________________
૧/
૪/૩૩
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
સ્વભાવી વાયુ પણ સંભવે છે. તેથી અગ્નિકાયના સમારંભમાં પ્રવૃત્ત ઉક્ત સર્વે જીવોનો નાશ કરે છે. આ વિશાળ અર્થ સૂચવવા ‘દીર્ધલોકશસ્ત્ર’ કહેલ છે.
દશવૈકાલિક સૂઝ અધ્યયન-૬, ગાણા-33 થી ૩૫માં કહ્યું છે કે
સાધુપુરુષ દેદીપ્યમાન અગ્નિને બાળવા ઇચ્છતા નથી કેમકે તે સર્વ રીતે દુ:ખ આપનાર તીણ શા છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર-નીચે તથા ખૂણાઓમાં અગ્નિ જીવનો ઘાતક છે, તેથી સાધુ પ્રકાશ કે સંધવા માટે કંઈપણ આરંભ ન કરે અથવા બાદર પર્યાપ્ત અગ્નિકાય જીવો થોડા છે, બાકી પૃથ્વીકાય આદિ જીવો ઘણાં છે. અગ્નિની ભવસ્થિતિ પણ ત્રણ અહોરમ છે. તેથી અા છે. જ્યારે પૃથ્વીની ૨૨૦૦૦, પાણીની 9,૦૦૦, વાયુની ૩,૦૦૦ અને વનસ્પતિની ૧૦,૦૦૦ વર્ષ છે, તેથી દીધું છે. તેથી “દીર્ધલોક” તે પૃથ્વી આદિ, તેનું શબ અગ્નિ છે.
ક્ષેત્રજ્ઞ અર્થાત્ નિપુણ છે તે અગ્નિકાયને વણદિથી જાણે છે - અથવા -
ખેદજ્ઞ થતુ ખેદને જાણનાર, ખેદ એટલે અગ્નિનો સર્વ પ્રાણીઓને ખેદ પમાડવાનો વ્યાપાર હોવાથી સાધુઓએ તેનો આરંભ ન કરવો - આ રીતે -
જે દીર્ધલોકશઅ-અગ્નિનો ખેદજ્ઞ છે તે જ ૧૩ ભેદે સંયમનો ખેદજ્ઞ છે. તે સંયમ કોઈ જીવને ન મારે તેવી અશસ્ત્ર છે. આ રીતે સર્વ જીવોને અભય દેનાર સંયમના આદસ્વાથી અગ્નિજીવ સંબંધી આરંભ તજવો સહેલો છે. એ રીતે પૃથ્વીકાયાદિ સમારંભ પણ તજવો. એમ કરનાર સાધુ સંયમમાં નિપુણ મતિવાળો છે. તે પરમાર્થને જણીને અગ્નિ સમારંભ છોડીને સંયમ અનુષ્ઠાનમાં પ્રવર્તે છે.
- હવે ગત-પ્રાગત લક્ષાણથી અવિનાભાવિત્વ બતાવવા માટે વિપરીત ક્રમથી સૂત્રના અવયવોનું પર્યાલોચન કરે છે, જે મુનિ સંયમમાં નિપુણમતિ છે તે જ અગ્નિના ક્ષેત્રજ્ઞ છે અથવા સંયમપૂર્વક અગ્નિના ખેદજ્ઞ છે. કેમકે અગ્નિની ખેદજ્ઞતાવાળુ જ સંયમાનુષ્ઠાન છે જો તેમ ન હોય તો સંયમાનુષ્ઠાન અસંભવ છે - X - X - X - આ રીતે સંયમાનુષ્ઠાનની સિદ્ધિ કરી છે.
આવું સંયમાનુષ્ઠાન કોણે પ્રાપ્ત કર્યું ? તે જણાવે છે– • સૂઝ-3૪
સદા સંયત, આપમત્ત અને યતનાવાત એવા વીરપુરુષોએ ઘનઘાતિકમનો ક્ષય કરીને કેવળજ્ઞાન દ્વારા આ સંયમનું સ્વરૂપ જોયું છે.
- વિવેચન :
ઘનઘાતી કર્મસમૂહના ક્ષયથી પ્રાપ્ત કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીચી વિશેષ પ્રકારે રાજે છે તેથી તે વીર કહેવાય છે. આ વી-તીર્થકરોએ આ અર્થથી કહ્યું છે, જે ગણધરોએ સૂત્રથી અગ્નિને શસ્ત્ર અને સંયમને અશારૂપે કહેલ છે.
