________________
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૧/૧/૩/ભૂમિકા
ક અધ્યયન-૧ ઉદ્દેશો-1 “અપકાય” ૬
• ભૂમિકા :
પૃથવીકાયનો ઉદ્દેશક પૂરો થયો. હવે “આકાય”નો ઉદ્દેશક કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે. ગત ઉદ્દેશામાં પૃથ્વીકાયના જીવ સિદ્ધ કર્યા. તેના વધુમાં કર્મબંઘ બતાવ્યો. તેથી પૃથ્વીકાયવઘણી વિત થવા કહ્યું. તે જ રીતે હવે કમથી આવેલ અકાયનું જીવવ, તેના વધમાં કર્મબંધ, તેની વિરતિ બતાવે છે. આ બંનેનો સંબંધ છે.
બીન ઉદ્દેશાના ચાર અનુયોગદ્વાર કહેવા. તેમાં નામનિષજ્ઞ નિપામાં અકાયનો ઉદ્દેશો છે. પૃથ્વીકાયમાં જીવનું સ્વરૂપ બતાવવા નિક્ષેપાદિ નવ દ્વારો કહેલા, તે અહીં સમાનપણે હોવાથી, જે વિશેષ છે તે જ વાતને નિયુક્તિકાર કહે છે.
[નિ.૧૦૬] પૃથ્વીકાયમાં કહેલા નવ દ્વારા જ કાયમાં છે. વિશેષ એ કે વિઘાન, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર અને લક્ષણમાં થોડો ભેદ છે. એ સિવાય કોઈ તફાવત નથી. હવે વિધાન એટલે પ્રરૂપણા. તે સંબંધી જુદાપણું બતાવે છે.
[નિ.૧૦] અકાયના જીવો લોકમાં સૂક્ષમ અને બાદર બે ભેદે છે. તેમાં સૂમ સવલોકમાં છે, પણ બાદરના પાંચ ભેદ છે, તેની પ્રરૂપણા કરે છે
[નિ.૧૦૮] શુદ્ધ જળ, ઓસ, હિમ, મહિકા અને હરતનું પાંચ ભેદ આ પ્રમાણે છે
(૧) શુદ્ધ જળ • તળાવ, નદી, સમુદ્ર, કુંડ, ખાબોચીયા આદિનું જળ. (૨) ઓસ - રાત્રિના જે ઠાર કે ઝાકળ પડે છે.
(૩) હીમ - શિયાળામાં શીતપુદ્ગલના સંપર્કથી જળ જે કઠિનતા પ્રાપ્ત કરે તે.
(૪) મહીકા • ગર્ભમાસ આદિમાં સાંજ-સવાર જે ધુમ્મસ થાય છે.
(૫) હરતનુ - વર્ષ અને સરકાળમાં લીલી વનસ્પતિ ઉપર પાણીના બિંદુ પડે છે, તે
જમીનની સ્નિગ્ધતાથી ઉત્પન્ન થાય છે, તેને હરતનુ કહે છે.
શંકા • પન્નવણાગમાં બાદર અકાયના ઘણાં ભેદો કહ્યા છે. જેમકે કરા, શીતળ, ઉણજળ, ક્ષાર, બ, ક, અમ્લ, લવણ, વરૂણ, કાલોદ, ઉકર, ક્ષીર, ધૃત, ઇક્ષુ આદિ રસ. તો આ બધા ભેદનો સંગ્રહ કઈ રીતે કર્યો છે ?
સમાધાન કરા કઠણ હોવાથી હિમમાં તેનો સમાવેશ થાય છે. બાકીનામાં સ્પર્શ, સ, સ્થાન, વર્ણ માગવી ભિજ્ઞપણું છે, પણ તે શુદ્ધોદક રૂપ જ છે.
શંકા• જો એમજ છે, તો પન્નવણા સુખમાં બીજા ભેદોનો પાઠ કેમ આપ્યો ?
સમાધાન • સ્ત્રી, બાળ, મંદબુદ્ધિનાને સહેલાઈથી સમજાય તે માટે ભેદ પાડેલ છે.
શંકા • અહીં આચારાંગમાં તે હેતુથી કેમ પાઠ ન આપ્યા ?
સમાધાન • પ્રજ્ઞાપના એ ઉપાંગ ણ છે. ત્યાં શ્રી આદિના અનુગ્રહ માટે બધા ભેદોનું કથનયુકત છે. નિયુક્તિ સૂત્રના અર્થ સાથે જોડાયેલી છે, માટે તેમાં દોષ નથી.
