________________
૨/૧/૧/૮/૩૭૯
પરિણત ન હોય તો વાસુક જાણી મળે છતાં ગ્રહણ ન કરે.
તે સાધુ કે સાધ્વી યાવત્ ચૂર્ણના વિષયમાં જાણે કે, ઉંબર, વડ, પીપર, પીપળાનું કે તેવા પ્રકારનું અન્ય ચૂર્ણ સચિત્ત હોય, થોડું પીસેલ હોય, જેનું બીજ નષ્ટ ન થયેલ હોય તેને અપસુક જાણી ગ્રહણ ન કરે.
• વિવેચન :
૧૪૯
અર્થ સુગમ છે. ‘સાલુક' એ જલજ કંદ છે, ‘બિરાલિય’ એ સ્થલજ કંદ છે. ઇત્યાદિ - x - x - ઝિઝિરી એટલે વલ્લી, સુરભિ એટેલ શતગુ આદિ. (સરળ હોવાથી વૃત્તિકારે વિશેષ કહ્યું નથી. પૂર્ણિમાં કેટલાંક વિશેષ કે ભિન્ન અર્થો છે, દશવૈકાલિક અધ્યયન-૫-માં આવા જ સૂત્ર પાઠો છે.]
• ગ-૩૮૦ ઃતે સાધુ કે સાદી યાવત્ જાણે કે ત્યાં કાચી ભાજી, સડેલો ખોળ, મધ, મધ, ઘી નીચે જુનો કચરો છે, જેમાં જીવોની પુનઃ ઉત્પત્તિ થાય છે. તેમાં જીવો જન્મે છે, વૃદ્ધિ પામે છે, વ્યુત્ક્રમણ થતું નથી, શસ્ત્ર પરિણત નથી થતાં એ પ્રાણી વિઘ્નત નથી. તો તેને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે.
• વિવેચન :
તે ભિક્ષુ જે એમ જાણે કે કાચાં પાન તે અરણિક તંદુલીય આદિ, તે અર્ધપક્વ કે અપક્વ હોય અથવા તેનો ખલ કર્યો હોય. - ૪ - ૪ - આ બધાં જુના હોય તો લેવા નહીં કેમકે તેમાં જીવો ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે, અવ્યુત્ક્રાંત,
અપરિણત હોય. એ એકાર્થક શબ્દો છે. - ૪ -
• સૂત્ર-૩૮૧ ઃ
તે સાધુ કે સાધ્વી જાણે કે શેરડીના ટુકડા, આંક કારેલા, કોક, સિંઘોડા, પૂતિઆલુક કે તેવા પ્રકારની બીજી કોઈ વનસ્પતિ જે અપક્વ હોય, શસ્ત્રપરિણત ન હોય તો અમુક જાણી ન લે.
તે સાધુ કે સાધ્વી જાણે કે - ઉત્પલ, ઉત્પલની દાંડી, પદ્મ, પદ્મની દાંડી, પુષ્કર કે તેના ટુકડા અથવા તેવા પ્રકારના બીજા કમળ સચિત્ત હોય તો વાસુક જાણીને મળવા છતાં ગ્રહણ ન કરે.
• વિવેચન :
ૐઝુમેર્ન એટલે છોલેલી શેરડીના ટુકડા - ૪ - ઇત્યાદિ વનસ્પતિ વિશેષ જલજ કે અન્ય તેવા પ્રકારની હોય તે શસ્ત્રથી હણાયેલ ન હોય તો ગ્રહણ ન કરવી. તે ભિક્ષુ જો એમ જાણે કે નીલોપલ, તેની નાલ, પદ્માકંદમૂળ, પદ્માકંદ ઉપરવર્તી લતા, પાકેસર, પાકંદ કે અન્ય તેવા પ્રકારની વનસ્પતિ શસ્ત્રથી હણાયેલ ન હોય તો ન લે.
• સૂત્ર-૩૮૨ :
તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે અગ્રબીજ, મૂલબીજ, સ્કંધબીજ, પર્વબીજ અથવા અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ-જાત અથવા અન્યત્ર નહીં પણ એ જ વૃક્ષો પર ઉત્પન્ન કંદલી ગર્ભ, કંદલી ગુચ્છ, નારિયેલનો ગર્ભ, ખજૂરનો ગર્ભ,
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તાડનો ગર્ભ કે તેવી અન્ય વનસ્પતિ યાવત્ ગ્રહણ ન કરે.
