________________
૪૦.
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૧/૧/ ૩
હું કોણ છું ? પૂર્વજન્મમાં નાક, તિર્યચ, મનુષ્ય કે દેવ હતો ? ત્યાંથી આ મનુષ્ય જન્મમાં આવેલ છું અને મરણ પછી હું ક્યાં ઉત્પન્ન થઈશ ? એ જ્ઞાન હોતું નથી.
કે અહીં સર્વત્ર ભાવદિશા અને પ્રજ્ઞાપક દિશાનો અધિકાર છે, તો પણ પૂર્વસૂત્રમાં સાક્ષાત્ પ્રજ્ઞાપક દિશા લીધી છે અને અહીં ભાવદિશા છે, તેમ જાણવું.
શંકા :- અહીં સંસારી જીવોને દિશા-વિદિશામાંથી આવવા વગેરેની વિશિષ્ટ સંજ્ઞાનો નિષેધ થાય છે પણ સામાન્ય સંજ્ઞાનો નહીં. આ વાત સંજ્ઞી, જે ધર્મી આત્મા છે તેને સિદ્ધ કર્યા પછી થાય છે. કહ્યું છે કે - “ધર્મી સિદ્ધ થાય તો ધર્મનું ચિંતવન થાય છે.” હવે તમારો માનેલો આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણથી દૂર હોવાથી તેની સિદ્ધિ નહીં થાય, તેથી આભા પ્રત્યક્ષસી નજરોનજર દેખાતો નથી, કેમકે આત્મા અતીન્દ્રિય છે. આ અતીન્દ્રિયત્વ સ્વભાવના વિપકૃષ્ટ હોવાના કારણે મનાયેલ છે. વળી આત્માના સાહજિક કાયદિના ચિન્હનો સંબંધ ગ્રહણ ન થતો હોવાથી પણ તેનું અતીન્દ્રિયવ કહેલું છે. અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થતો નથી. કેમકે આત્મા ઇન્દ્રિયોને પ્રત્યક્ષ ન હોવાના કારણે આત્માને સામાન્યથી પણ ગ્રહણ કરવો અસંભવ છે.
- વળી ઉપમાન પ્રમાણથી પણ આભા ગ્રહણ થઈ શકતો નથી અને આગમ પ્રમાણની દષ્ટિએ કહીએ તો પણ અનુમાનના અંતર્ગત્ હોવા સિવાય બાહ્ય વસ્તુમાં સંબંધ નહીં હોવાથી પ્રમાણનો અભાવ માનેલો છે. અથવા પ્રમાણને માને તો પણ આગમ વચનોમાં પરસ્પર વિરોધ જણાય છે. આગમ સિવાય પણ સકલ વસ્તુની ઉત્પત્તિ અચપતિથી સિદ્ધ થતી નથી. આ પ્રમાણે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ અને અાથપિત્તિ આ પાંચ પ્રમાણથી છઠ્ઠા પ્રમાણનો વિષય હોવાથી આમાનો અભાવ જ માનવામાં આવશે.
- પ્રયોગ આ પ્રમાણે છે – (૧) આત્મા નથી, (૨) કારણ કે તે પાંચ પ્રમાણના વિષયથી દૂર છે, (3) જેમકે - ગઘેડાના શીંગડા. આ પ્રમાણે આત્માનો અભાવ સિદ્ધ થવાથી વિશિષ્ટ સંજ્ઞાનો જ નિષેધ થઈ જશે અને તેમ થતા સૂરની ઉત્પત્તિ જ નહીં રહે – હવે આ શંકાનું સમાધાન કરે છે –
સમાધાન - આ બધી શંકા ગુરુની સેવા નહીં કરનારાઓની છે. (સત્ય એ છે કે) (૧) આત્મા પ્રત્યક્ષ જ છે, (૨) આત્માનો જ્ઞાનગુણ સ્વયંને અનુભવસિદ્ધ છે. (3) જેમકે : વિષયોની સ્થિતિ સ્વસંવેદનસિદ્ધ હોય છે. તેથી ઘટ, પટ વગેરેને પણ રૂપાદિ ગુણ પ્રત્યક્ષપણે આંખની સામે જ છે. મરણના અભાવના પ્રસંગથી ભૂતોનો ગુણ ચૈતન્ય છે એવી શંકા ન કરવી. કેમકે તેઓનો તેની સાથે હંમેશા સંવિધાનનો સંભવે છે. ત્યાજ્ય વસ્તુનો ત્યાગ અને ઉપાદેય વસ્તુના ગ્રહણ. એ બધાની પ્રવૃત્તિના અનુમાન વડે આત્માની સિદ્ધિ થાય છે. એ જ પ્રમાણે દિશા-ઉપમાનાદિ પણ પોતાની બુદ્ધિ વડે પોતાના વિષયમાં યથાસંભવ યોજવા (સમજવા).
