________________
૧/૧/૧/૨
૩૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ઉત્તરમાં, લવણસમુદ્ધ દક્ષિણમાં, સૂર્યનો ઉદય પૂર્વમાં અને સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થશે.
હવે પ્રજ્ઞાપક દિશા કહે છે
[નિ.૫૧] પ્રજ્ઞાપક ક્યાંય પણ ઉભો રહીને દિશાના બળથી કોઈપણ નિમિત કહે તે જે દિશા સન્મુખ હોય તે પૂર્વ દિશા અને પાછળની પશ્ચિમ દિશા જાણવી. નિમિત કથનના ઉપલક્ષણથી બીજી પણ વ્યાખ્યાતા માટે આ વાત સમજી લે
હવે બીજી દિશાઓને જાણવા માટે કહે છે કે[નિ.૫૨ થી ૨૮] અહીં સાત ગાથાઓ સાથે લીધી છે. તેનો અર્થ આ
પ્રમાણે
- પૂર્વ દિશા સન્મુખ ઉભા રહીએ તો જમણે હાથે દક્ષિણ દિશા અને ડાબે હાથે ઉત્તર દિશા જાણવી. આ દિશાઓની વચ્ચે ચાર વિદિશાઓ જાણવી.
- આ આઠ (દિશા-વિદિશા)ના આંતરમાં બીજી આઠ દિશાઓ છે. આ રીતે સોળ દિશાઓ છે. શરીરની ઊંચાઈ અને પહોળાઈ પ્રમાણ સર્વે તિર્થી દિશાઓ જાણવી.
- બે પગના તળીયાની નીચે ધો દિશા જાણવી, મસ્તકની ઉપર ઉર્વ દિશા છે. આ અઢાર દિશાઓને પ્રજ્ઞાપના દિશાઓ જાણવી.
- આ રીતે કલ્પિત એવી અઢાર દિશાઓના નામો અનુક્રમે કહું છું
- પૂર્વ, પૂર્વ-દક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર, ઉત્તર, ઉત્તર-પૂર્વ, સામુલ્યાણી, કપિલા, ખેલિજ્જા, અહિધમાં, પર્યાયધમ, સાવિત્રી, પ્રજ્ઞાવિત્રી, નરકની નીચે અધો દિશા અને દેવલોકની ઉપર ઉd દિશા છે - આ પ્રજ્ઞાપના દિશાના નામો છે, હવે તે દિશાઓના આકાર (સંસ્થાન)ને બતાવે છે
[નિ.૫૯] સોળે તિર્ય દિશા ગાડાની ઉદ્ધના આકારે જાણવી. તે પ્રજ્ઞાપકના પ્રદેશમાં સાંકડી અને બહાર પહોળી છે. ઉર્વ અને અધો દિશા સરસ્વલાના આકારે છે. કેમકે તે મસ્તક અને પગના મૂળમાં નાની હોવાથી મલ્લક અને બુબ્બાકારે જતા વિશાળ થાય છે. આ બધાના તાત્પર્યને જાણવા યંગ જોવું તેમ વૃત્તિકારે નોંધેલ છે.
હવે ભાવ દિશાનું નિરૂપણ કરે છે–
[નિ.૬૦] મનુષ્ય, તિર્યંચ, કાય અને વનસ્પતિ એ ચારેના ચાચાર ભેદ છે. તેથી ૪ x ૪ = ૧૬ ભેદ. તથા દેવ અને નાક ઉમેરતા અઢાર ભાવ દિશા થાય છે.
o મનુષ્યના ચાર ભેદ - સંમૂઈનજ, કર્મભૂમિજ, અકર્મભૂમિજ, તદ્વિપજ. o તિર્યંચના ચાર ભેદ - બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય. o કાયાના ચાર ભેદ - પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય. o વનસ્પતિના ચાર ભેદ - અરૂબીજ, મૂળબીજ, સ્કંધબીજ, પર્વબીજ.
- અહીં સામાન્યથી દિશાનું ગ્રહણ કરેલ છે, છતાં જે દિશામાં જીવોની અટક્યા વિના ગતિ-આગતિ સ્પષ્ટ કરી તે સર્વત્ર સંભવે છે. તે દિશાનો જ અહીં અધિકાર છે. તેથી તેને નિર્યુક્તિકાર સાક્ષાત્ દશવિ છે. ભાવદિશાની સાથે જ રહેનારી હોવાથી તેનો વિચાર કરેલ છે. તેથી હવે બીજી દિશાઓને વિચારીએ છીએ.