પ્રશ્ન - તેઓએ આ કઈ રીતે પ્રાપ્ત કર્યું ?
પરાજય કરીને. આ પરાજય (અભિભવ) ચાર પ્રકારે છે • નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. શત્રુની સેના પરાજય કે સૂર્યપ્રકાશથી ચંદ્ર આદિનું તેજ ઢંકાઈ જાય છે દ્રવ્ય અભિભવ. ભાવ અભિભવ એટલે પરિષહ ઉપસર્ગરૂપ શબુ અને જ્ઞાનાવરણ,
દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મોનો નાશ કરવો તે. પરિષહ-ઉપગદિ સેનાના વિજયથી નિર્મળયાત્રિ મળે અને ચરણશુદ્ધિથી જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય થાય. તેનાથી નિરાવરણ, પ્રતિહત, સર્વગ્રાહી કેવળજ્ઞાન થાય છે. સારાંશ એ કે પરીષહ આદિ...જીતીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેઓએ જાણ્યું કે આ અગ્નિકાય પણ જીવ છે ઇત્યાદિ.
તેઓ પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત થઈ સમ્યક પ્રકારે વર્તે માટે સંયત છે. સર્વદા મૂળ ગુણ-ઉત્તર ગુણ રૂપ ચાત્રિની પ્રાપ્તિમાં નિરતિચાર ઉધમવંત છે. મધ, વિષય, કપાય, વિકથા અને નિદ્રા એ પાંચ ભેદે પ્રમાદને સર્વકાળ છોડેલ છે તેથી અપમત છે. એવા મહાવીરોએ કેવળજ્ઞાન ચક્ષ વડે અગ્નિકાય તે શસ્ત્ર અને શિસ્ત્ર તે સંયમ એમ જોયું છે.
અહીં “યત્ન” શબ્દ વડે ઇયસિમિતિ આદિ ગુણો લેવા અને અપમાદના ગ્રહણથી મધ આદિની નિવૃત્તિ જાણવી. આ રીતે શ્રેષ્ઠપુરુષોએ કહેલ અગ્નિકાય શસ્ત્ર અપાયનું કારણ છે માટે અપ્રમત્ત સાધુઓએ તેને છોડવું જોઈએ. આ રીતે અનેક દોષવાળા અગ્નિ શમને જેઓ ઉપભોગના લોભથી કે પ્રમાદવશ ન છોડે તેમને મળતા કટુ ફળને દશાવે છે–
• સૂત્ર-૩૫ -
જે પ્રમાદી છે, રાંધવુ-પકાવવું આદિ ગુણના અર્થી છે, તે જ “દંડ’ કહેવાય છે.
• વિવેચન :
જે મધ વિષય આદિ પ્રમાદથી અસંયત છે અને સંઘવું, પકાવવું, પ્રકાશ કરવો, આતાપના લેવી આદિ ગુણોના પ્રયોજનવાળા છે, તે દુષ્ટ મન, વચન, કાયાવાળા છે. અગ્નિશસ્ત્રના સમારંભ વડે પ્રાણીઓને દંડ દેવાથી પોતે જ “દંડ'રૂપ છે. એમ પ્રકર્ષથી કહેવાય છે. જેમ ઘી વગેરે આયુષ્ય છે તેમ અહીં કાર્યનો કારણમાં ઉપચાર કરાય છે. તેથી
• સૂત્ર-૩૬ :
તે ‘દંડને જાણીને મેધાવી સાધુ સંકલ્પ કરે કે મેં જે પ્રમાદને વશ થઈને પહેલા કરેલ છે તે (હિંસા) હું હવે કરીશ નહીં
• વિવેચન :
તે અગ્નિકાયના સમારંભના દંડરૂપ ફળને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છોડે. મર્યાદામાં રહેલાં મેધાવી સાધુ આત્મામાં કઈ રીતે વિવેક કરે તે કહે છે–વિષય-પ્રમાદ વડે આકુળ અંતઃકરણવાળો બનીને જે અગ્નિસમારંભ મેં કર્યો, તેને જિનવચનથી અગ્નિસમારંભ દંડવરૂપે મેં જાણ્યું છે તેથી હવે નહીં કરું.
બીજા મતવાળા બીજી રીતે બોલનારા જે ઉછું કરે છે તે બતાવે છે– • સત્ર-1 :હે શિષ્ય 1 લm પામતા એવા આ શાકચાદિને તું છે. તેઓ પોતાને