________________
૨/૧/૧/૯/૩૮૩
૧૫૧
ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૯ o આઠમો ઉદ્દેશો કહ્યો, હવે નવમો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે છે, ઉદ્દેશા-૮ માં અનેષણીય પિંપરિહાર કહ્યો. અહીં પણ તે કહે છે–
• સૂત્ર-૩૮૩ :
અહીં પૂવદિ ચારે દિશામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહરથ યાવત્ કર્મચારિણીઓ હોય છે. તેઓ પહેલા એમ કહે છે . આ શ્રમણ, ભગવત, શીલવાન, વતી, ગુeણી, સંયમી, સંત, બ્રહ્મચારી અને મૈથુન ધર્મના લાગી છે. તેમને આધાકર્મિક અનાદિ આહાર ખાવા-પીવો કાતો નથી. તેથી અમારા માટે જે આહાર બનાવેલો છે, તે બધો આહાર તેમને આપી દો. પછી આપણા માટે ફરી અશનાદિ બનાવી લઈશું. આવા વચનો સાંભળીને અને સમજીને એવા આશનાદિ પાસુક અને અનેકણીય જાણીને ગ્રહણ ન કરે. • વિવેચન :
શબ્દ વાક્યના ઉપન્યાસ કે પ્રજ્ઞાપક ક્ષેત્રાશ્રયી છે. * * * પ્રજ્ઞાપકની અપેક્ષાઓ પૂર્વ આદિ દિશાઓ છે. તેમાં કેટલાંક શ્રદ્ધાળુઓ શ્રાવક કે પ્રકૃતિભદ્રક પુરષો હોય છે. તે ગૃહસ્થ યાવતું કામ કરનારી હોય. તેઓ પહેલાં આમ કહે છે. આ સાધુ ભગવંતો ૧૮,૦૦૦ ભેદે શીલવાળા, પાંચ મહાવ્રત અને છઠ્ઠ સત્રિભોજન વિરમણ વ્રતધારી, પિંડવિશુદ્ધિ આદિ ઉત્તગુણ યુક્ત, ઇન્દ્રિય અને મનથી સંયમવાળા, આસવદ્વાર બંધ કરનારા, નવવિધ બ્રહ્મગુતિયુક્ત, અઢાર પ્રકારે બ્રહ્મચર્ય પાળનાર છે. તેઓને આધાકર્મી અશનાદિ ખાવા કે પીવા કલ્પતા નથી. તેથી આપણા માટે બનાવેલ આશનાદિ બધું તે સાધુને આપી દઈએ. આપણે પોતા માટે પછી બીજા અશનાદિ બનાવી લઈશું.
ત્યારે સાધુ પોતે આ વાત સાંભળે કે બીજા પાસેથી જાણે તો તેવા અશનાદિ પશ્ચાકર્મના ભયથી પાસુક અનેષણીય જાણી લે નહીં.
• સૂત્ર-૩૮૪ -
તે સાધુ કે સાળી સ્થિરવાસ હોય કે એક ગામથી બીજે ગામ વિચરતા હોય, તે ગામ ચાવત્ રાજધાનીમાં પહોંચે. તે ગામ કે રાજધાનીમાં તે સાધુના પૂર્વ પરિચિત કે પશ્ચાતુ પરિચિત રહેતા હોય. જેમકે ગૃહસ્થ ગાવત કર્મચારિણી. તો આવા ઘરોમાં ભિક્ષાકાળ પૂર્વે હારાર્થે આવે-જાય નહીં. કેમકે કેવલી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહ્યું છે. તેમને પહેલા આવેલા જોઈને ગૃહસ્થો સાધુ નિમિતે રસોઈની સામગ્રી એકઠી કરશે કે બનાવશે. હવે સાધુને પૂવોંપદિષ્ટ મયદિ છે કે આવા ઘરોમાં આહાર-પાણી માટે ભિક્ષાના સમય પહેલાં પ્રવેશ કે નિષ્ક્રમણ ન કરે. [કદાચ ક્યારેક જવાનો પ્રસંગ આવે તો] • જ્યાં સંબંધીજનોનું આવાગમન ન હોય, કોઈ તેને દેખે નહીં તેવા એકાંત સ્થાને ઉભા રહે અને ભિક્ષાકાળે જ ત્યાં પ્રવેશ કરે. રવજનાદિથી ભિન્ન અચાન્ય ઘરોમાં સામુદાનિકરૂપે
૧૫ર
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર એષણીય અને વેષમાગણી કપ્ત નિર્દોષ આહારની ગોષણા કરીને તેવો આહાર કરે,
• વિવેચન :
તે ભિક્ષુ જો એમ જાણે કે ગામથી લઈને રાજધાની સુધીના આ ગામોમાં અમુક સાધુના કાકા વગેરે પૂર્વ પરિચિત અને સસરા વગેરે પશ્ચાત્ પરિચિત ત્યાં ઘરવાસ કરીને રહ્યા છે. તેમાં ગૃહપતિથી કર્મકરી સુધીના છે. તેવા પ્રકારના કુળોમાં આહાર પાણી માટે ન જવું - આવવું. “આવું હું નથી કહેતો” તેમ જણાવવા કહે છે કે, આ કેવલી ભગવંતે કહ્યું છે કે, તેથી અશુભકર્મ બંધાય છે - x - કેમકે તેઓ સાધુ માટે પહેલાથી વિચારીને ઉપકરણ તૈયાર કરાવી રાખે તેમાં અશનાદિ રંધાવી રાખે. તેથી સાધુ માટે પહેલાથી જ આ પ્રતિજ્ઞા કહી છે કે તેઓ સગાસંબંધીના ઘરોમાં ભિક્ષાકાળ પૂર્વે આહારાર્થે ન જાય.
