________________
૧/૪/૧/૧૪૨
ક્ષણ માસમાં સદા ઉપયુકત થઈ કર્મશત્રુ જીતવા કે મોક્ષમાર્ગે જવા પરાક્રમી બનજે.
અધ્યયન-૪ “સખ્યત્વ” ઉદ્દેશો-૧ “સમ્યવાદ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
અધ્યયન-૪ ઉદ્દેશો-૨ “ધર્મવાદી પરિક્ષા” • ભૂમિકા :
પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો, તેનો સંબંધ આ - ઉદ્દેશા-૧ માં સમ્યવાદ બતાવ્યો. તેનો શત્રુ મિથ્યાવાદ છે. તે દૂર કરતા આત્મલાભ મળે છે. જ્ઞાન વિના તે દૂર ન થાય. વિચારણા વિના પરિજ્ઞાન ન થાય. તેથી મિથ્યાવાદી અન્ય મતની વિચારણા માટે આમ કહે છે. આ રીતે આવેલ ઉદ્દેશાનું આદિ સૂત્ર ને માથા છે.
અહીં જે સમ્યકત્વ લીધું તે સાત પદાર્થોની શ્રદ્ધા કરવાનું છે. તેમાં મુમુક્ષુ એ “શઅપરિજ્ઞા'માં જાણ્યું કે જીવાજીવ પદાર્થથી સંસારમોક્ષ કારણનો નિર્ણય કરવો. તેમાં સંસારનું કારણ આસવ-બંધ છે. મોક્ષનું કારણ નિર્જરા-સંવર છે, કાર્ય મોક્ષ છે - X - તે સમ્યક્ત્વ વિચારણા કહે છે—
• સૂઝ-૧૪૩
જે આસવના સ્થાન છે, તે પરિસવના અને જે પરિણાવના સ્થાન છે તે આસવના છે. જે અનાશ્વવના કારણ છે તે પરિસ્સવના અને જે અપરિગ્સવના કારણ છે કે અનાવના છે. આ પદોને સમ્યક્રરીતે જાણી જિનાજ્ઞા મુજબ લોકને જાણીને આવો ન સેવે.
• વિવેચન -
જે આરંભ વડે આઠ પ્રકારના કર્મનો આશ્રય કરે તે માઢવ. જે અનુષ્ઠાન વિશેષથી ચોતરફથી કર્મ સવે-ગળે તે પત્રિવે. જે કર્મબંધના સ્થાનો છે તે જ કર્મનિર્જરાના કારણો છે અર્થાત્ બીજા લોકોથી સેવિત માળા- આદિ સુખના કારણ છે તે કર્મબંધનો હેતુ હોવાથી આસવ છે. તે જ તવવિદ્ગ વિષયસુખથી, પાંચમુખ, સંસાર ભ્રમણકારી જાણીને વૈરાગ્યજનક છે તેથી ત્રિવ-નિર્જરના સ્થાનો છે સર્વ વસ્તુની અનેકાંતતા બતાવે છે–
જે પવિત્રવ - અરિહંત, સાધુ, તપ, ચાસ્ત્રિ, સામાચારી, અનુષ્ઠાન આદિ નિર્જરા સ્થાન છે. તે જ અશુભ કર્મોદયથી અશુભ અધ્યવસાયવાળા તથા દુર્ગતિ માર્ગે જતા પ્રાણીને મહાશાતના અને ગારવ યુક્તને આસવ-પાપ-ઉપાદાન કારણ બને છે. તેથી કહ્યું કે જે કર્મનિર્જરા-સંયમના સ્થાનો છે, તેટલાં જ બંધના-અસંયમના સ્થાન છે. કહ્યું છે કે
“જે પ્રકારે જેટલા સંસાર ભ્રમણના હેતુ છે, તેટલાં જ તેને વિપરીત લેવાથી નિવણિ સુખને આપનારા હેતુઓ છે.” તથા રાગદ્વેષ મલિન ચિત્ત, વિષય સુખમાં તત્પર, દુષ્ટ આશયથી બધુ સંસાર માટે છે. જેમ લીમડામાં મેળવેલ સાકર કડવી
૨૨૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ થાય છે. પણ સમ્યગૃષ્ટિ જીવ સંસારથી છુટવા વિષયેચ્છા દૂર કરે તેને સર્વે અશુચિ દુ:ખનું કારણ છે, એવું ભાવનારને સંવેગ થતા સંસાર કારણ પણ મોક્ષને માટે થાય છે.