- કેવળ જિનેશ્વરના આ આગમ વડે જ વિશિષ્ટ સંજ્ઞા નિષેધના દ્વાર વડે
હું છું એમ આત્માના ઉલ્લેખ વડે આત્માનો સદ્ભાવ સિદ્ધ કર્યો છે. જૈન આગમ સિવાયના બીજા આગમો અનાપ્ત પુરુષના બનાવેલા હોઈ અપમાણ જ છે. અહીં
આત્મા છે” એમ માનનાર કિયાવાદીના બધા ભેદો સમાવિષ્ટ થયા. “આમાં નથી' એમ માનનાર અક્રિયાવાદીના બધા ભેદો સમાવિષ્ટ છે. અજ્ઞાની તથા વૈનયિકના બધા ભેદો તેમાં સમાતા હોવાથી તેનું પણ ગ્રહણ કર્યું છે.
- આ ૩૬૩ પાખંડીના ભેદો આ પ્રમાણે છે - ક્રિયાવાદીના-૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના-૬૩ અને વિનયવાદીઓના-૩૨ ભેદો છે.
- ક્રિયાવાદીના-૧૮૦ ભેદ આ પ્રમાણે - જીવ, અજીવ, આશ્રવ, બંધ, પુષ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ નામે નવ પદાર્થો છે, તે સ્વ અને પર બે ભેદથી, નિત્ય અને અનિત્ય બે વિકલ્પો વડે તથા કાળ, નિયતિ, સ્વભાવ, ઇશ્વર અને આત્મા પાંચ એ બધાંનો ગુણાકાર કરતા ૯ × ૨ x ૨ x ૫ = ૧૮૦ ભેદો છે. આનું અસ્તિત્વ માનનારા કહે છે–
(૧) જીવ સ્વયી અને કાળથી નિત્ય છે. (૨) જીવ સ્વથી અને કાળથી અનિત્ય છે. (૩) જીવ પરથી અને કાળથી નિત્ય છે. (૪) જીવ પરથી અને કાળથી અનિત્ય છે. આ પ્રમાણે કાળના ચાર ભેદ થયા, આ પ્રમાણે નિયતિ, સ્વભાવ, ઇશ્વર, આત્માના ચાર-ચાર વિકલા થાય. એ રીતે ૫ x ૪ = ૨૦ ભેદ. આ તો જીવના ભેદ થયા. આ પ્રમાણે જીવ આદિ આઠના ભેદો ગણતા ૨૦ X ૯ = ૧૮૦ ભેદ થાય.
તેમાં સ્વથી એટલે પોતાના જ રૂપ વડે જીવ છે, પણ પરની ઉપાધિ વડે હુસ્વ કે દીર્ધપણાની માફક નથી. તે નિત્ય અને શાશ્વત છે, પણ ક્ષણિક નથી. પૂર્વકાળ અને ઉત્તકાળમાં રહેનાર છે. અહીં કાળથી એટલે કાળ જ આ વિશ્વની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલયનું કારણ છે. કહ્યું છે કે - કાળ જ ભૂતોને પરિપક્વ કરે છે, કાળ જ પ્રજાનો નાશ કરે છે. બધાં સુતા હોય તો પણ કાળ જાગે છે. કાળ દુરતિક્રમ છે. આ કાળ અતીન્દ્રિય છે. તે એક સાથે થતી, ઘણા કાળે થતી, ક્રિયાઓથી જણાય છે.
વિકલા-૧-કાળ ઠંડી, ગરમી, વર્ષાની વ્યવસ્થાનો હેતુ છે. પણ, લવ, મુહૂર્ત, પ્રહર, અહોરમ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, ક૫, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પદ્ગલ પરાવર્ત, અતીત, અનામત, વર્તમાન, સર્વ અદ્ધાદિના વ્યવહારરૂપ છે.
વિકa૫-૨-કાળથી જ આત્માનું અસ્તિત્વ છે. પણ કાળ અતિત્ય છે.
વિકલા-3-પર આત્માથી જ સ્વ આત્માની સિદ્ધિ સ્વીકારેલ છે. પણ આત્માનું અસ્તિત્વ પર અપેક્ષાએ કઈ રીતે સ્વીકારી શકાય ?
ખરેખર એ તો પ્રસિદ્ધ જ છે કે - સર્વે પદાર્થો પપદાર્થના સ્વરૂપની અપેક્ષા એ પોતાના રૂપનો પરિચ્છેદક છે. જેમકે દીધની અપેક્ષાએ દૂરપણાનું અને હુર્ત અપેક્ષાએ દીર્ધપણાનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે આત્મા સિવાયના સ્તંભ, કુંભ આદિ જોઈને તેનાથી ભિન્ન એવા પદાર્થમાં આત્મપણાની બુદ્ધિ પ્રવર્તે છે. તેથી આત્માના સ્વરૂપનો નિશ્ચય પરથી જ થાય છે, પોતાની મેળે નહીં.