ત્યારે શું કરવું ? તે કહે છે - તે સાધુ આ સ્વજનકુલોને જાણીને કોઈ સ્વજન ન જાણે તેવા એકાંતમાં ચાલ્યા જાય. જઈને સ્વજનાદિ જ્યાં ન આવે કે ન દેખે તેવા સ્થાને રહે. સ્વજનસંબંધી પ્રામાદિમાં ભિક્ષાકાળે પ્રવેશ કરે, પ્રવેશીને સ્વજન સિવાયના બીજા ઘરોમાં ઉદગમાદિ દોષરહિત તથા વેશમાત્રથી પ્રાપ્ત એવી ઉત્પાદનાદિ દોષરહિત ભિક્ષાની ગવેષણા કરી ગ્રામૈષણા દોષરહિત આહારને વાપરે.
તે ઉત્પાદન દોષો આ પ્રમાણે છે
૧-ધાબીપિંડ-એશનાદિ માટે દાતાના બાળકો રમાડે, દૂતીપિંડદૂતની માફક ગૃહસ્થનો સંદેશો લઈ જાય, 3-નિમિત્તઅંગુઠ કે પ્રાદિ નિમિત્ત કહી આહાર મેળવે, ૪-આજીવિકા પિંડ-જાતિ બતાવીને આહાર મેળવે, પ-વણીમગપિંડ-દાતા જેનો ધર્મ પાળતો હોય તેની પ્રશંસા કરી ગોચરી લે, ૬-ચિકિત્સા-નાની મોટી ચિકિત્સા બતાવી ગોચરી લે, ૩ થી ૧૦-ક્રોધ, માન, માયા અને લોભ દ્વારા ગોરી મેળવે. ૧૧-પૂર્વ પશ્ચાત સંસ્તવ પિંડ-ભિક્ષા દાનથી પૂર્વે કે પછી દાતાની સ્તુતિ કરી ગૌચરી મેળવે, ૧૨-વિધાપીંડ-વિઘા વડે મેળવેલ આહાર, ૧૩-મંત્રપિંડ-મંત્રજાપ બતાવી ગોચરી મેળવે, ૧૪-ચૂર્ણપિંડ-વશીકરણાદિ માટે દ્રવ્યપૂર્ણ વડે ગોચરી મેળવે, ૧૫-ચોગપિંડઅંજનાદિથી આહાર મેળવે, ૧૬-મૂલપિંડ-જે અનુષ્ઠાનથી ગર્ભપાત આદિ થાય તેવા વિઘાનથી આહાર મેળવે. આ સોળે દોષ સાધુથી ઉત્પન્ન થાય છે.
હવે ગ્રાસકોષણાના દોષો કહે છે
૧-સંયોજના-આહાર લોલુપતાથી દહીં, ગોળ આદિની સંયોજના કરે. ૨-પ્રમાણ-બત્રીશ કોળીયા પ્રમાણથી વધુ આહાર કરે, ૩-અંગાર-આહારના પગથી આસક્તિપૂર્વક ખાય અને ચાસ્મિને અંગારા માર્ક બાળે, ૪-ધુમ-ત પ્રાંત આહારના દ્વેષથી ચારિને કાળુ કરે, ૫-કારણ-વેદના આદિ કારણ વિના આહાર કરે. આ પ્રમાણે વેશમાત્રથી પ્રાપ્ત આહારૂં પ્રાર્સેસણાદિ દોષરહિત થઈને આહાર કરે.
હવે કદાચ એવું થાય કે - ભિક્ષાકાળે પ્રવેશ્યા છતાં ગૃહસ્થ તે સાધુ માટે આધાકર્મિક અશનાદિ બનાવે. તો તે સાધુ મૌનપણે તેની ઉપેક્ષા કરે. શા માટે ? તે લેતાં જ હું પ્રત્યાખ્યાન કરીશ, એ પ્રમાણે માયા સ્થાનને સ્પર્શે. સાધુએ તેમ ન કરવું.