________________
શ્રુતસ્કંધ-૧, ભૂમિકા
અર્થ શ્રી વદ્ધમાન સ્વામીએ સમ્યક્ રીતે પાળેલ છે. બીજા સાધુઓ તે ઉત્સાહથી પાળે તે માટે બતાવેલ છે – કહ્યું છે કે - જ્યારે ચાર જ્ઞાનવાળા, દેવતા વડે પૂજિત, નિશ્ચિતરૂપે મોક્ષપદને પામનાર તીર્થંકર પણ છાસ્થ અવસ્થામાં સર્વ શક્તિ અને પરષાર્થ સહ મોક્ષ માટે ઉધમ કરે છે - તો પછી અન્ય સુવિહિત પુરષ મનુષ્ય જન્મમાં દુ:ખના કાયના કારણભૂત ચાઅિધર્મમાં પોતાની સર્વશકિતથી ઉધમ કેમ ન કરે ? અર્થાત્ જરૂર કરવો જોઈએ. - હવે શસ્ત્રપરિજ્ઞાનો ઉદ્દેશ અધિકાર કહે છે–
(અધ્યયન-૧-શસ્ત્રપરિજ્ઞા) (હવે પહેલા મૃતકંધના પહેલા આધ્યયનનો અહીંથી આરંભ થાય છે. આ આધ્યયનનું નામ “શાપરિજ્ઞા” છે. તેના અર્થની ટdi આગળ નિયુક્તિ-૩૫ થી 39માં કરેલ છે. આ અધ્યયનમાં સાત ઉદ્દેશકો છે. તેનું વિવરણ નિયુક્તિ-૩૫માં છે.)
[નિ.૩૫] શસ્ત્ર પરિજ્ઞાના પહેલા ઉદ્દેશામાં સામાન્યથી “જીવનું અસ્તિત્વ" બતાવેલ છે. બાકીના બીજા છ ઉદ્દેશામાં વિશેષથી પૃથ્વીકાય વગેરે (છ કાયનું) અસ્તિત્વ બતાવે છે. આ છ-કાયમાં બધાને અંતે કર્મબંધ અને વિરતિનું કથન છે. પહેલા ઉદ્દેશોમાં જીવનું વર્ણન તેના વધથી કર્મબંધ, તેનાથી વિરમવું - એ કથન છે.
અહીં શસ્ત્ર પરિજ્ઞા એ નામમાં બે પદ છે. તેમાં “શ' પદનો નિક્ષેપ કહે છે
[નિ.૩૬] “શ” પદના નામ આદિ ચાર નિણોપા છે. તેમાં તલવાર આદિ, અનિ, વિષ, ઘી-તેલ આદિ, અમ્બ ક્ષાર, લવણ વગેરે વ્યતિરિક્ત દ્રવ્ય શા છે.
ભાવશરુ - દુષ્ટ પ્રયુકત અંતઃકરણ (ભાવ), તથા વચન અને કાયાની અવિરતિ છે. કેમકે મન, વચન, કાયાની દુષ્ટપ્રવૃત્તિથી જીવોની હિંસા થાય છે, માટે તેને ભાવશસ્ત્ર કહે છે - પરિજ્ઞાના ચાર નિક્ષેપા કહે છે.
[નિ.૨] દ્રવ્ય પરિજ્ઞા બે ભેદે છે. જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞ પરિજ્ઞાના બે ભેદ છે. આગમચી અને નોઆગમથી. આગમચી - જ્ઞાતા પણ તેનો ઉપયોગ ન હોય. નો આગમચી જ્ઞ પરિજ્ઞાના ત્રણ ભેદ છે - જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત. જે કંઈ દ્રવ્યને જાણે તેમાં સચિત આદિનું જ્ઞાન થાય. તે પરિચ્છધ દ્રવ્યના પ્રધાનપણાથી વ્યતિરિક્ત દ્રવ્ય પરિજ્ઞા છે.
પ્રત્યાખ્યાન પરિજ્ઞા પણ ચાર ભેદે છે. તેમાં દેહ, ઉપકરણ આદિનું જ્ઞાન થવું તે વ્યતિરિક્ત દ્રવ્ય પ્રત્યાખ્યાન પરિજ્ઞા કહેવાય. અહીં ઉપકરણમાં જોહરણ આદિ લેવા. કેમકે તે સાધકતમપણે છે.
ભાવ પરિજ્ઞાના પણ બે ભેદ છે - જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. તેમાં આગમથી જ્ઞ પરિજ્ઞા એટલે જ્ઞાતા હોય અને તે ઉપયોગવાળો હોય. નો આગમથી જ્ઞ પરિજ્ઞા એટલે આ જ્ઞાન-ક્રિયારૂપ અધ્યયન. કેમકે નો શબ્દ (જ્ઞાન-ક્રિયા) મિશ્રવનો વાયક છે. આ જ પ્રમાણે પ્રત્યાખ્યાન ભાવપરિજ્ઞા જાણવી. તે આગમથી,
૩૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પૂર્વવત છે પણ નો આગમથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ છે. તે મન, વચન, કાયાથી કરવું, કરાવવું અનુમોદવું એ નવ ભેદે હિંસાથી અટકવા રૂપ જાણવી.
