________________
૧/૩/૨૦
જીવનપર્યન્ત સુરક્ષિત રાખે કેમકે પ્રાયઃ દીક્ષા સમયે સારા વર્ધમાન પરિણામ હોય છે, પછી સંયમ ગુણ શ્રેણિને પામ્યા બાદ તેના પરિણામ વધે, ઘટે કે અવસ્થિત રહે. તેમાં વૃદ્ધિકાળ કે હાનિકાળ એક સમયથી લઈને ઉકર્ષથી અંતર્મહર્ત જાણવો તેથી વધારે કાળ સંકલેશ કે વિશુદ્ધિ હોતી નથી. કહ્યું છે કે
આ જગતમાં જીવોનો સંક્લેશ કાળ અંતર્મુહૂર્તથી અધિક હોતો નથી અને વિશુદ્ધિકાળ પણ અંતર્મહતુંથી અધિક હોતો નથી. આ આત્માનો પ્રત્યક્ષ અર્થ છે.
બે ઉપયોગની પરિવૃત્તિ તે સ્વભાવથી જ હેતુરહિત છે, કેમકે સ્વભાવ છે આત્માથી જ પ્રત્યક્ષ છે અને ત્યાં હેતુ બતાવવા જ વ્યર્થ છે.
વૃદ્ધિ - હાનિ સ્વરૂપ સંકલેશ અને વિશુદ્ધિના યવમધ્ય કે વજમધ્યની વચ્ચે અવસ્થિતકાળ આઠ સમયનો હોય છે. પછી અવશ્ય ફેરફાર થાય છે. આ વૃદ્ધિ, હાનિ, અવસ્થિતરૂપનું પરિણામ નિશ્ચયથી કેવલી જાણે, પણ છાણ્યો ન જાણે. જો કે પ્રવજયા લીધા પછીના કાળમાં સિદ્ધાંત સાગરને અવગાહન કરતો સંવેગ-વૈરાગ્ય ભાવના ભાવિક અંતર આત્માવાળા કોઈ મુનિ વધતા પરિણામવાળા હોય જ છે. કહ્યું છે
મુનિ જેમ-જેમ શ્રતને અવગાહે, તેમ તેમ અતિશય રસના પ્રસરથી સંયુત અપૂર્વ આનંદને નવા નવા સંવેગની શ્રદ્ધા વડે પામે છે. તો પણ વૃદ્ધિ પરિણામવાળા જીવ થોડા અને પતીતપરિણામી જીવો વધુ હોય છે. તેથી કહીએ છીએ કે તે શ્રદ્ધાની પાલના કરે. તે પાલના શંકારહિતપણે કરે. શંકા બે પ્રકારે છે : સર્વશંકા, દેશશંકા, જિનેશ્વરનો માર્ગ છે કે નહીં ? તે સર્વશંકા છે, અકાયાદિમાં જીવો છે કે નહીં તે દેશશંકા. કેમકે તેમાં સ્પષ્ટ ચેતના સ્વરૂપ લક્ષણ દેખાતું નથી. ઇત્યાદિ શંકાને છોડીને સંપૂર્ણ પ્રકારે સાધુઓના ગુણોને સુરક્ષિત રાખે.
અથવા વિયોત બે પ્રકારે છે. નદી આદિના પ્રવાહમાં સામે જવું તે દ્રવ્યવિસોત અને મોક્ષમાર્ગ સ્વરૂપ સમ્યગદર્શનથી વિપરીત ગમન તે ભાવ વિસોત. તેને છોડીને સંપૂર્ણ અણગારના ગુણોને ભજનારો ચાય, અથવા શ્રદ્ધાનું અનુપાલન કરે.
