________________
૧/૪/૩/૧૪૮
૨૨૯
૨૩૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ક્રોધાદિથી કેવળ આત્મા જ દુ:ખી નથી થતો, પણ શરીર-મનના દુ:ખવાળા લોકો પરવશ બની આમ તેમ ભટકે છે તેને વિવેક ચક્ષથી જો. જેઓ ક્રોધ નથી કરતા તેઓ તીર્થકર બોધથી વાસિત નિર્મળ અંત:કરણવાળા છે, વિષય-કષાય અગ્નિના ઝાવાથી શાંત થયેલા છે. પાપકર્મમાં નિદાનરહિત તેઓ પરમ સુખના સ્થાનને પામેલા છે અર્થાત્ ઔપથમિક સુખને ભજનારા છે.
જે કારણથી રાગદ્વેષથી ઘેરાયેલો દુઃખી થાય છે, તેથી અતિ વિદ્વાન કે જેણે શાસ્ત્રોનો પરમાર્થ જામ્યો છે તેમણે ક્રોધાગ્નિથી આત્માને ન બાળવો. પણ કપાય ઉપશમ કરવો - તેમ હું કહું છું.
અધ્યયન-૪ ‘સમ્યક્ત્વ' ઉદ્દેશો-3 ‘અનવધ તપ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
અનિહ અથવા સ્નેહ કરે તે રાગવાન, ન કરે તે અનિહ અતુિ રાગ-દ્વેષરહિત. અથવા નિશ્ચયથી ભાવ ગુરૂપ ઇન્દ્રિય-કષાય-કર્મ વડે ન હણાય તે અનિહત છે.
આજ્ઞાકાંક્ષી પંડિત ભાવશત્રુથી અનિહત આ પ્રવચનમાં છે, બીજે નથી. જે અનિહાં છે તે પરમાર્થથી કર્મનો જ્ઞાતા છે. તે અનિહા કે અનિહ સાધુ ચોકલા આત્માને ધન, ધાન્ય, સોનું, પુત્ર, સ્ત્રી, શરીર આદિથી જુદું જાણીને તેનો મોહ છોડે. તે માટે સંસાર સ્વભાવ એકવ ભાવના આ રીતે ભાવે
આ સંસાર અનર્થનો સાર છે. અહીં કોણ કોનો સ્વજન કે પાકો છે ? સંસારમાં ભમતા સ્વજન કે પારકા પર કે સ્વ થાય છે. કોઈ ફરી મળતા નથી. આ રીતે વિચારી હું એકલો છું મારે આગળ-પાછળ કોઈ નથી. એ સ્વકર્મચી મારી જ ભાંતિ છે. હું જ પહેલા છું - હું જ પછી છું. હું સદા એકલો છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી. હું કોઈનો થાઉં કે કોઈ મારું થાય તેવું કોઈ મને દેખાતું નથી. કર્મ એકલો કરે છે, તેનું ફળ પણ એકલો ભોગવે છે એકલો જ જન્મ-મરે છે. ભવાંતરમાં પણ એકલો જ જાય છે.
પર આત્મા જે શરીર છે તેને તપ અને ચારિત્ર વડે દુર્બળ કર અથવા કપ એટલે કર્મ તોડવામાં હું સમર્થ છું એમ વિચારી યથાશક્તિ યન કર. શરીરને જીણ બનાવ. તપથી શરીરને જીર્ણ જેવું કર. વિગઈ ત્યાગથી આત્માને દુર્બળ બનાવ. સુકા લાકડાને અગ્નિ બાળે તેમ તું કમને બાળ. એ રીતે જ્ઞાન, દર્શન, ચા»િ વડે આત્મા સમાહિત એટલે શુભ વ્યાપારવાળો થાય. - x • x - જે સ્નેહરહિત હોય તે તપઅગ્નિ વડે કર્મ-કાષ્ઠને બાળે છે. જેમ
[નિ.૨૩૪] “જેમ સુકા પોલા લાકડાને અગ્નિ જલ્દી બાળે છે. જેમ ચાસ્ત્રિ પાળનાર કર્મકાષ્ઠને શીઘ બાળે છે.” - અહીં નિદાદ વડે રાગ નિવૃત્તિ કરીને દ્વેષ નિવૃત્તિ માટે અતિ કુર અધ્યવસાય - ક્રોધને તજ. ક્રોધથી શરીર કંપે છે. માટે નિકંપ બન. તે માટે કહે છે
• સૂત્ર-૧૪૯
આ મનુષ્યજીવન અલ્પાયુ છે, જાણીને ક્રોધથી ઉત્પન્ન દુઃખોને જાણ અને ભાવિ દુઃખોને પણ. ક્રોધી જીવ ભિન્ન ભિન્ન દુઃખોનો અનુભવ કરે છે. પ્રાણિલોકને અહીં-તહીં ભાગ દોડ કરતાં છે. જે પાપકમોંથી નિવૃત્ત છે, તે અનિદાન કહેવાય છે. તેથી હું અતિવિદ્વાન ! તું પ્રજવલિત ન થા. તેમ હું કહું છું.
