________________
૧/૪/૨/૧૪૪
૨૨૩
સૂત્ર-૧૪૪ :
જ્ઞાની આ વિષયમાં સંસાર સ્થિત, સંબુધ્યમાન, વિજ્ઞાન પ્રાપ્ત મનુષ્યને ઉપદેશ આપે છે-જે આઈ કે પ્રમત્ત છે, તે પણ ધર્માચરણ કરી શકે છે. આ યથાતથ્ય સત્ય છે. તેમ હું કહું છું. જીવોને મૃત્યુ નહીં આવે એવું તો નથી છતાં ઇચ્છા વશ થઈ વક્રતાના ઘર બની રહે છે. કાળના મુખમાં પડી કમસંગ્રહમાં તલ્લીન બની વારંવાર જન્મ પરંપરા વધારે છે.
• વિવેચન :
જ્ઞાન સર્વ પદાર્થ બતાવે છે. તે જ્ઞાનયુક્ત જ્ઞાની છે. તે જ્ઞાની પ્રવચનમાં મનુષ્યોને ઉપદેશ કરે છે. - x - સંસાર એટલે ચતુર્ગતિ લક્ષણ. તેમાં પણ જે ધર્મગ્રહણ કરશે તેને - ૪ - ધર્મ કહેવાય છે. જે યયોપદિષ્ટ ધર્મને સમજેલા હોય. - x - કેવા જીવોને કહેવું તે બતાવે છે - હિતની પ્રાપ્તિ - અહિતનો ત્યાગ એ જ્ઞાન જેને હોય તે વિજ્ઞાન પ્રાપ્ત. બધી પર્યાપ્તિથી પર્યાપ્ત તે સંજ્ઞી.
નાગાર્જુનીયા પણ કહે છે - સંસારી, મનુષ્ય ભવસ્થ, આરંભ વિત, દુઃખ ઉપેક્ષક-સુખવાંછુ પણ જો ધર્મશ્રવણ ઇચ્છે, ગુરુ ઉપાસક, ધર્મ પુછતા વિજ્ઞાન પ્રાપ્તને જ્ઞાની સાધુ ધર્મ બતાવે - તે કહે છે. અટ્ટાવિ આદિ.
વિજ્ઞાનપ્રાપ્તને ધર્મ કહેતા કોઈ નિમિત્તથી આર્તધ્યાનવાળા હોય તો પણ ચિલાતિપુત્ર માફક ધર્મ પામે અથવા વિષયાસક્ત શાલિભદ્રાદિ માફક પ્રમત્ત હોય છતાં તેવા કર્મના ક્ષયોપશમથી ધર્મ સ્વીકારે છે અથવા દુઃખી કે સુખી પણ ધર્મ પામે છે તો બીજાનું શું કહેવું ? અથવા રાગદ્વેષના ઉદયથી આર્ત તથા વિષયોથી પ્રમત્ત છે, તે અન્યતીર્થિ કે ગૃહસ્થ સંસાર વનમાં પ્રવેશેલા - ૪ - રાગદ્વેષ વિષય અભિલાષને
કે
ઉખેડવા કેમ સમર્થ ન થાય ? આ વાત બીજી રીતે ન માને તેથી કહે છે–
આ જે મેં કહ્યું અને કહેવાય છે તે સત્ય છે, તેમ હું કહું છું કે સમ્યક્ત્વ કે ચાત્રિ પામીને પ્રમાદ ન કરવો. કેમકે સંસારી જીવ કદી મૃત્યુના મુખમાં ન આવે તેવું નથી. કહ્યું છે - અહીં રોજ સુખના ભોગથી લાડ લડાવેલો, સેંકડો પ્રયત્ને રાખેલ, વ્યથા રહિત આયુવાળો માણસ કોઈ છે ? - નથી. દેવસમૂહ, વિધાસિદ્ધ, અસુરકિન્નર નાયક કે મનુષ્યમાં પણ એવો કોઈ નથી કે જે પુરુષ જમના જડબામાં ચવાઈ નાશ ન પામે.
વળી મૃત્યુના મુખમાં ગયેલાને બચાવવાનો કોઈ ઉપાય નથી. કહ્યું છે કે, નાશી જાય, નમી પડે, ચાલ્યો જાય, રસાયણ ક્રિયા કરે, મોટા વ્રત કરે, ગુફામાં પેસી જાય, તપ કરે, મંત્રસાધના કરે તો પણ જમના જડબામાં ચીરાય છે. જેઓ વિષય કષાય આસક્તિથી પ્રમત્ત બની ધર્મ જાણતા નથી તેઓ ઇન્દ્રિય મનો વિષય અનુકૂળ પ્રવૃત્તિ ઇચ્છાથી જેમાં કર્મનો બંધ છે તેવા વિષયો સન્મુખ અથવા સંસાર સન્મુખ
પ્રકર્ણપણે જાય છે.
