________________
૧/૧/૧/૧
૩૫
૩૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
થાય છે, આ સંજ્ઞા સામાન્યપણે લેવાથી પંચેન્દ્રિય સમ્યક્ દૈષ્ટિ તથા મિથ્યાર્દષ્ટિને પણ થાય છે.
(૧૬) ઓઘસંજ્ઞા : અવ્યક્ત ઉપયોગરૂપ છે. જેમકે વેલનું વૃક્ષ પર ચડવું. તે જ્ઞાનાવરણીયથી થાય.
“આચાર” સૂત્રમાં અહીં “જ્ઞાન સંજ્ઞા'નો જ અધિકાર છે. તેથી સૂરમાં તેનો જ નિષેધ કર્યો છે - કે કેટલાંક જીવોને આ જ્ઞાન-બોધ હોતો નથી.
નિષેધ જ્ઞાન સંજ્ઞાના વિશેષ બોધને હવે સૂગ થકી જણાવે છે– • સૂત્ર-૨
તે આ પ્રમાણે - (સંસારમાં દરેક જીવોને એ જ્ઞાન હોતું નથી કે -) હું પૂર્વદિશાથી આવ્યો છું કે હું દક્ષિણ દિશાથી આવ્યો છું કે હું પશ્ચિમ દિશાથી આવ્યો છું કે હું ઉત્તરદિશાથી આવ્યો છું કે હું ઉર્ધ્વ દિશાથી આવ્યો છું કે હું આધોદિશાથી આવ્યો છું અથવા કોઈ અન્ય દિશા કે વિદિશાથી આવેલ છે.
એ જ પ્રમાણે તે જીવોને એ જ્ઞાન નથી હોતું કે- વિવેચન :(અહીં કૌંસમાં બતાવેલ લખાણ મૂર્ણિમાં છે, વૃત્તિમાં તે પહેલા સૂપમાં આવેલ છે.).
અહીં ‘qfધHT3' વગેરે પ્રાકૃત શૈલિથી માગધ દેશીભાષાનું અનુવૃત્તિ છે. જે પૂર્વ દિશાદિ સૂચવે છે. ‘વા' શબ્દ વિકલા અર્થમાં છે. જેમકે લોકમાં ખાવું અથવા સૂવું કહે છે તેમ અહીં પૂર્વમાંથી કે દક્ષિણમાંથી આદિ સમજવું હિતા' એટલે કે દેખાડે તે દિશા. તે દ્રવ્ય અથવા દ્રવ્યના ભાગનો વ્યપદેશ કરે છે - દેખાડે છે.
હવે નિયુક્તિકાર દિશા શબ્દના નિક્ષેપને જણાવે છે
[નિ.૪૦] નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, તાપ, પ્રજ્ઞાપક અને ભાવ એ પ્રમાણે સાત રૂપે દિશાનો નિક્ષેપ જાણવો.
- નામદિશા - સચિત આદિ કોઈ વસ્તુનું દિશા એવું નામ તે નામદિશા.
- સ્થાપનાદિશા - ચિત્રમાં આલેખિત જંબૂદ્વીપ આદિના દિશા વિભાગની સ્થાપના.
- હવે દ્રવ્યદિશાનો નિક્ષેપ નિયુક્તિ-૪૧માં જણાવે છે
[નિ.૪૧] દ્રવ્ય દિશા આગમથી અને નો આગમથી એમ બે ભેદે છે. તેમાં આગમથી દ્રવ્ય દિશા એટલે તેને જાણે પણ ઉપયોગ ન રાખે. નો આગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્ત એ ત્રણ ભેદ છે. તેમાં તેર પ્રદેશવાળા દ્રવ્યને આશ્રીને જ આ તpવ્યતિરિક્ત દ્રવ્ય દિશા જાણવી. કેટલાકે દશપદેશિક દિશા કહી છે, તેનું અહીં ગ્રહણ ન કરવું.
પ્રદેશ એટલે પરમાણુ વડે ઉત્પન્ન થયેલ કાર્યદ્રવ્ય, જેટલા ક્ષેત્રપદેશોને અવગાહીને રહે છે તે, જઘન્ય દ્રવ્યને આશ્રીને દશદિશાવિભાગની કલાનાથી દ્રવ્યદિશા જાણવી.
