________________
૧/૧/૧/૧
૩૪
સર્વજ્ઞ ભગવંત મહાવીરે જે કહ્યું તે કહું છું, મારી પોતાની બુદ્ધિથી કંઈ કહેતો નથી.
કથા-મેં પ્રભુ પાસે સાક્ષાત્ સાંભળેલ છે, પરંપરાથી સાંભળેલ નથી.
માયુમન્ - દીધયુવાળા, ઉત્તમ જાતિ, કુળ આદિ હોવા સાથે લાંબુ આયુ પણ જરૂરી છે. શિષ્ય જે દીઘયિ હોય તો નિરંતર પોતાના શિષ્યોને ઉપદેશ આપે.
તેન અહીં આ “આચાર” સૂત્ર કહેવાની ઇચ્છાથી તેનો અર્થ તીર્થકરે કહેલ હોવાથી તેન શબ્દ વડે આયુષ્યમા વિશેષણ તીર્થકરને પણ લાગુ પડે. અથવા તેન' એટલે તે તીર્થકરે કહેલ છે. અથવા પ્રાકૃશતા એટલે ભગવંતના ચરણકમળની સેવા કરતા મેં સાંભળ્યું એમ કહીને વિનય બતાવે છે. અથવા આવતા શબ્દથી-ગુરુ પાસે રહી મેં સાંભળ્યું તેમ તમારે પણ ગુરૂકુલવાસ સેવવો, એમ સૂચવ્યું. આ રીતે અહીં ઉમા સંતે ના મામુસંતે અને આવતેT એ બે પાઠાંતર જાણવા.
જાવતા – ઐશ્વર્ય આદિ છ ગુણો જેની પાસે છે તે ભગવાન છે.
વમ્ - આ પ્રમાણે શબ્દ કઈ વિધિએ કહ્યું છે, તે જણાવે છે. માહ્યાત શબ્દથી કાપણાનો નિષેધ કરીને આગમના અર્થના નિત્યપણાને જણાવે છે.
હ - એટલે આ ક્ષેત્રમાં, પ્રવચનમાં, આચાર સૂત્રમાં, શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં કહ્યું છે એ પ્રમાણે ક્રિયાપદનો સંબંધ જાણવો - અથવા
1 - એટલે સંસારમાં. ષ - જ્ઞાનાવરણીય આદિ કર્મોથી યુક્ત જીવોને, સંજ્ઞા હોતી નથી. સંજ્ઞા, સ્મૃતિ, અવબોધ આદિ પર્યાયવાચી શબ્દો છે. અહીં સુધી પદાર્થો બતાવ્યા. હવે “પદ વિગ્રહ” તેમાં સમાસ ન હોવાથી બતાવેલ નથી.
હવે “ચાલના” અર્થાત્ શંકા રજૂ કરે છે - (શિષ્ય) ‘અ'કાર આદિ પ્રતિષેધક લgશબ્દ હોવા છતાં નિષેધને માટે “નો’ શબ્દ કેમ મુક્યો ? તેનું સમાધાન કરે છે–
તમારો પ્રશ્ન યોગ્ય છે. અહીં ‘નો' શબ્દ વિશેષ હેતુ બતાવે છે. ‘'કાર વડે નિષેધ કરે તો સર્વથા નિષેધ થાય. જેમકે ઘટ નહીં તે “અઘટ”. એમ કહેવાથી ઘડાનો સર્વથા અભાવ થઈ જશે. આવો અર્થ ઇષ્ટ નથી. કેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં સર્વે પ્રાણિઓની દશ સંજ્ઞા કહેલી છે. (જુઓ પ્રાપI સૂપ-૩૫૪, પદ-કાઠમું) જો 'અ'કાર મુકે તો આ દશે સંજ્ઞાનો નિષેધ થઈ જાય. તેથી ‘નો' શબ્દ અહીં સૂત્રમાં “દેશ નિષેધ”ને માટે મૂકેલ છે.
સંજ્ઞા-હે ભગવની સંજ્ઞાઓ કેટલી કહી છે ? હે ગૌતમ સંજ્ઞા દશ કહી છે. તે આ પ્રમાણે – આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘા અને લોક સંજ્ઞા. (lletiમ, સ્થાન-૧૦, સુપ-૬૬૫માં પણ આ દશ સંti બતાવેલ છે.) આ દશ સંજ્ઞાના સર્વથા નિષેધનો દોષ ન આવે માટે “નો” મૂક્યું. કેમકે “નો’ શબ્દ સર્વથી અને દેશથી નિષેધવાચી છે. જેમકે ‘નોઘટ' કહેવાથી ઘડાનો સર્વથા અભાવ જણાશે. કહ્યું છે કે “નો" શબ્દ પ્રસ્તુત અર્થનો સર્વથા નિષેધ કરે છે અને તેના કેટલાક અવયવ કે અન્યધમનો સભાવ પણ બતાવે છે. તેમ અહીં ‘નો' શબ્દ વિશિષ્ટ સંજ્ઞાનો અભાવ બતાવે છે, સર્વ સંજ્ઞાનો નહીં. જેમકે આમાં આદિ પદાર્થોનું સ્વરૂપ અને ગતિ-આગતિ આદિ જ્ઞાન થાય તેવી સંજ્ઞાનો અહીં [1/3]
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નિષેધ કર્યો છે.
