________________
૧/૧/૧/૩
૪૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
વિકલા-૪-પણ પૂર્વેની માફક જ સમજી લેવો. કેટલાક લોકો નિયતિથી જ આત્માનું સ્વરૂપ સ્વીકારે છે. આ નિયતિ શું છે ?
પદાર્થોનો અવશ્યપણે થનારો જે ભાવ, તે ભાવને યોજનાર નિયતિ છે. કહ્યું છે
“નિયતિના બળના આશ્રયથી જે પદાર્થનો સંયોગ થવાનો હોય તે ભલે શુભ હોય કે અશુભ હોય પણ તે મનુષ્યને અવશ્ય મળે છે. હવે તે અટકાવવા કે ફેરફાર કરવા માણસો પ્રયત્ન કરે તો પણ ભાવીનો નાશ અને અભાવ્યની પ્રાપ્તિ ન થાય.” આ મત પ્રાયઃ મશ્કરી નામક પરિવ્રાજકના મતને અનુસરનારો છે.
બીજા કેટલાંક સ્વભાવને જ સંસારની વ્યવસ્થામાં જોડે છે. સ્વભાવ શું છે ? વસ્તુને પોતાનો જ તેવો પરિણતિ ભાવ તે સ્વભાવ છે, કહ્યું છે કે
કાંટાઓને કોણ તીણ બનાવે છે ? મૃગ અને પક્ષીઓમાં વિચિત્ર ભાવ કોણ કરે છે ? આ બધી પ્રવૃત્તિ સ્વભાવથી જ થાય છે. તેમાં કોઈ મહેનત લેતું નથી. તો પ્રયત્ન ક્યાં થયો ?
સ્વભાવથી જ પ્રવૃત અને સ્વભાવથી જ નિવૃત એવા પ્રાણીઓનું હું કંઈ પણ કરનારો નથી એમ જે માને છે તે જ દેખતો છે.
મૃગલીઓની આંખો કોણ આંજવા ગયું છે. મોરના પીછામાં કોણ શોભા કરે છે ? કમળની પાંખડીઓને સુંદર રીતે કોણ ગોઠવે છે ? કુળવાનું પુરુષના હદયમાં વિનય કોણ મુકે છે ? (કોઈ નહીં. આ બધું સ્વભાવથી જ થાય છે, તેમ સ્વભાવવાદી માને છે.)
બીજા કોઈ કહે છે કે – આ બધું જીવ આદિ જે કંઈ છે, તે ઇશ્વસ્થી જ ઉત્પન્ન થયું છે, અને તેથી જ સ્વરૂપમાં રહે છે, તો પછી આ ઇશ્વર કોણ છે ?
અણિમા આદિ ઐશ્વર્ય યોગથી તે ઇશ્વર છે. અાજંતુ આત્માના સુખદુ:ખના કારણમાં અસમર્થ છે. પણ ઇશ્વરનો પ્રેરાયેલો સ્વર્ગ કે નર્કમાં જાય છે.
કેટલાક કહે છે કે- જીવ આદિ પદાર્થ કાળ આદિથી સ્વરૂ૫ને બનાવતા નથી, પણ આત્માથી જ બઘા પદાર્થ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો આ આત્મા કોણ છે ?
અદ્વૈતવાદીઓ કહે છે - આ આત્મા જ વિશ્વપરિણામ સ્વરૂપ છે. કહ્યું છે કે
નિશ્ચયથી એક જ ભૂતાત્મા સર્વે ભૂતોમાં રહેલો છે. તે એકલો હોવા છતાં, જેમ ચંદ્ર પાણીમાં જુદો જુદો દેખાય છે, તેમ તે આત્મા અનેકમાં દેખાય છે. વળી, કહ્યું છે કે
જે આ જગતમાં બધું થયું છે અને થવાનું છે તે સર્વે એક પુરુષ જ છે. વગેરે...
આ પ્રમાણે અજીવ પણ પોતાની અને કાળથી નિત્ય છે. ઇત્યાદિ બધું જાણી લેવું.
આ પ્રમાણે અક્રિયાવાદીઓના પણ ભેદ છે. તે નાસ્તિવવાદી છે. તેઓમાં પણ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જસ અને મોક્ષ એ સાત પદાર્થો છે. તે
સ્વ અને પર બે ભેદ વડે તથા કાળ, યદેચ્છા, નિયતિ, સ્વભાવ, ઇશ્વર અને આત્મા એ છ ભેદો વડે તેના (x ૨ x ૬ = ૮૪) ચોર્યાશી ભેદો થાય છે. તે આ પ્રમાણે
જીવ પોતાથી અને કાળથી તથા પરથી અને કાળથી સિદ્ધ થતો નથી. આ પ્રમાણે કાળ સાથે ગણતા તેના બે ભેદ થયા. આ જ પ્રમાણે યર્દેચ્છા, નિયતિ આદિ છ સાથે ગણતા તેના બાર ભેદ થયા. જીવની માફક જીવાદિ સાતે પદાર્થો ગણતા ૮૪ ભેદ થયા.
