________________
૧/૧/૨/૩
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
• સૂત્ર-૧૮ :
આ જ પ્રમાણે પૃથ્વીકાયનો સમારંભ મરણના હેતુરૂપ છે જે આયુષ્યકર્મના ક્ષયસ્વરૂપ છે. તે સીમંતક આદિ નરકભૂમિમાં ઉત્પન્ન થવાનું કારણ હોવાથી નરકરૂપ છે, નરકનું કારણ કહ્યું હોવાથી તે અસાતા વેદનીય કર્મનો પણ નિર્દેશ કરે છે.
શંકા - એક જીવનો વધ કરવાથી આઠ કર્મોનો બંધ કઈ રીતે થાય ?
સમાધાન, મરાતા જીવના જ્ઞાનના અવરોધથી જ્ઞાનવરણીય કર્મ બંધાય, આ રીતે આઠે કર્મોમાં આ વાત સમજી લેવી. તેથી આઠ કર્મો બંધાય.
આ સિવાય તે (જૈન) સાધુઓ એ પણ જાણે છે કે, આહાર, આભુષણ તથા ઉપકરણ માટે; વંદન, સન્માન તથા પૂજનને માટે; દુઃખના વિનાશને માટે પ્રાણિગણ ઘેલો બનેલો છે. આ પ્રમાણે અતિ પાપના સમુહના વિપાકરૂપ ફળ એવા પૃથ્વીકાયના સમારંભમાં અજ્ઞાનને વશ થઈ મૂર્ણિત થયેલો આવા કાર્યો કરે છે - જેમકે - પૃથ્વીકાય જીવોને વિરૂપ શો વડે સમારંભ કરતો પૃથ્વી જીવોને હણે છે. પૃથ્વી શસ્ત્ર વડે પૃથ્વીનું નિકંદન કાઢે છે અથવા હળ, કોદાળા વગેરેથી અનેક પ્રકારે સમારંભ કરે છે. પૃથ્વીને હણતા તેને આશ્રીને રહેલા બેઇન્દ્રિયાદિ જીવોને હણે છે. (અહીં વાદી શંકા કરે છે) આ તો હદ થઈ ગઈ
જે જીવ ન જુએ, ન સાંભળે, ન સુંધે, ન ચાલે તે કઈ રીતે વેદના અનુભવે ?
સમાધાન :- વાદીને દેટાંતથી સમજાવે છે - જેમ કોઈ જન્મથી અંધ, બહેરો, મુંગો, કુષ્ઠી, પંગુ, હાથ-પગ વગેરે અવયવથી શિથીલ (વિપાક સૂત્રમાં કહેલ) મૃગાપુત્રની જેમ પૂર્વકૃત અશુભ કર્મ ઉદયમાં આવતા હિત-અહિત, પ્રાપ્તિ-ત્યાગથી વિમુખ સર્વ પ્રકારે દુ:ખી જોતાં આપણને તેના ઉપર અતિ કરૂણા આવે, તે જ પ્રમાણે અંધ આદિ ક્ષતિગુણ યુક્ત દુ:ખીને કોઈ ભાલાની અણી વડે ભેદે કે છેદે ત્યારે તે ઘણી પીડા ભોગવે છે. તે જોતો નથી, સાંભળતો નથી, મુંગો હોવાથી રોઈ શકતો પણ નથી તો શું તેને વેદના થતી નથી તેમ માનીશું ? અથવા તેનામાં જીવનો અભાવ માનીશું ? આ જ પ્રમાણે પૃથ્વી જીવો અવ્યક્ત ચેતનાવાળા જન્માંધ, બહેરા, મુંગા, પંગુ વગેરે ગુણવાળા પુરુષ માફક જાણવા.
- અથવા જેમ પંચેન્દ્રિય જીવો જે સ્પષ્ટ ચેતનાવાળા છે, તેમના કોઈપણ પણને ભેદે-છેદે, એ પ્રમાણે ઘૂંટણ, જંઘા આદિ (સત્રાર્થમાં બતાવ્યા મુજબ) મસ્તક વગેરે અવયવને છેદન, ભેદન આદિ થતાં વેદના ઉત્પન્ન થતી દેખાય છે, તે જ પ્રમાણે અતિશય મોહ અને અજ્ઞાનયુક્ત ત્યાનર્ધિનિદ્રાના ઉદયથી અવ્યક્ત ચેતનાવાળા પ્રાણીઓને અવ્યક્ત વેદના થાય છે એમ જાણવું.
