________________
૧/૧/3/ભૂમિકા
નથી કેમકે સર્વ પુદ્ગલ દ્રવ્યો, દ્રવ્યશરીરના રૂપથી તો સ્વીકારેલ જ છે. વિશેષ એ જ કે જીવસહિત શરીર અને જીવરહિત શરીર. કહ્યું છે કે
અણુ અભ્ર વગેરે વિકારવાળા મૂર્ત જાતિપણાથી પૃથ્વી, અપ, તેઉ, વાયુ ચારેના શરીર શસ્ત્રથી હણાયેલા તે નિર્જીવ છે, શસ્ત્રથી ન હણાયેલા તે સજીવ છે.
આ પ્રમાણે શરીરની સિદ્ધિ થતા હવે અનુમાન પ્રમાણ બતાવે છે.
હિમ આદિ અપુકાય હોવાથી બીજી જળની માફક સચિત છે તથા કોઈ સ્થાને ભૂમિ ખોદતા દેડકાની માફક પાણી પણ ઉછળી આવે છે માટે સચેતન છે અથવા આકાશમાં સ્વાભાવિક ઉત્પન્ન થતું પાણી માછલા માફક ઉછળીને પડે છે, માટે તે સચેતન છે. આ બધાં લક્ષણો અકાયને મળતા આવે છે માટે અકાય સજીવ છે.
હવે ઉપભોગ દ્વારા કહે છે–
[નિ.૧૧૧] નહાવું, પીવું, ધોવું, સંધવું, સીંચવું, નાવાદિ દ્વારા જવું-આવવું તેમાં પાણી ઉપભોગમાં આવે છે તેથી ભોગાભિલાષી જીવો આ કારણે અકાયના વધમાં પ્રવર્તે છે.
[નિ.૧૧૨] નાન, અવગાહના આદિ કારણે ઇન્દ્રિયોના વિષયના વિશ્વમાં મોહિત થયેલા જીવો નિર્દયપણે અપકાયના જીવોને હણે છે. કેમકે - પોતાના સુખને માટે અને બીજાના હિતાહિતનો વિચાર ન કરતા હોવાથી તથા વિવેકી લોકોના પરિચયના અભાવમાં અવિવેકી હોવાના કારણે થોડા દિવસ રહેનારા સુંદર ચૌવનના અભિમાનથી ઉન્મત્ત ચિત્તવાળા તે સંસારી જીવો આકાયના જીવોને દુ:ખની ઉદીરણા કરે છે.
કહ્યું છે કે - સહજ વિવેક એક ચક્ષુ છે અને વિવેકીજનોનો સંગ એ બીજુ ચા છે. તે બંનેથી રહિત છે, તે આંખવાળો હોવા છતાં અંધ જ છે. તે બિચારો ખરાબ માર્ગે ચાલે તો તેમાં તેનો શો ગુનો છે ? હવે શસ્ત્ર દ્વારા કહે છે
[નિ.૧૧૩ શસ્ત્રના દ્રવ્ય અને ભાવ બે ભેદ છે. દ્રવ્યશસ્ત્રના સમાસ અને વિભાગ બે ભેદ છે. સમારદ્રવ્યશસ્ત્ર આ પ્રમાણે - કુવામાંથી કોશ આદિ વડે પાણી ઊંચે ચડાવવું તે ઉર્ધ્વસિંચન. ઘટ્ટ કોમળ વારી ગાળવું તથા વાદિ ઉપકરણ ચર્મ, કોશ, કડાયુ આદિ ધોવા વગેરેમાં આ પ્રમાણે અનેક રીતે બાદર અકાયના શો જાણવા, ગાથામાં ‘તુ' શબ્દ વિભાગની અપેક્ષાએ વિશેષાર્ચે છે - હવે વિભાગદ્રવ્યશસ્ત્ર જણાવે છે–
[નિ.૧૧૪] કિંચિત્ સ્વકાયશસ્ત્ર - તે તળાવનું પાણી નદીના પાણીને દુઃખ દે. કિંચિત્ પરકાયશા- તે માટી, સ્નેહ, ખાર આદિ પાણીના જીવોને હણે. કિંચિત ઉભયકાય - તે માટી વગેરે પાણી યુક્ત બીજા પાણીના જીવોને હણે. પ્રમાદી, દૂધ્યનવાળાનો મન, વચન, કાયાએ પાળેલો અસંયમ તે ભાવશસ્ત્ર છે. બાકીના દ્વારો પૃથ્વીકાય માફક જાણવા.