ઉક્ત બાદર અપકાય સોપથી બે ભેદે છે. પર્યાપ્તા અને પિયક્તિા. તેમાં અપાતા તે વણદિને ન પામેલા અને પર્યાપ્તા તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના આદેશો વડે લાખો ભેટવાળા છે. આ બધાની સંવૃત યોનિ જાણવી. તે યોનિ સયિત, અયિત, મિશ્ર તથા શીત, ઉષ્ણ, મિશ્ર એમ ત્રણ-ત્રણ ભેદે છે. અકાયની એ રીતે સાત લાખ યોતિઓ થાય છે. એમ પ્રરૂપણા દ્વાર કહ્યું, ધે પરિમાણ દ્વાર કહે છે
[નિ.૧૦૬] પર્યાપ્ત બાદર અકાય સંવર્તિત લોકાકાશના પ્રતરના અસંખ્યય ભાગ પ્રદેશના રાશિ પ્રમાણ છે. બાકીના ત્રણ પૃથક અસંખ્યાત લોકાકાશ પ્રદેશ સશિ પ્રમાણ જાણવા પણ તેમાં વિશેષ એ કે બાદર પૃથ્વીકાય પતાવી બાદર અપકાય પયક્તિા અસંખ્યાતગુણા છે અને બાદર પૃથ્વીકાય અપયક્તિાથી બાદર અકાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. સૂમ પૃથ્વીકાય અપર્યાપ્તાથી સૂક્ષ્મ ચકાય અપર્યાપ્તા વિશેષાધિક છે. સૂક્ષ્મ પૃથ્વીકાય પતાવી સૂમ કાય પયક્તિા વિશેષાધિક છે.
આ રીતે પરિમાણદ્વાર કહ્યું. હવે લક્ષાણ દ્વાર કહે છે.
[નિ.૧૧૦] શંકા - અષ્કાય જીવ નથી, કેમકે તેનું લક્ષણ જણાતું નથી. મુબ આદિ માફક પાણી અજીવ છે. સમાધાન - જેમ હાથણીના પેટમાં ગર્ભ રહે ત્યારે તે દ્રવરૂપ છે, છતાં ચેતન છે, તેમ અકાય જીવ છે. અથવા પક્ષીના સુરતના ઉત્પન્ન થયેલા ઇંડામાં કઠણ ભાગ, ચાંચ વગેરે બંધાયા ન હોય ત્યાં સુધી ઘણું પાણી હોય છતાં તે સચિત છે, તેમ અમુકાય પણ ચેતનયુકત છે. “હાથણીનો ગર્ભ અને ઇંડાનુ પાણી” બંને જલ્દી સમજાય તેવા દટાંતો છે.
હવે આકાયની સચેતનતાનું અનુમાન કરે છે - શાયી ન હણાયુ હોય ત્યાં સુધી દ્રવપણું હોવાથી હાથણીના ગર્ભકલવની માફક ોત છે, અહીં સચેતન વિશેષણ લેવાથી પ્રસવણ વગેરેનો નિષેધ જાણવો. હવે બીજું અનુમાન પ્રયોગથી જણાવે છે–
ઇંડામાં રહેલા કલલની માફક પાણીનું દ્રવપણું નાશ નથી થતું તેથી તે પાણી સચેતન છે. તથા પાણી અપૂકાય જીવોનું શરીર છે, કેમકે તે છેદી શકાય છે, ભેદી શકાય છે, ફેંકી શકાય છે, પી શકાય છે, ભોગવાય છે, સુંઘાય છે, સ્વાદ લેવાય છે, સ્પશયિ છે, જોવાય છે અને દ્રવ્યપણે છે, આ બઘાં શરીરના ધર્મો પાણીમાં છે, માટે તે ચેતન છે, આકાશને વર્ઝને ભૂતોના જે ધર્મ તે પ આકાર વગેરે પણ લેવા.
શંકા • રૂપપણું, આકાપણું આદિ ધર્મો પરમાણુઓમાં પણ છે, તેથી તમારો હેતુ અનેકાંત દોષવાળો છે.
સમાધાન - તા એમ નથી. કેમકે અમુકાયાં છેદન યોગ્યતા આદિ હેતુ બતાવ્યા છે તે બધાં ઇન્દ્રિયના વ્યવહારમાં જણાય છે. પરમાણુમાં જણાતા નથી. આ રીતે આ પ્રકરણમાં અતીન્દ્રિય પરમાણુંનું ગ્રહણ કરૂ નથી અથવા આ વિપક્ષ જ