________________
૧/૪/૪/૧૫o
૨૩૧
૨૩૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
x • ઉપશમ મેળવ્યા પછી નિરાલ શાંતિ મેળવે તે કહે છે - કર્મક્ષય માટે સંયમ ત્યાગથી અવશ્ય મળેલ સંયમથી ચિત્તની અશાંતિ ન હોય એટલે ભોગકષાય કે અરતિમાં તેનું મન ન જાય.
તે કર્મવિદારણ સમર્થ હોવાથી વીર છે. સારી રીતે - જીવનમર્યાદા વડે સંયમ અનુષ્ઠાનમાં રત હોય, પાંચ સમિતિએ સમિત, જ્ઞાનાદિ યુક્ત એવો એક વખત લીધેલ સંયમભારની યતના કરે. આ સંયમ અનુષ્ઠાન વીરને પણ દુ:ખથી પળાય તેવો છે માટે તેનો વારંવાર ઉપદેશ કરાય છે.
નવ7 - તે મોક્ષ. તેમાં જવાની ઇચ્છાવાળાને આ સંયમ પાળવો કઠિન છે. તે પાળવા માટે કામવાસના વધારનાર માંસ અને લોહીને વિકૃષ્ટ તપ • અનુષ્ઠાન વડે દૂર કરે - શોષવે. આ વીરોના માર્ગનું અનુસરણ છે. આ રીતે લોહી-માંસને સૂકવનાર તે પુરુષ છે. દ્રવ એટલે સંયમ. તે જેને હોય તે દ્રવિક કે દ્રવ્યભૂત છે. કેમકે તે જ મોક્ષગમન યોગ્ય છે. કર્મશગુ જીતવામાં સમર્થ હોવાથી તે વીર છે. - x -
માયાળ - વીરના માર્ગને પામેલ, માંસ-લોહી દૂર કરનાર મુમુક્ષુ ગ્રાહ્ય એટલે આદેયવચન છે. જે સંયમમાં રહી કામવાસના જીતવામાં પ્રયત્ન કરે, શરીર કે સંચિત કર્મોને તપ-ચરણ વડે કૃશ કરે તે આદાનીય તથા વ્યાખ્યાત છે.
અપ્રમત્ત કહ્યા. હવે પ્રમતને કહે છે• સૂત્ર-૧૫૧ -
નેમાદિ ઇન્દ્રિયના વિષયનો ત્યાગ કરીને જે ફરી કમના સોતમાં વૃદ્ધ થાય છે, તે અજ્ઞાની બંધનથી મુકત થતો નથી. ધન-ધાન્યાદિ સંયોગથી મુક્ત થતો નથી. મોહ-અંધકારમાં પડેલ આવા અજ્ઞાનીને ભગવંતની આજ્ઞાનો લાભ થતો નથી - તેમ હું કહું છું.
- વિવેચન :
જે પદાર્થ તરફ લઈ જાય કે પદાર્થનો નિર્ણય કરવા જે દોરે તે નેત્ર આદિ પાંચ ઇન્દ્રિયો છે - x • તેને વડે સ્વ વિષય ગ્રહણ કરવાથી જે પાપ થાય તે અટકાવીને આદાનીય બની બ્રહ્મચર્યમાં વસવા છતાં ફરી મોહ્ના ઉદયથી આદાનસોતમાં ગૃદ્ધ બની-સાવધ અનુષ્ઠાન વડે સંસાર ભ્રમણના બીજરૂપ કર્મના ઇન્દ્રિય-વિષયરૂપ પ્રવાહ કે મિથ્યાત્વ આદિમાં ક્ત બને. તે અજ્ઞ છે અને મહામોહથી મલિન અંતઃકરણવાળો છે.
તે સેંકડો જન્મ-મરણ આપનાર કર્મરૂપ બંધન પામે છે. વળી જેણે સંસાર સંયોગરૂપ ધન, ધાન્ય, હિરણ્ય, પુત્ર આદિ કૃત અસંયમનો સંયોગ છોડ્યો નથી, તે અનભિકાંત સંયોગી છે, તેવા કુસાધુને ઇન્દ્રિયોના અનુકૂળ રૂપે અથવા મોહરૂપ અંધકારમાં વર્તતા આત્મહિત કે મોક્ષ ઉપાય ન જાણવાથી તીર્થકરની આજ્ઞાનો લાભ થતો નથી. તેમ હું કહું છું અથવા આજ્ઞા એટલે સમ્યકત્વનો લાભ થવાનો નથી, ભાવિમાં પણ બોધિ દુર્લભ થાય.
