________________
૧/૧/૨/૧૫
૬૫
કર્યા પછી નોકર દ્વારા તે પશુના ચામડા, હાડકા, માંસ, સ્નાયુ આદિનો પોતાના ઉપયોગ માટે સંગ્રહ કરાવે છે. આ પ્રમાણે પવિત્રતાનું અભિમાન કરવા છતાં શું ત્યાગ્યું ?
આ પ્રમાણે શાક્ય આદિ મતવાળા સાધુઓ અણગારવાદનું વહન કરે છે, પણ અનગારના ગુણોમાં લેશમાત્ર વર્તતા નથી. ગૃહસ્થચર્યાનો જરાપણ ત્યાગ કરતા નથી. પણ વિભિન્ન પ્રકારના હળ, કોદાળી, કોશ, ત્રિકમ આદિ શસ્ત્રોથી પૃથ્વીકાય જીવોનો વધ કરે છે. આ પ્રમાણે વિવિધ શસ્ત્રો દ્વારા પૃથ્વીકાયના આરંભ-સમારંભ સ્વરૂપ વધ કરનારા લોકો પૃથ્વીકાયના આશ્રિત જલ, વનસ્પતિ આદિ જીવોની પણ હિંસા કરે છે. આ પ્રમાણે પૃથ્વીકાય જીવોના શત્રુ એવા શાક્ય આદિઓનું અસાધુપણું બતાવીને હવે વિષયસુખોની અભિલાષાથી મન, વચન, કાયાથી કરણ, કરાવણ, અનુમોદન સ્વરૂપ હિંસાનું સ્વરૂપ કહે છે
• સૂત્ર-૧૬ :
પૃથ્વીકાયના આરંભ વિષયમાં ભગવંતે પરિતા બતાવી છે કે જીવિતનો વંદન-માનન અને પૂજનને માટે, જન્મ-મરણથી છૂટવા માટે, દુઃખોનો નાશ કરવાને માટે તેઓ સ્વયં જ પૃથ્વીશસ્ત્રોનો સમારંભ કરે છે, બીજા પારો પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરાવે છે, પૃથ્વીશસ્ત્રનો આરંભ કરનારની અનુમોદના કરે છે.
-
• વિવેચન :
પૃથ્વીકાયના સમારંભ-હિંસાના વિષયમાં શ્રી વર્ધમાનસ્વામી આ પરિજ્ઞા કહે છે. હવે પછી કહેવાતા કારણો વડે સુખના ઇચ્છુકો કરવા, કરાવવા, અનુમોદવા વડે પૃથ્વીકાયનો સમારંભ કરે છે, તે કારણો આ પ્રમાણે છે –
નાશવંત એવા આ જીવનના વંદન, સન્માન અને પૂજનને માટે, જન્મ-મરણથી છુટવાને માટે તથા દુઃખોને દૂર કરવા માટે પોતે સુખનો અભિલાષી અને દુઃખનો દ્વેષી બની પોતે પોતાના વડે જ પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરે છે. બીજા પાસે પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરાવે છે, પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરનાર અન્યને અનુમોદે છે. વર્તમાનકાળ માફક ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ મન, વચન, કાયાની ક્રિયા વડે યોજવું.
આવી હિંસક જેની મતિ છે, તેનું શું થાય છે, તે બતાવે છે–
• સૂત્ર-૧૭ ન
પૃથ્વીકાયનો સમારંભ - હિંસા તે હિંસક જીવોને અહિતને માટે થાય છે, અબોધિને માટે થાય છે. જે સાધુ આ વાતને સારી રીતે સમજે છે, તે સંયમ સાધનામાં તત્પર થઈ જાય છે. ભગવંત અને શ્રમણના મુખેથી ધર્મશ્રવણ કરીને કેટલાક મનુષ્યો એવું જાણે છે કે - આ પૃથ્વીકાયની હિંસા ગ્રંથિ છે, આ મોહ છે, આ મૃત્યુ છે અને આ જ નરક છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈને અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા પૃથ્વીકર્મ સમારંભથી પૃથ્વીકાયના 1/5
૬૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
જીવોની તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે.