(અહીં સુગમાં બે પાઠાંતર છે - વિનg fafdવ ને બદલે (૧) વિનત્તિ પુરવણને (૨) સૂર્ણિમાં પાઠ છે- તાજી કુલ વસત્તિ) અહીં પૂર્વસંયોગ એટલે માતાપિતા સાથે અને પાછલો સંબંધ તે સસરા આદિ સાથે. આ બંને સંયોગ છોડીને શ્રદ્ધાની, અનુપાલના કરે, આવું અપૂર્વ અનુષ્ઠાન ફક્ત તમે જ કરો, એમ નહીં પૂર્વે અનેક મહાસત્તશાળી જીવોએ પણ આ અનુષ્ઠાન પાલન કરેલ છે, તે બતાવે છે–
• સૂત્ર-૨૧ - વીર પુરુષો મહાપા-મોક્ષમાર્ગ પતિ પુરુષાર્થ કરી ચૂક્યા છે. • વિવેચન :
પરીષહ, ઉપસર્ગ, કષાયની સેનાના વિજયથી “વીર” અને સમ્યક્ દર્શનાદિ રૂપ મહાન પથ · મોક્ષમાર્ગ જે જિનેશ્વર આદિ સત્પષો વિચર્યા છે તે માર્ગે વિનયી શિષ્યો સંયમ અનુષ્ઠાનમાં પ્રવર્તે. ઉપદેશ આપીને કહે છે કે લોક વગેરે છે. તમારી
૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બુદ્ધિ અકાયના જીવ વગેરે વિષયોમાં અસંસ્કારી હોવાથી ન પહોંચે તો પણ ભગવંતની આજ્ઞા છે, તેથી માનવું જોઈએ, તે સૂત્રમાં કહે છે–
• સૂત્ર-૨૨ - ભગવંતની આજ્ઞાથી આકાયના જીવોને જાણીને તેઓને ભયરહિત કરે. • વિવેચન :
અહીં ‘લોક” શબ્દથી અપુકાયને જ લેવા. અકાયલોકને અને ‘ય’ શબ્દથી અન્ય પદાર્થોને ‘આજ્ઞા' વડે અર્થાત્ જિનવચનથી સારી રીતે જાણે કે આ ‘કાય” આદિ જીવો છે. એમ માનીને તેમને કોઈ પ્રકારે ભય ન થાય એવો સંયમ પાળવો અથવા ડેવતોમય એટલે અકાય જીવનો સમૂહ છે તે કોઈથી ભય ન વાંછે કેમકે તેમને પણ મરણની બીક લાગે છે. માટે ભગવાનની આજ્ઞાથી તેની રક્ષા કરવી. તેમની રક્ષા કરવા માટે શું કરવું તે કહે છે
• સૂત્ર-૨૩ :
તે હું તને કહું છું - મુનિ સ્વયં અકાય જીવોના અસ્તિત્વનો નિષેધ ન કરે એ રીતે આત્માના અસ્તિત્વનો પણ નિષેધ ન કરે. જે અમુકાયનો અyલાપ કરે છે, તે આત્માનો આલાપ કરે છે, જે આત્માનો આલાપ કરે છે તે અકાયનો આલાપ કરે છે.
• વિવેચન :
‘સે’ એટલે ‘તે' હું અથવા ‘તને' કહું છું - તમે સ્વયં સકાય જીવોનો અપલાપ ન કરો. ‘અભ્યાખ્યાન' એટલે અસત્ આરોપ.’ જેમકે અયોરને ચોર કહેવો. અકાય જીવ નથી તેમ કહે, તે ઘી, તેલ આદિ માફક માત્ર ઉપકરણ છે. આ અસતુ આરોપ છે. કેમકે તેથી હાથી વગેરે જીવો પણ ઉપકરણ થઈ જશે.
શંકા - આ રીતે તમે અજીવોને જીવપણું આપો છો એ જ અભ્યાખ્યાન છે.
સમાધાન - અમે પૂર્વે પાણીમાં સતનતા સિદ્ધ કરી જ છે. જેમ આ શરીરનો ‘હું' વગેરે હેતુ સહિત આત્મા અધિષ્ઠિત છે એમ પૂર્વે સિદ્ધ કર્યું છે, તેમ અકાયને પણ પૂર્વે અવ્યક્ત ચેતન વડે સચેતન સિદ્ધ કર્યો છે. સિદ્ધ કરેલાને અભ્યાખ્યાન કહેવું તે ન્યાય નથી. તેથી શરીરમાં રહેલ, ‘હું પદથી સિદ્ધ અને જ્ઞાનગુણથી યુક્ત આત્માનો આલાપ ન કરવો.
શંકા - શરીરનો અધિષ્ઠાતા આત્મા છે તેવું કેમ માનવું ?
સમાધાન - તમે ભૂલી જાઓ છો કે આ વાત અમે પહેલા પણ કહી છે, સાંભળો
આ શરીર કફ લોહી અંગ અને ઉપાંગ આદિની અભિસંધિ સાથે પરિણમનથી કોઈ જીવે પણ અન્ન આદિ માફક બનાવેલ છે તથા આ શરીરનું અજ્ઞ અને મળની માફક વિસર્જન પણ કોઈક જીવ કરે છે. જ્ઞાનની ઉપલબ્ધિપૂર્વકનું સ્પંદન પણ ભાંતિરૂપ નથી. કેમકે પરિસ્પદ થવાથી તમારા વચનની જેમ તે બદલાય છે. તથા શરીરમાં રહેલા અધિષ્ઠાતાના વ્યાપારવાળી ઇન્દ્રિયો દાંતરડાની જેમ ક્રિયાશીલ હોય