[નિ.૧૧૫] નિક્ષેપ, વેદના, વધ અને નિવૃત્તિ જેમ પૃથ્વીકાયમાં બતાવ્યા તેમ ચકાય ઉદ્દેશામાં પણ નિશ્ચયથી જાણવા. હવે સૂકાનુગમમાં પૂર્વવત્ સૂત્રો કહે છે
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ • સૂત્ર-૧૯ :
હું કહું છું : સરળ આચરણવાળા, મોક્ષમાન પ્રાપ્ત અને કપટરહિત હોય તેને આણગાર અથત સાધુ કહે છે.
• વિવેચન :
પૂર્વ સૂત્ર સાથે આ રીતે સંબંધ છે - ઉદ્દેશ-રના છેલ્લા સૂત્રમાં કહેલ કે પૃથ્વીકાયનો સમારંભ ત્યાગે તે મુનિ. પણ તેટલા માત્રથી મુનિ ન થવાય, તે દશર્વિ છે . સુધમસ્વામી કહે છે કે, “મેં ભગવંત પાસે પૂર્વે સાંભળ્યું તેમાં આ પણ જાણવું.” આ રીતે પૂર્વસૂત્ર સાથે સંબંધ જોડાયો. ''અર્થાત્ ‘તે' એટલે પૃથ્વીકાયનો સમારંભ ત્યાગે અને તેની સાથે બીજું શું ત્યારે ? તે જણાવી ‘અણગાર' સ્વરૂપ બતાવે છે
જેમને ઘર નથી તે “અણગાર' છે, અહીં ‘અણગાર' શબ્દ લેવાનું કારણ એ છે કે - 'ગૃહનો ત્યાગ' એ મુનિપણાનું પ્રથમ લક્ષણ છે. કેમકે ઘરના આશ્રયથી ઘરસંબંધી પાપકૃત્યો કરવા પડે છે જ્યારે મુનિ તો નિર્દોષ અનુષ્ઠાનવાળા છે તે બતાવે છે - બાજુ એટલે સરળ. મન, વચન, કાયાના દુપ્રણિધાનને રોકીને સર્વ પ્રાણીના રક્ષણ માટેની પ્રવૃત્તિરૂપ દયા એ સંયમ છે સર્વત્ર તેમની સરળ ગતિ છે. અથવા મોક્ષ સ્થાને ગમન કરવારૂપ ઋજુ શ્રેણી. સર્વથા સંયમપાલનથી મોક્ષ મળે.
અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને સરળ સાધુમાર્ગ એવા સત્તર પ્રકારના સંયમને આરાધે તે જુકારી છે, એમ સૂચવે છે કે સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન કરનાર સંપૂર્ણ અનગાર છે. આવા મુનિ શું ફળ પામે ? તે કહે છે - નિયાણ અથતિ મોક્ષમાર્ગ. સંગત અર્થથી સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્ર લીધા. આવા સમ્ય દર્શનજ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સ્વીકારનાર તે નિયાગપ્રતિપન્ન છે.
(અહીં મૂર્ણિમાં ‘નિવામ'ને બદલે નિ/ પાઠ છે. જુઓ મૂર્તિ પૃષ્ઠ-૫) આ પાઠાંતરનો અર્થ - ઔદારિક વગેરે શરીર જેનાથી અથવા જેમાં છે તે નિકાય અર્થાતુ મોક્ષ તેને પામેલ. મોક્ષનું કારણ - સભ્યદર્શનાદિનું સ્વશકિત મુજબ અનુષ્ઠાન છે. આવું સ્વશક્તિ અનુષ્ઠાન અમાયાવીને હોય છે તે બતાવે છે–
અહીં માયા એટલે સર્વત્ર સ્વવીર્યને ઉપયોગમાં ન લેવું છે. આવી માયા ના કરતો અર્થાત બળ અને વીર્યને ગોપવ્યા વિના સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે તે અણગાર, આ વચનથી તેના સંબંધપણે બધા કષાયોને પણ દૂર કરે એમ જાણવું.
(ઉત્તરાધ્યયન સૂત્રમાં) કહ્યું છે કે, હજુ આત્માની શુદ્ધિ થાય છે. શુદ્ધ હદયમાં ધર્મ રહે છે. તો આ બધી માયા વેલડીને દૂર કરી શું કરે ? તે કહે છે
• સૂત્ર-૨૦ :
જે શ્રદ્ધાથી નીકળેલા છે (સંયમ અંગીકાર કરેલ છે.) તેમાં કોઈપણ પ્રકારની શંકા નહીં કરતા ચાવજીવન તે શ્રદ્ધાથી સંયમનું પાલન કરે
• વિવેચન :વધતા સંયમસ્થાન કંડક રૂપવાળી શ્રદ્ધા વડે દીક્ષા લીઘેલી છે, તે જ શ્રદ્ધાને