એ જ રીતે - x • x - આસવથી અન્ય અનાસવ તે વ્રત છે. અશુભ કર્મોદયાદિથી -x - તે નિર્જરા માટે થતા નથી. જેમ કોંકણ આયન. તેમજ અપરિરાવ જે પાપોપાદાન કારણ છતાં કોઈ પણ પ્રવચન ઉપકારાદિ વડે તે અશુભ કૃત્યો અનાસવ એટલે કર્મબંધના કારણે થતાં નથી.
- X - X • અહીં ચઉભંગી છે - મિથ્યાત્વ આદિ વડે જે કર્મના આસવોબંધકો છે તે જ બીજાના પરિવો-નિર્જરકા છે. આ પ્રથમ ભંગમાં બધાં સંસારીચતુર્ગતિકા છે. તેમને પ્રતિક્ષણ આસવ-નિર્ભર છે. પણ જે આસવ કરે તે પરિરાવ ન કરે. આ બીજો ભાંગો શૂન્ય છે કેમકે બંધ જોડે નિર્જરા ચાલુ જ છે. એ રીતે જે અનાસવા છે તે પરિસવા છે તેવા અયોગી કેવલી ત્રીજા ભાંગામાં છે. ચોથા ભંગમાં સિદ્ધો છે - અનાસવા અપરિસવા.
* * * * * * * ઉક્ત કથન સમજી સાધુ વિચારે કે સંસારી જીવો આરવ દ્વાર વડે આવેલાં કર્મથી બંધાય છે તથા તપચાગ્નિ વડે કર્મમુક્ત થાય છે. આવું જિનાજ્ઞા મુજબ જે આજ્ઞામાં રહે અને વર્તે તે મુકાય. એમ જાણી કર્મથી છુટવા જુદા બતાવેલ આસવ-પરિસવ સમજી કયો માણસ ધર્મચરણમાં ઉધમ ન કરે ?
તે કેવી રીતે તે બતાવે છે–
આસવ જ્ઞાનપત્યનીકતાથી, જ્ઞાનનિકૂવ, જ્ઞાનાંતરાય, જ્ઞાનપ્રસ્વેષ, જ્ઞાનાશાતના, જ્ઞાનવિસંવાદથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એ રીતે દર્શન પ્રયનીકતા આદિથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. પ્રાણી, ભત, જીવ, સત્વની અનુકંપાથી ઘણાં પ્રાણીને દુઃખ, શોક, વ્યથા, પીડા, સંતાપ ન આપવાથી સાતા વેદનીય કર્મ બંધાય. તેથી ઉલટું અસાતા બંધાય. તથા અનંતાનુબંધીની ઉત્કટતાથી તીવ્ર દર્શન મોહનીય અને પ્રબળ ચાસ્ત્રિ મોહનીયના સભાવથી મોહનીય કર્મ બંધાય.
મહાપરિગ્રહ, મહાઆરંભ, માંસાહાર અને પંચેન્દ્રિયવધથી નરકાયુ બંધાય. માયામૃષાવાદ, ખોટા તોલ-માપથી તિર્યંચાયુ બંધાય. સ્વભાવિક વિનય, સાનુકોશ, અમાત્સર્યથી મનુષ્યાય બંધાય. સરાણસંયમ, દેશવિરતિ, બાલાપ, અકામનિર્જરાથી દેવાયુ બંધાય. કાય-ભાવ-ભાણમજુતા, અવિસંવાદયોગથી શુભનામ બંધાય. તેથી ઉલટુ અશુભનામ બંધાય.
જાતિ આદિ મદ ન કરતા ઉચ્ચ ગોત્ર અને મદ કરતા તથા પસ્પરિવાદથી નીય ગોમ બંધાયદાનાદિ પાંચના અંતરાયચી અંતરાયકર્મ બંધાય. આ આસવો છે.
હવે પરિવો બતાવે છે - અનશનાદિ તપથી નિર્જરા તે પરિસવા છે. આ પ્રમાણે આસવ-નિર્જક ભેદ સહિત જીવો કહ્યા.
આ પદો તીર્થકર-ગણઘરે લોકોતર જ્ઞાનથી જુદા જુદા બતાવ્યા. એ જ રીતે ચૌદપૂર્વી આદિ જીવોના હિત માટે બીજાને ઉપદેશ આપે છે–