- હવે ફોગ દિશાનો નિક્ષેપ કહે છે–
[નિ.૪] તિછલોક મણે રનપ્રભા પૃથ્વીની ઉપર બહુમધ્યભાગમાં મેરૂ પર્વતના અંતરમાં બે સૌથી નાના પ્રતર છે. તેના ઉપરના પ્રતરમાં ગાયના આગળના આકારે ચાર પ્રદેશ અને નીચેના પ્રતરમાં પણ એ જ રીતે ઉલટા ચાર પ્રદેશ છે. એ પ્રમાણે આઠ પ્રદેશનો ચોખુણો રૂચક નામનો ભાગ છે. ત્યાંથી દિશા-વિદિશાની ઉત્પત્તિ થયેલી છે. તેના નામ નિર્યુક્તિ-૪૩માં જણાવે છે.
[નિ.૪૩] પૂર્વ દિશા, અગ્નિ ખૂણો, દક્ષિણ દિશા, નૈઋત્ય ખૂણો, પશ્ચિમ દિશા, વાયવ્ય ખૂણો, ઉત્તર દિશા, ઈશાન ખૂણો, ઉર્વ દિશા, અધો દિશા, તેમાં ઇન્દ્રના વિજયદ્વાર મુજબ પૂર્વ દિશા જાણવી. બાકીની પ્રદક્ષિણા ક્રમે જાણવી. એક એક દિશા ઉપર-નીચે જાણવી.
આ દિશાઓનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું
[નિ.૪૪] ચાર મહાદિશાઓ બે પ્રદેશવાળી છે અને બન્ને પ્રદેશની વૃદ્ધિવાળી છે. ચાર વિદિશાઓ એક-એક પ્રદેશવાળી છે, તેમાં વૃદ્ધિ નથી. ઉર્વ અધો બંને દિશા ચાર પ્રદેશની ચનાવાળી છે, તેમાં પણ વૃદ્ધિ નથી.
[નિ.૪૫] આ બધી દિશા અંદરથી જોતા ચકચી લઈને સાદિક છે, બહારથી જોતા તે અલોકને આશ્રીને અપર્યવસિત-અનંત છે. દશે દિશા અનંત પ્રદેશવાળી છે. બધી દિશાઓના પ્રદેશોને ચાર વડે ભાગતા તે ચાર-ચાર શેષવાળા છે. આ બધા પ્રદેશરૂપ દિશાઓ આગમની સંજ્ઞાએ “-'' “કૃતયુગ્મ' શબ્દથી ઓળખાય છે.
આગમ પાઠ - હે ભગવન્! યુગ્મ કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! યુગ્મો ચાર કહા છે - કૃતયુગ્મ, ચોર, દ્વાપરયુગ્મ અને કલ્યો. (જુઓ ભગવતીજી-શતક-૧૮, સૂક-૩૪)
આમ કયા કારણથી કહ્યું ? હે ગૌતમ ! જે રાશીને ચાર સંગાથી ભાગતા ચાર પ્રદેશ શેષ રહે તે કૃતયુગ્મ, ત્રણ પ્રદેશ વધે તો ચોક, બે પ્રદેશ વધે તો દ્વાપર અને એક વધે તો કલ્યોજ એમ જાણવું - હવે તેઓનું સંસ્થાન કહે છે
[નિ.૪૬ પૂર્વ આદિ ચાર મહાદિશા ગાડાની ઉઘના આકારવાળા છે. વિદિશાઓ મોતીની માળાના આકારની છે. ઉર્વ-અધો દિશા સૂચક આકારે છે. હવે તાપ દિશા
[નિ.૪૦,૪૮] જે દિશામાં સૂર્ય ઉદય થઈને તાપ આપે, તે પૂર્વદિશા કે તાપદિશા જાણવી. જ્યાં સૂર્ય આથમે તે પશ્ચિમ દિશા. જમણી બાજુની દક્ષિણ દિશા અને ડાબી બાજુની ઉત્તર દિશા જાણવી. આ ચાર દિશા તાપક્ષેત્ર કહેવાય છે - અહીં તાપનો અર્થ સૂર્ય કરેલ છે. ડાબા-જમણાપણું પૂર્વાભિમુખને આશ્રીને કહ્યું છે.
તાપદિશાને આશ્રીને બીજા વ્યપદેશ પણ થાય છે, તે હવે જણાવે છે
[નિ.૪૯,૫૦] મેરુ પર્વત બધા ક્ષેત્રના લોકોને ઉત્તરદિશામાં જ માનવામાં આવેલ છે, એ કથન તાપદિશાને આશ્રીને જાણવું. પરંતુ મેરૂ પર્વતના પૂર્વથી જે મનુષ્યો ફ્લેગદિશાને અંગીકાર કરે છે, તે રૂચકની અપેક્ષાએ જાણવું. તેઓના ઉત્તરમાં મેરૂ અને દક્ષિણમાં લવણ સમુદ્ર જાણવો. પણ તાપ દિશાને આશ્રીને તો બધાંને મેરૂ