તે સાધુ કે સાધ્વી સાવત્ જાણે કે શેરડી, છિદ્રવાળી પોલી-સડેલી, અંગાર, ફાટેલ છોતાવાળી, શિયાળ આદિની થોડી થોડી ખાધેલી શેરડી, નેતરનો અગ્રભાગ, કંદલી ગર્ભ કે અન્ય તેવા પ્રકારની કોઈ વનસ્પતિ શસ્ત્ર પરિણત ન હોય તો અપાણુક જાણી ન લે.
તે સાધુ કે સાધ્વી યાવત્ એમ જાણે કે લસણ, લસણના પાન, લસણની દાંડી, લસણનો કંદ, લસણની છાલ કે તેવી કોઈ વનસ્પતિ છે તેને અપાસુક
અનેષણીય જાણીને મળે છતાં ન લે.
૧૫૦
તે સાધુ કે સાધ્વી વત્ જાણે કે કુભિમાં પકાવેલ અÐિય ફળ, હિંદુક, વેલુંક, શ્રીપર્ણી કે તેવા અન્ય પ્રકારના ફળ સચિત્ત હોય, શસ્ત્રથી પરિણત ન હોય તો તેને અપાસુક જાણી ગ્રહણ ન કરે.
તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે ધાન્યના કણ, દાણાથી ભરેલ કુસકા, દાણાવાળી રોટલી, ચોખા, ચોખાનો લોટ, તલ, તલનો લોટ, તલપાપડી કે તે પ્રકારની અન્ય વસ્તુ શસ્ત્ર પરિણત ન હોય તો મળવા છતાં ગ્રહણ ન કરે. આ જ સાધુ સાધ્વીનો આચાર છે.
• વિવેચન :
તે ભિક્ષુ જો એવું જાણે કે જપાકુસુમાદિ અગ્રબીજ, જાઈ આદિ મૂળબીજ, સલ્લકી આદિ સ્કંધબીજ, ઇક્ષુ આદિ પર્વબીજ એ જ પ્રમાણે અગ્ર-મૂળ-સંધ-પર્વ જાત તે તેમાંથી જ જન્મે છે, બીજેથી નહીં. કંદલીનો ગર્ભ તથા કંદલી તબક ઇત્યાદિ. કંદલી આદિના મસ્તક સમાન જે કંઈ છેદવાથી તુર્ત જ ધ્વંસ પામે છે, તેવું બીજું પણ અશસ્ત્ર પરિણત હોય તે ન લે.
તે ભિક્ષુ જો એવું જાણે કે શેરડી, રોગ વિશેષથી છિદ્રવાળી, વિવર્ણી-થયેલ, છેદાઈ ગયેલ છાલ, વૃક કે શિયાળે થોડી ખાધેલ હોય - આવા છિદ્રાદિથી તે શેરડી પ્રાસુક થતી નથી તથા વેત્રાગ્ર, કંદલીનો મધ્ય ભાગ તથા બીજું પણ કાચું, શસ્ત્રથી પરિણત ન થયેલ લેવું નહીં.
આ પ્રમાણે લસણ સંબંધી પણ જાણવું, તેમાં જોવા એટલે લસણની બહારની છાલ, તે જ્યાં સુધી આર્દ્ર હોય ત્યાં સુધી સચિત્ત જાણવી.
વિ તે કોઈ વૃક્ષનું ફળ છે. તથા ટીંબરુ આદિ - ૪ - ૪ - કાચાં ફળોને પકવવા ખાડામાં નાખે, તે - ૪ - ૪ - પાકેલાં પણ સચિત્ત જાણવા, આ રીતે પકવે તે ‘કુંભીપાક' કહેવાય. સાધુ તે ગ્રહણ ન કરે.
શાલિ વગેરેના કણ તે કણિકા છે, તેમાં કોઈ સચિત્ત યોનિ હોય તથા કણકી મિશ્રિત કુકસા ઇત્યાદિ - ૪ - થોડું પકવેલ હોય તો સચિત્ત યોનિ સંભવે છે. શેષ સુગમ છે - આજ સાધુનો સંપૂર્ણ ભિક્ષુભાવ છે.
ઉદ્દેશા-૮નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
ચૂલિકા-૧, અધ્યયન-૧ “પિêવા