હવે જે હું કહું છું તે સાંભળો - જેમ કોઈક જન્મથી અંધ આદિ મનુષ્યને
કોઈ ભેટે, કોઈ છેદે, પગને કોઈ ભેટે, કોઈ છેકે, ઘૂંટણને કોઈ ભેટે, કોઈ છેતે, જાંઘને કોઈ ભેટે, કોઈ છેદે, જાનુને કોઈ ભેઠે, કોઈ છેદે, સાથળને કોઈ ભેટે, કોઈ છે?, કમરને કોઈ ભેટે, કોઈ છેકે, નાભિને કોઈ ભેટે, કોઈ છેદે, ઉંદરને કોઈ ભેટે, કોઈ છેદે, પડખાને કોઈ ભેટે, કોઈ છેદે; આ જ પ્રમાણે પીઠ, છાતી, હૃદય, સ્તન, ખભા, ભુજા, હાથ, આંગળી, નખ, ગર્દન, દાઢી, હોઠ, દાંત, જીભ, તાળવું, ગાલ, ગંડસ્થળ, કાન, નાક, આંખ, ભૃકુટી, લલાટ અને મસ્તકને કોઈ મનુષ્ય ભેટે, કોઈ છે, કોઈ મૂર્છિત કરે યાવત્ પાણનો
નાશ કરી દે. ત્યારે તેને જેવી વેદના થાય છે—
-
તેવી જ રીતે પૃથ્વીકાયના જીવ પણ અવ્યક્તરૂપથી વેદનાનો અનુભવ કરે છે પણ તેને પ્રગટ કરી શકતા નથી.
આ પ્રકારે પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરનાર અજ્ઞાની જીવે આ આરંભ સારીરીતે જાણેલ, સમજેલ નથી. (તેનો પરિાતા હોય છે.)
• વિવેચન :
પૃથ્વીકાયના સમારંભ રૂપ હિંસા કરવા, કરાવવા, અનુમોદવાથી તેને ભવિષ્યકાળમાં અહિંતને માટે થશે તેમજ અબોધિ માટે થશે (બોધિલાભ થશે નહીં). કેમકે પ્રાણિગણના ઉપમર્દનમાં પ્રવર્તેલાને થોડો પણ હિતદાયી લાભ ન થાય.
જે કોઈ તીર્થંકર ભગવંતો પાસે કે તેમના શિષ્ય સાધુઓ પાસે પૃથ્વીકાયના સમારંભને પાપરૂપ જાણીને આ પ્રમાણે સમજે છે - માને છે કે, “આ પૃથ્વીકાય સચેતન-સજીવ છે.” તે પરમાર્થને જાણનારો સાધુ પૃથ્વીકાયનો વધ અહિતકારી છે તે સારી રીતે જાણે. જાણીને સમ્યગ્ દર્શન આદિ ગ્રહણ કરીને વિચરે. (માતાનીય શબ્દનો અર્થ વૃત્તિકાર સમ્યગ્ દર્શનાદિ કરે છે જ્યારે યૂર્ણિકાર તેનો અર્થ “સંયમ અને વિનય કરે છે. જુઓ બાપા, પૂજ-પૃ. ૨૨:)
-
કેવા પ્રયત્નથી તે માને ? તે બતાવે છે - સાક્ષાત્ ભગવંત કે સાધુ પાસેથી સાંભળીને - અવધારીને માને છે. મનુષ્યજન્મમાં તત્ત્વનો પ્રતિબોધ પામેલા સાધુઓએ આ જાણ્યું છે કે, આ પૃથ્વીકાયનો શસ્ત્ર સમારંભ નિશ્ચે આઠ પ્રકારના કર્મના બંધ સ્વરૂપ છે. અહીં કાર્યમાં કારણનો ઉપચાર કર્યો છે તે આ રીતે - જેમ ગંદુ પાણી પગને રોગી બનાવતું હોવાથી પગ રોગ તરીકે જાણીતું છે, એ ન્યાય મુજબ પૃથ્વીકાયનો સમારંભ મોહનો હેતુ હોવાથી મોહનીય કર્મના બંધરૂપ છે આ મોહનીય કર્મ દર્શન, ચારિત્ર ભેદથી અટ્ઠાવીશ પ્રકારની કર્મ પ્રકૃતિ રૂપ છે.
સૂત્રમાં ગંયે શબ્દ છે. ગ્રંથનો અર્થ વૃત્તિકારે આઠ પ્રકારનો કર્મબંધ કર્યો છે. મૂર્તિકારે પણ આ અર્થ કર્યો છે. બૃહત્કલ્પના ઉદ્દેશક-૧ની ભાષ્ય ગાથા-૧૦ થી ૧૪માં ગ્રંથના દ્રવ્ય અને ભાવથી કુલ ૨૪ ભેદો કહે છે, 'પ' એ જૈન પારિભાષિક શબ્દ છે.)