આવા ઈચ્છાપણિત વેંકની કે અસંયમની જે મર્યાદા છે તેનો આશ્રય લીધેલા
‘વંકાનિકેત' છે. તેઓ મૃત્યુ વડે ગ્રહણ કરાયેલ છે - પુનઃ પુનઃ મરણને ભજે છે.
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અથવા કાલગ્રહિતનો બીજો અર્થ છે - ધર્મ કે ચાત્રિ ગ્રહણ કરીશું એવી આશાથી બેસી રહે છે - ૪ - અથવા કેટલાંક પાછલી વયે કે પુત્રને પરણાવી સંયમ લઈશું તેમ વિચારી સાવધ આરંભમાં રક્ત બની, ઇચ્છા પ્રમાણે અસંયમમાં રહી ભાવિમાં ધર્મ કરીશું માની વર્તમાનમાં પાપક્ત બની એકેન્દ્રિયાદિમાં જન્મ-મરણ કરે છે.
પાઠાંતર મુજબ - ઇન્દ્રિયોને અનુકૂળ મોહમાં ડૂબી વારંવાર પાપ કરે છે તેનાથી સંસારની મુક્તિ ન થતા વારંવાર સંસારભ્રમણ કરે છે. તે કહે છે– • સૂત્ર-૧૪૫ :
૨૨૪
આ સંસારમાં કેટલાંકને નકાદિ દુઃખોનો પરિચય છે, તેઓ દુઃખોનું વેદન કરે છે - ભોગવે છે. અત્યંત ક્રૂકર્મ કરવાથી અતિ ભયંકર દુઃખવાળા સ્થાનમાં ઉત્પન્ન થાય છે અને અતિ ક્રૂકર્મ ન કરનારાઓને એવા દુઃખમય સ્થાનમાં ઉત્પન્ન થવું પડતું નથી. આ પ્રમાણે જે શ્રુત કેવળી કહે છે તે જ કેવળજ્ઞાની કહે છે, જે કેવળજ્ઞાની કહે છે તે જ શ્રુતકેવળી કહે છે.
• વિવેચન :
આ ચૌદ રાજલોક સંસારમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયયુક્તને નક, તિર્યંચાદિ યાતના સ્થાનમાં વારંવાર જવાથી સંસ્તવ થાય છે. તેઓ ઇચ્છપણિતતાથી ઇન્દ્રિયવશ થઈ તેને અનુકૂળ આચરી નકાદિ સ્થાનમાં ગયેલા છતાં અન્યતીર્થિકો ઔદ્દેશિકાદિને નિર્દોષ બતાવી નકાદિના દુઃખો ભોગવે છે. તે નાસ્તિકો કહે છે– હે ચારુલોચના ! ખા, પી, જે ગયેલું તે તારું નથી, ગયેલું પાછું આવતું નથી. આ શરીર માત્ર પરમાણુંનું ખોખું છે. વૈશેષિકો પણ સાવધ યોગના આરંભી છે. તેઓ કહે છે - સ્નાન, ઉપવાસ, મંત્રકાળ, યજ્ઞ, દાન ઇત્યાદિ; અન્યો પણ આવા સાવધાનુષ્ઠાન બતાવે છે.
ઇચ્છાપણિત બધાં દુર્ગતિમાં જઈ દુઃખ ભોગવે કે કોઈ ભોગવે ?
બધાં ન ભોગવે. જે અતિ ક્રૂર વધ-બંધનાદિ ક્રિયા વડે નરકની ભયંકર વિરૂપ વેદના - ૪ - ૪ - ભોગવતો નરકમાં વસે છે. જે અત્યંત હિંસાવાળા કર્મો ન કરે તે દુઃખદાયી નસ્કોમાં ઉત્પન્ન થતો નથી. આવું ચૌદપૂર્વી કહે છે અથવા સકલ પદાર્થો બતાવનાર જ્ઞાન છે, તે જ્ઞાની કહે છે. જે દિવ્યજ્ઞાની કેવળી બોલે
તે જ શ્રુતકેવળી બોલે છે. જે શ્રુતકેવળી બોલે છે તે જ કેવળજ્ઞાની બોલે છે અર્થાત્ શ્રુતકેવળી યથાર્થ બોલતા હોવાથી તે એક જ છે - x - તેમને બોલવામાં એક વાક્યતા છે તે કહે છે
- સૂત્ર-૧૪૬ ઃ
આ લોકમાં કોઈ શ્રમણ, બ્રાહ્મણ પૃથક્ પૃથક્ ભાષણો કરી કહે છે - અમે શાસ્ત્ર જોયા છે, સાંભળ્યા છે, માન્યું છે, વિશેષ રૂપે જાણ્યું છે, વળી ઊંચી, નીચી, તીંછીં બધી દિશાનું સમ્યક્ નિરીક્ષણ કર્યું છે કે સર્વે પ્રાણો, જીવો, ભૂતો, સત્વોને મારવામાં, દબાવવામાં, પકડવામાં, પરિતાપવામાં કે પ્રાણરહિત કરવામાં કોઈ દોષ નથી. આ અનાર્ય લોકોનું કથન છે.