અહીં બીજું દષ્ટાંત કહે છે - જેમ કોઈ મનુષ્ય બીજાને બેભાન કર્યા પછી તેને માટે અને જીવરહિત કરે તો તેની વેદના પ્રગટ દેખાતી નથી પણ તેને અપ્રગટ વેદના છે જ, એવું આપણે જાણીએ છીએ, એ પ્રમાણે પૃથ્વીકાય જીવોને પણ વેદનાપીડા થાય છે તેમ જાણવું.
પૃથ્વીકાયમાં જીવવ સિદ્ધ કરીને તથા વિવિધ શસ્ત્રોથી તેને થતી વેદના બતાવીને તે પૃથ્વીકાયના વધથી થતા કર્મબંધને સૂત્રકારશ્રી જણાવે છે–
જે પૃથ્વીકાય જીવો પર શાનો સમારંભ કરતા નથી, તે (જ) આ આરંભોનો પરિજ્ઞાતા છે. આ (પૃથવીકાયનો સમારંભ) જાણીને બુદ્ધિમાન મનુષ્ય (સાધુ) સ્વયં પૃથવીકાય શત્રનો સમારંભ રે નહીં, બીજી દ્વારા પૃવીકાયશસ્ત્રનો સમારંભ કરાવે નહીં અને પૃથ્વીકાય શરૂાનો સમારંભ કરનારની અનુમોદના કરે નહીં.
જેણે આ પૃedીકર્મ સમારંભ જાણી લીધો છે, તે જ “પરિજ્ઞાતકમ’ મુનિ છે, એમ હું કહું છું.
• વિવેચન :
અહીં પૃથ્વીકાયમાં બે શો છે – (૧) દ્રવ્યશસ્ત્ર, (૨) ભાવશા. તેમાં દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ છે - આવકાય, પકાય, ઉભયકાય. ભાવશા તે મન, વચન, કાયાના ખરાબ પ્રયોગ કે પ્રવૃત્તિરૂપ સંયમ છે. આ બંને પ્રકારના શસ્ત્રોથી ખોદવું, ખેતી કસ્વી વગેરે સમારંભના કામો બંધ હેતુપણે ન જાણનાર ‘અપરિજ્ઞાતા' છે અને જેમણે જાણ્યા છે, તે પરિજ્ઞાતા’ છે. આ વાતને જણાવવા માટે કહે છે કે
અહીં પૃથ્વીકાયમાં બંને પ્રકારનું શસ્ત્ર ન ચલાવનાર પૂર્વોક્ત સમારંભને પાપમ્પ જાણીને, તેનો જે ત્યાગ કરે તે સાધુને ‘પરિજ્ઞાત' જાણવા. આ વચનથી વિરતિ અધિકાર કહ્યો. તે વિરતિને સ્પષ્ટ કરવા સૂત્રકારે કહ્યું છે કે, પૃથ્વીકાયના સમારંભમાં કર્મબંધને જાણીને મેધાવી (મુનિ) દ્રવ્ય-ભાવ ભેટવાળા આ પૃથ્વીશા થકી સમારંભ પોતે કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, કરનારને અનુમોદે નહીં. આ પ્રમાણે મન, વચન, કાયા વડે ભૂતકાળ, (વર્તમાનકાળ) અને ભવિષ્યકાળ ત્રણેના પચ્ચક્ખાણ કરે.
આ પ્રમાણે (પૃથ્વીકાયના જીવોના વધવી) નિવૃત્ત થનાર જ મુનિ છે. એમ જાણવું. પણ (નિવૃત ન થનાર એવા) બીજા કોઈ મુનિ નથી. એ પ્રમાણે વિષયનો ઉપસંહાર કરતા કહે છે . જેઓએ પૃથ્વી જીવની વેદનાનું સ્વરૂપ જાણ્યું છે તથા પૃથ્વી ખોદવી, ખેતી કરવી આદિ પૃથ્વી વિષય સમારંભથી કર્મબંધ જામ્યો છે. તે રીતે જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેને ત્યાગે તે જ મુનિ છે. આમ બંને પરિજ્ઞા વડે જાણે અને ત્યાગે તે સાવધ અનુષ્ઠાન કે કર્મબંધને જાણવાથી ‘પરિજ્ઞાતકમ' છે, શાક્યાદિમુનિ પરિજ્ઞાતા નથી. ‘તિવમ' પદનો અર્થ પૂર્વવત્ જાણવો.
અધ્યયન-૧ શાપરિજ્ઞાનો ઉદ્દેશક-૨ પૃથ્વીકાયનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
- X - X - X -
X - X - X -