• સૂત્ર-૧૫ર :
જેને પૂર્વભવમાં [સમ્યફg] નથી, ભાવિમાં તેવી યોગ્યતા નથી તેને વર્તમાનમાં તો તે ક્યાંથી હોય ? જે ભોગાદિથી નિવૃત્ત છે, તે જ પ્રજ્ઞાવાન, બુદ્ધ અને આરંભથી વિરત છે. આ જ સમ્યફ છે એવું તું છે - [હિંસાથી બંદાન, વધ, પરિતાપદિ ભયંકર દુ:ખો સહન કરવા પડે છે. તેથી પાપના બાહ્ય-વ્યંતર કારણો દૂર કરીને આ મૃત્યુલોકમાં નિષ્ફર્મદર્શી બનવું જોઈએ. કમનું ફળ અવશ્ય મળે છે જાણીને તત્વજ્ઞ પુરુષ કર્મબંધનના કારણોથી સદા દૂર રહે.
• વિવેચન :
જે કોઈ બાળ-મૂર્ખ કમદાનના સોતમાં વૃદ્ધ થયેલ છે, બંધનો તોડ્યા નથી, સંયોગ છોડ્યા નથી, અજ્ઞાન અંધકારમાં વર્તે છે. તેને પૂર્વજન્મમાં બોધિલાભસમ્યક્ત્વ ન હતુ. ભાવિ જન્મ થશે નહીં, મધ્યજન્મમાં ક્યાંથી હોય ? જેને પૂર્વભવે બોધિલાભ થયો છે કે ભાવિમાં થશે. તેને જ વર્તમાનમાં બોધિલાભ મળે. જેણે સમ્યકત્વનો સ્વાદ લીધો છે, તે ફરી મિથ્યાત્વ ઉદય પામે. તો પણ અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળમાં ફરી સમ્યકત્વ પામે. પણ સમ્યકત્વ વમ્યા પછી ફરી ન પામે તેવું નથી જ, અથવા અનિરુદ્ધ ઇન્દ્રિયવાળાને પણ આદાનમોત ગૃદ્ધ જાણવો.
જે સાધુ પ્રમાદી ન થઈ સંસાર સુખ સ્મરણ ન કરતો ભાવિ દિવ્યસુખ ન ઇચ્છે તેને વર્તમાનમાં સુખની ઇચ્છા ક્યાંથી હોય ? તે બતાવે છે . જે ભોગવિપાકવેદીને પૂર્વભોગ મૃતિ નથી, ભાવિ ભોગાશા નથી તેવા સાધુને - x • વર્તમાનમાં ભોગેચ્છા
ક્યાંથી થાય ? મોહનીય ઉપશાંત થવાથી ભોગેચ્છા ન હોય. કિકાળ-વિષય ભોગેચ્છા નિવૃત્ત કેવા હોય ?
-x- તે સાધુ - x • જીવ જીવાદિ તત્વનો જ્ઞાતા પ્રજ્ઞાનવાતુ” હોય. તd જાણનાર બુદ્ધ હોય, સાવધ અનુષ્ઠાન આરંભથી વિરમેલ હોય. આ આરંભ ઉપરતવ શોભન છે તે બતાવે છે - x • તે સમ્યક છે, સમ્યકત્વનું કાર્ય હોવાથી સમ્યકત્વ છે, તેમ જોઈ તું તેને મેળવ. જે કારણે સાવધ આરંભમાં પ્રવર્તેલ છે, તે સાકળનું બંધન છે, ચાબખાનો માર છે, પ્રાણ સંશયરૂપ છે, શરીર-મનનો પરિતાપ છે અસહ્ય દુઃખદાયી છે.
તેથી આરંભ-છોડવા સારા છે. તે માટે ધન, ધાન્યાદિ રૂપ કે હિંસાદિ આશ્રવ દ્વાર રૂપ બાહ્ય અને રાગદ્વેષાત્મક વિષયપિપાસારૂપ અત્યંતર પાપોપાદાન સ્રોતને દૂર કર. મોક્ષ કે સંવર રૂપ નિખર્મત્વ જો. આ સંસારમાં-મૃત્યુલોકમાં જે નિકમદર્શી છે, તે જ બાહાત્યંતર સોત છેદે છે. આવો બાહ્યાવૃંતર સંયોગ છેદનાર કયો આધાર લઈ નિકર્મદર્શી બને ?
મિથ્યાત્વ આદિથી બંધાય તે જ્ઞાનાવરણીયાદિ કર્મોનું ફળ દેવાપણું જાણે જેમકે જ્ઞાનાવરણીયથી જ્ઞાનનું આવરણ થાય ઇત્યાદિ. અહીં પ્રશ્ન કર્યો છે * * * x • તપ કરવાથી કર્મનો ક્ષય પણ થાય, તો કર્મો સ-ફળ કેમ કહ્યાં ?
ઉત્તર - આ કોઈ દોષ નથી. - x • પ્રત્યેકને આઠ કર્મનો ઉદય છે એમ નહીં,