોદા, કાંગ આદિ.
(૧૧) જલરૂહ - ઉદક, અવક, પનક, શેવાળ, કસુંબક, પાવક, શેરૂક, ઉત્પલ, પા, કુમુદ, નલિન, પુંડરીક આદિ.
(૧૨) કુહુણ - ભૂમિફોડાનામક - આય, કાય, કુહુણ, ઉંડુક, ઉદ્દેહલી, સર્પ, છત્રાદિ.
આ પ્રત્યેક જીવવાળા વૃક્ષના - મૂળ, છંદ, છાલ, શાખ, પ્રવાલ વગેરેમાં અસંખ્યાતા પ્રત્યેક જીવો જાણવા અને પાંદડા, ફૂલ એક જીવવાળા માનવા.
સાધારણ વનસ્પતિના પણ અનેક ભેદ જાણવા. જેમકે લોહી, નિહ, સુભાયિકા, અશ્વકર્ણી, સિંહકર્ણ, શૃંગબેર, માલુકા, મૂળા, કૃષ્ણકંદ, સુરણ, કાકોલી, ક્ષીરકાકોલી, વગેરે. આ બધી વનસ્પતિના સંક્ષેપથી છ ભેદ બતાવે છે
[નિ.૧૩૦] તેમાં - (૧) કોરંટક આદિ અJબીજ છે, (૨) કેળ વગેરે મૂળબીજ છે, (3) નિહ, શલકિ, અરણી આદિ કંઇબીજ છે, (૪) શેરડી, વાંસ, નેતર આદિ પર્વબીજ છે (૫) શાલિ, વ્રીહિ આદિ બીજહ છે, (૬) પાિની, શૃંગારક, સેવાલ આદિ સંમૂન છે. આ પ્રમાણે સંક્ષેપથી છ ભેદ કહ્યા. તેથી, અધિક ભેદ નથી.
હવે પ્રત્યેક વનસ્પતિના લક્ષણો બતાવે છે.
[નિ.૧૩૧] જેમ અનેક સરસવનો પિંડ બનાવવાથી તે બધાં સરસવ જુદા હોવા છતાં પણ એક હોય તેવા લાગે છે, કદાચ ચૂર્ણ થાય ત્યારે અન્યોન્ય ભેળા થાય છે. તેથી આખા સસવનું ગ્રહણ કર્યું છે. એ જ રીતે પ્રત્યેક વનસ્પતિના શરીરનો સમૂહ રહે છે. સરસવ માફક વનસ્પતિના જીવો રહ્યા છે. જેમ સ્મથી મિશ્રિત સરસવ છે. તેમ સમઢેષ વડે એકઠા કરેલા કર્મપુદ્ગલના ઉદયથી મિશ્રિત જીવો