હવે નિયુક્તિકાર સૂત્રના અવયવોના નિોપાનો અર્થ બતાવે છે
[નિ.૩૮] સંજ્ઞા નામ આદિ ચાર ભેદે છે. તેમાં નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. દ્રવ્ય નિક્ષેપમાં જ્ઞ શરીર, ભવ્ય શરીર સુગમ છે. વ્યતિરિક્ત દ્રવ્ય નિક્ષેપ સચિવ, અચિત, મિશ્ર એમ ત્રણ ભેદે છે. હાથ આદિના સંકેતથી પાન, ભોજન આદિની સંજ્ઞા કરવી તે સચિત, વજાથી મંદિરનો સંકેત તે અચિત્ત. દીવા વગેરેથી જે બોધ થાય તે મિશ્ર.
ભાવ સંજ્ઞાના બે ભેદ છે - અનુભવ અને જ્ઞાન. તેમાં અન્ય વ્યાખ્યાવાળી જ્ઞાન સંજ્ઞા પહેલા કહે છે. મનન કરવું તે મતિ, અથgિ અવબોધ. તે મતિજ્ઞાનાદિ પાંચ ભેદે છે. જેમાં કેવળજ્ઞાન સંજ્ઞા ક્ષાયિક ભાવમાં છે અને મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ એ ચાર સંજ્ઞા ક્ષાયોપથમિક ભાવે છે. અનુભવસંજ્ઞા એટલે પોતે કરેલા કર્મોના ઉદયથી જીવને થતો બોધ. તેના સોળ ભેદ છે.
[નિ.૩૯] અનુભવ સંજ્ઞાના સોળ ભેદ આ પ્રમાણે છે
(૧) આહારસંજ્ઞા - એટલે આહારની ઇચ્છા. આ સંજ્ઞા તૈજસશરીર નામના કર્મના ઉદયથી અને અસતાવેદનીયના ઉદયથી ઉદ્ભવે.
(૨) ભયસંજ્ઞા - ત્રાસરૂપ જાણવી. (3) પરિગ્રહસંજ્ઞા - મૂછરૂપ છે. (૪) મૈથુનસંજ્ઞા વેદરૂપ છે, મોહનીયથી ઉદ્ભવે
(૫) સુખસંજ્ઞા - સાતા અનુભવરૂપ છે. સુખ-દુ:ખ સંજ્ઞા વેદનીય કર્મથી ઉદ્ભવે.
(૬) દુઃખસંજ્ઞા - અસાતા અનુભવરૂપ છે. (૩) મોહસંજ્ઞા - મિથ્યાદર્શનરૂ૫ મોહથી ઉદ્ભવે.
(૮) વિચિકિત્સાસંજ્ઞા - યિતની ભ્રમણારૂપ છે. મોહનીય અને જ્ઞાનાવરણના ઉદયથી થાય.
(૯) ક્રોધસંજ્ઞા - અપ્રીતિરૂપ છે. (૧૦) માનસંજ્ઞા - ગવરૂપ છે. (૧૧) માયાસંજ્ઞા : વકતારૂપ છે. (૧૨) લોભસંજ્ઞા - ગૃદ્ધિ-આસકિતરૂપ છે.
(૧૩) શોકસંજ્ઞા - વિપ્રલાપ અને વૈમનસ્વરૂપ છે. ક્રોધાદિ પાંચે સંજ્ઞા મોહનીય કર્મોદયે થાય છે.
(૧૪) લોકસંજ્ઞા - સ્વચ્છંદરૂપે મનોકલ્પિત વિકલ્પરૂપે થતું લોકાયરણ - જેમકે પુત્ર વિનાનાને સ્વર્ગ ન મળે. કુતરો યક્ષ છે. બ્રાહ્મણો જ દેવ છે. કાગડા દાદાઓ છે. પક્ષીના પીંછાના વાયુથી ગર્ભ રહે છે વગેરે. આ સંજ્ઞા જ્ઞાનાવરણના ક્ષયોપશમ અને મોહનીયના ઉદયે ઉભવે છે.
(૧૫) ધર્મસંજ્ઞા • ક્ષમા આદિના આસેવનરૂપ છે. મોહનીયના ક્ષયોપશમથી