૧-તાત્પર્ય એ છે કે જીવ પોતાના કાળથી નથી. અહીં પદાર્થોના લક્ષણ વડે તેનું હોવું નિશ્ચિત કરાય છે કે કાર્યથી ? આત્માનું તેjકોઈ લક્ષણ નથી કે જેના વડે અમે તેની સત્તા સ્વીકારીએ. પર્વત આદિ અણઓનું કાર્ય હોય, તે સંભવ નથી. જો લક્ષાણ અને કાર્ય વડે વસ્તુ ન મેળવીએ તો તે વિધમાન નથી. જેમ આકાશમાં કમળ વિધમાન નથી. માટે આત્મા નથી.
| વિકલા-ર-આકાશ કુસુમની જેમ જે આત્મા પોતાથી જ નથી, તે આત્મા બીજાથી પણ નથી અથવા સર્વે પદાર્થોનો “પર'-બીજો ભાગ દેખાતો નથી. તેમજ આગળના ભાગના સૂમપણાથી ઉભયભાગની પ્રાપ્તિ થતી નથી. આ રીતે સર્વ અનુપલબ્ધિથી “આત્મા નથી” તેવા ‘નાસ્તિત્વ' ને અમે સ્વીકારીએ છીએ.
યદેચ્છાથી આત્માનું અસ્તિત્વ નથી. તો આ યદૈચ્છા શું છે ? અનાયાસે અર્થની પ્રાપ્તિ થાય તે ચદેચ્છા છે. કહ્યું છે કે
વણ વિચાર્યુ આ માણસોનું સુખદુઃખ ઉત્પન્ન થયું જ છે. જેમ કાગડાના બેસવાથી ડાળનું પડવું જાય છે તે જેમ કાગડાએ પાડેલ નથી, તેમ જગતમાં જે કંઈ થાય છે, તે બુદ્ધિપૂર્વક નથી, તેમાં લોકોનું ખોટું અભિમાન જ છે કે આ મેં કર્યું.
અમે વનના પિશાચો છીએ તે ખરું, અમે હાથથી ભરીને અડતા નથી તો પણ ચદેચ્છાએ લોકો એકઠા થાય છે અને કહે છે કે પિશાચો ભેરી વગાડે છે. આ જ પ્રમાણે “અજા-રૃપાણી', “આતુર-ભેષજ, અંધ-કંટક આદિ દષ્ટાંતો જાણી લેવા. આ પ્રમાણે બધાં પ્રાણીઓના જન્મ, જરા, મરણ વગેરે લોકમાં જે કંઈ થાય તે બધું કાક-તાલીય ન્યાય માફક જાણવું. આ જ રીતે નિયતિ, સ્વભાવ, ઇશ્વર, આત્માથી પણ આત્મા અસિદ્ધ જાણવો.
હવે અજ્ઞાનીના ૬૩ ભેદ બતાવે છે તે આ પ્રમાણે
પૂર્વે જીવ આદિ નવ પદાર્થો કહ્યા છે, તેમજ દશમો ભેદ ઉત્પત્તિ લેવો. તે દશેને-સતુ, અસતુ, સદસત્, અવક્તવ્ય, સદ્ વક્તવ્ય, સર્વક્તવ્ય, સદસહકતવ્ય આ સાત ભેદ વડે જાણવાને શક્તિમાન નથી, તેમજ જાણવાનું પ્રયોજન પણ નથી.
તેની વિચારણા આ પ્રમાણે-જીવ વિધમાન છે તે કોણ જાણે છે ? તે જાણવાનું પ્રયોજન શું ? જીવ અવિધમાન છે તે કોણ જાણે છે ?, તે જાણવાનું પ્રયોજન શું ? આ પ્રમાણે અજીવાદિ આઠમાં પણ પ્રત્યેકના સાત ભેદ ગણતા કુલ (૯ x 9 =) ૬૩ ભેદ થયા. ભાવની ઉત્પત્તિ કોણ જાણે છે ? અથવા જાણવાથી શું પ્રયોજન ? આદિ ૪ વિકલા ઉમેરતા-૬૩ ભેદ થયા. ઉત્પત્તિના બીજા ત્રણ વિકલ્પો ભાવિમાં જ