[નિ.૬૧,૬૨ પ્રજ્ઞાપકની અપેક્ષાએ દિશાના અઢાર ભેદ છે. અહીં ભાવ દિશા
પણ પ્રત્યેક તે જ પ્રમાણે સંભવે છે. તેથી એક-એક પ્રજ્ઞાપક દિશાને ભાવ દિશાના અઢાર ક વડે ગુણતા ૧૮ x ૧૮ = ૩૨૪ થશે. તેની ઉપલક્ષણથી તાપદિશા વગેરેમાં પણ યથાસંભવ યોજના કરવી. ક્ષેત્ર દિશામાં તો ચાર મહાદિશાઓનો જ સંભવે છે, વિદિશા આદિનો સંભવ નથી. કેમકે વિદિશા ફક્ત એક પ્રદેશની હોય છે.
- દિશા સંયોગનો સમૂહ પૂર્વે “મUUTયમો વિસામો મા સદસ" કહેલ વચનથી ગ્રહણ કરેલ છે.
- સૂત્રનો અવયવાર્થ - અહીં દિશા શબ્દથી પ્રજ્ઞાપક દિશા પૂર્વ આદિ ચાર તથા ઉદd અને અધો મળીને છ ગ્રહણ કરી છે. ભાવ દિશા અઢાર જ છે. “અનુદિક' શબદથી પ્રજ્ઞાપકની બાર વિદિશા જાણવી. તેમાં અસંજ્ઞીને એવો બોધા નથી, સંજ્ઞીઓમાં પણ કેટલાકને હોય અને કેટલાંકને આ બોધ ન હોય કે હું અમુક દિશાથી આવ્યો છું.
હવે ઉપસંહાર કરતા કહે છે કે - કેટલાક જીવો જાણતા નથી કે કઈ પ્રતિવિશિષ્ટ દિશા અથવા વિદિશામાંથી મારે આવવાનું થયું છે. આ જ વાત નિયુક્તિ દ્વારા જણાવે છે
[નિ.૬] કેટલાંક જીવોને જ્ઞાનાવરણીય કર્મના વધુ ક્ષયોપશમથી તે જ્ઞાનસંજ્ઞા છે અને કેટલાંક જીવોને જ્ઞાનાવરણ કર્મના આવરણથી તે જ્ઞાનસંજ્ઞા હોતી નથી. જે જ્ઞાનસંજ્ઞા નથી તે બતાવે છે - કે હું પૂર્વજન્મમાં મનુષ્યાદિ કઈ ગતિમાં હતો ? આ પ્રશ્નથી ભાવદિશા ગ્રહણ કરી અથવા કઇ દિશાથી હું આવ્યો ? એ પ્રશ્નથી પ્રજ્ઞાપક દિશા ગ્રહણ કરી - જેમ કોઈ દારૂના નશાથી ચકચૂર હોય, તેનું મન વ્યકત વિજ્ઞાનવાળુ હોય, તે ભૂલીને શેરીમાં પડી જાય. કુતરા આવીને તેનું મોઢું ચાટે, તે સ્થિતિમાં કોઈ તેને ઘેર લઈ આવે, તેના નશો ઉતરી જાય તો પણ “હું ક્યાંથી આવ્યો" તેનું તેને જ્ઞાન હોતું નથી, એ જ રીતે બીજી ગતિમાંથી આવેલ મનુષ્ય આદિ પણ કંઈ જાણતા નથી.
માત્ર આ સંજ્ઞા જ નહીં પણ બીજી પણ સંજ્ઞાના અભાવને સૂત્રકારે જણાવે છે–
સૂત્ર-3 :- (કેટલાંક જીવોને એ જ્ઞાન હોતું નથી - મારો આત્મા પુનર્જન્મ ધારણ કરનાર છે ? અથવા મારો આત્મા પુનર્જન્મ ધારણ કરનાર નથી ? પૂનર્જન્મમાં હું કોણ હતો ? અથવા અહીંથી ચ્યવીને-મૃત્યુ પામીને પરલોકમાં શું થઈશ ?
• વિવેચન :
‘મતિ' એટલે વિદ્યમાન છે. ‘મ' શબ્દથી શરીરનો નિર્દેશ કરેલ છે. શરીરનો માલિક એટલે અંદર રહેલો આત્મા. તે નિરંતર ગતિપતૃત છે. તે આત્મા એટલે જીવ. આ જીવ કેવો છે ? ઓપાતિક છે. એક જન્મમાંથી બીજા જન્મમાં ફરી ફરી જવું એટલે ઉપપાત. તેમાં થવું તે ઔપપાતિક. આ સૂત્ર વડે સંસારનું સ્વરૂપ બતાવે છે. “મારો આભા આવો ઔપપાતિક છે કે નહીં ?” તે જ્ઞાન કેટલાંક અજ્ઞાની જીવોને હોતું નથી.