• વિવેચન :
આ મનુષ્યત્વ પરિચલિત આયુવાળુ વિચારીને ક્રોધાદિનો ત્યાગ કર. વળી, ક્રોધાદિથી બળતાને જે મનોદુ:ખ થાય છે, તે જાણ. ક્રોધજનિત કર્મ વિપાકથી ભાવિમાં ઉત્પન્ન થનાર દુ:ખ વિચારી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કર. આગામી દુ:ખ કેવું છે ? નકમાં થતી જુદી જુદી શીત-ઉણ વેદના તથા કુંભીપાક આદિ પીડા સ્થાનોમાં દુ:ખ પડશે. ક્રોધથી તે ક્ષણે તથા આગામીકાળે પણ થનાર દુ:ખ જોઈને, બીજા લોક પણ દુ:ખી થાય. તે કહે છે–
૬ અધ્યયન-૪ ઉદ્દેશો-૪ “સંક્ષેપ વચન” ૬ • ભૂમિકા :
બીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથા કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશામાં નિવધ તપ કહ્યો; તે સંપૂર્ણ સત સંયમીને હોય છે. સંયમ પ્રતિપાદન માટે ચોથો ઉદ્દેશો કહે છે. આ સંબંધથી આવતું સૂl
• સૂત્ર-૧૫૦ -
મુનિ પૂર્વ સંયોગનો ત્યાગ કરી ઉપશમ કરી ‘આપીડન”, “પીડન, ‘નિષ્પીડન’ કરે. તે માટે ‘અવિમના’ વારત, સમિત, સહિત, વીર થઈને સંયમન કરે. અનિવૃતિગામી વીરોનો માર્ગ દુરઅનુચર હોય છે. માંસ અને લોહીને તપથી ઓછા કરી આ પુરષ સંયમી, વીર, ગ્રાહ્ય વચનાવાળો, મોક્ષાને યોગ્ય બને છે. તે લાચયમાં રહીને શરીરને કૃશ કરે છે.
• વિવેચન :
સાવિત્રણ - અવિકૃષ્ટ તપ વડે શરીરને દુઃખ આપે. દીક્ષા પછી ભણીને પરિણત થાય ત્યારે પ્રકર્ષથી તપ કરી કાયાને પીડે. ફરી વધુ ભણી અંતેવાસી વર્ગ અર્થસાર મેળવી શરીર ત્યાગ માટે માસક્ષમણાદિથી શરીરને પીડે.
જો તે પૂજાદિ લાભ માટે તપ કરે તો તે તપ નિરર્થક જ છે. તે માટે બીજી રીતે કહે છે - કામણ શરીરને પીડે; વધુ પીડે, નિશ્ચયથી પીડે. - x • અથવા કર્મનું આપીડન તે ચોથાથી સાતમાં ગુણઠાણા સુધી થોડો તપ કરે, આઠમા-નવમાં ગુણઠાણે મોટી તપસ્યા કરે. દશમા ગુણઠાણે માસક્ષમણાદિ કરે. અથવા ઉપશમ શ્રેણીમાં થોડો, ક્ષાપક શ્રેણીમાં વધુ, શૈલેશી અવસ્થામાં અતિ તીવ્રતપ કરે. કઈ રીતે કરે ?
તે માટે ધન-ધાન્યાદિ પૂર્વ સંયોગોનો ત્યાગ કરીને અથવા અનાદિ ભવસંબંધઅસંયમનો ત્યાગ કરી તપ કરે, ઇન્દ્રિય-મનના સંયમ રૂપ ઉપશમ પામીને તપ કરે અર્થાત અસંયમ છોડીને સંયમ આદરીને તપ-ચારિ વડે આત્મા કે કર્મને પીડે. •