આ રીતે નામ નિપજ્ઞ નિક્ષેપ પૂરો થયો. હવે આચાર આદિ આપનારના અને તે સહેલાઈથી સમજાય તે માટેના ટાંતને બતાવીને તેની વિધિ કહે છે
જેમ કોઈ રાજાએ નવું નગર સ્થાપવાની ઇચ્છાથી જમીનના સમાન ભાગો કરીને પ્રજાજનને આપ્યા. તેમજ કચરો અને શલ્યો દૂર કરવા, જમીન સરખી કરવા, પાકી ઇંટોના ચોતરાવાળો મહેલ બનાવવા, રતાદિ ગ્રહણ કરવા ઉપદેશ આપ્યો. તે પ્રજાજનો એ રાજાના ઉપદેશાનુસાર કાર્ય કરી રાજકૃપાથી ઇચ્છિત ભોગો ભોગવ્યા.
આ દષ્ટાંતનો ઉપનય - રાજા સમાન આચાર્યે પ્રજા સમાન શિષ્યોને ભૂખંડરૂપ સંયમ સમજાવી મિથ્યાવરૂપ કચરો દૂર કર્યો. સર્વ પ્રકારે વિશુદ્ધ સંયમ આરોપ્યો. તેમને સામાયિક સંયમમાં સ્થિર કરીને પાકી ઇંટોના ચોતરા સમાન વ્રતોને આપવા તેના પર મહેલ સમાન આચાર જણાવવો. તેમાં રહેલ મુમુક્ષુ બધાં શારૂપ રત્નોને પ્રાપ્ત કરીને મોક્ષના ભાગી બને છે.
હવે સૂગ અનુગમમાં અખલિતાદિ ગુણ લક્ષણવાળું સૂત્ર ઉચ્ચારવું - તેનું લક્ષણ આ પ્રમાણે છે – થોડા શબ્દોમાં મોટો અર્થ હોય. બનીશ દોષથી સહિત હોય. સૂત્રના લક્ષણથી યુક્ત હોય. આઠ ગુણોવાળું હોય' - તે સૂત્ર આ પ્રમાણે છે :
-: ઉદ્દેશક-૧-“જીવ અસ્તિત્વ” :(અહીંથી “આચાર” સમના પહેલા શ્રુતસ્કંધના અદયયન-૧નો ઉદ્દેશક-૧શરૂ થાય છે. આ ઉદ્દેશામાં મુખ્યત્વે જીવના અસ્તિત્વની વાત, તે ક્યાંથી આવ્યો અને જ્યાં જવાનો છે ? કર્મ સમારંભ શું છે ? મુનિ કોને કહેવાય ? આદિ કથન છે.)
• સૂત્ર-૧ - હે આયુષ્યમાન ! મેં સાંભળેલ છે કે તે ભગવત મહાવીરે આમ કહ્યું હતું. સંસારમાં કેટલાક જીવોને સંજ્ઞા (જ્ઞાન) હોતું નથી (કે).
વિવેચન :- (આ પહેલા સૂકમાં વૃત્તિકાર અને મૂર્ણિકાર જુદા પડે છે. વૃત્તિકારે ઉપર કહા મુજબ સૂમ નોધેલ છે. મૂર્ણિકારે બીજા પેરેગ્રાફ વાળો સૂકાઈ સૂપ-૨માં નોંધ્યો છે. અહીં ટીકાનુસારી વિવેયની મુખ્યતા હોવાથી અમે વૃત્તિકારને અનુસર્યા છીએ.)
હવે આ સૂત્રની સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા કરીએ છીએ. (૧) સંહિતા એટલે આખા સૂત્રનો શુદ્ધ ઉચ્ચાર કરવો. (૨) પદચ્છેદ ઓ પ્રમાણે છે – "શ્રત મથા મથથન ! સૈન ભાવતા વં માધ્યમ્, દ પ નોરંજ્ઞા મતિ.' આમાં છેવટનું પદ ક્રિયાપદ છે, બાકીના નામ આદિ પદો છે. એ રીતે પદચ્છેદ સૂત્ર-અનુગમ કહ્યો.
હવે સૂત્રના પદાર્થ કહીએ છીએ- મૂળ સૂત્ર કત પૂજ્ય સુધમસ્વિામી પોતાના શિષ્ય જંબૂને આ પ્રમાણે કહે છે - (પ્રત્યેક ગણધર પોતill શિષ્ય આ પ્રમાણે જ કહે છે.
શ્રત-સાંભળેલ છે, જાણેલ છે, અવધારેલ છે – આમ કહીને જણાવે છે કે