________________ વ્યાખ્યાન-૯ 137 138 કલ્પ [બારસાં] સૂત્ર હષ્ટપુષ્ટ હોય, નિરોગી હોય, બળવાન દેહવાળા હોય તેમને આ નવ રસ વિકૃતિઓ વખતોવખત ખાવાનું કાતું નથી તે આ પ્રમાણે છે : (1) ક્ષીર-દૂધ (2) દહીં (3) માખણ (4) ઘી (5) તેલ (6) ગોળ (9) મધુ (8) મધ (9) માંસ. એ રીતે કહેનાર ભિક્ષુકને દૂધ વિગેરે આપવાવાળા ગૃહસ્થ કદાચિત્ એમ કહે કે આર્ય! આપ લઈ જાઓ, બાદમાં વધી જાય તો આપ તે વાપરી લેજો. એ પ્રકારે વાત થઈ હોય ત્યારે તેને અધિક લેવાનું કહ્યું છે પરંતુ લઈ આવવાવાળાને એ બીમાર વ્યક્તિના બહાને અધિક લાવવું ૫તું નથી. * [278] વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણોને પહેલાં જ એ રીતે કહી દેવામાં આવ્યું હોય કે “હે ભગવન! અસ્વસ્થ વ્યક્તિને માટે આવશ્યકતા છે ? જો તે કહે કે આવશ્યકતા છે. ત્યારે તે પછી, તે અસ્વસ્થ વ્યક્તિને પૂછવું જોઈએ કે કેટલા પ્રમાણમાં (દૂધ વગેરેની) આવશ્યકતા છે અને દૂધ વગેરેનું પ્રમાણ અસ્વસ્થ વ્યક્તિ પાસેથી જાણી લીધા પછી તે કહે કે આટલા પ્રમાણમાં અસ્વસ્થ વ્યક્તિને દૂધની આવશ્યકતા છે. બીમાર, જેટલા પ્રમાણમાં કહે તેટલા જ પ્રમાણમાં લાવવું જોઈએ. * [29] વર્ષાવાસમાં રહેલા સ્થવિરોનાં તથા પ્રકારનાં કુળ વગેરે કરેલાં હોય છે કે જે કુળ પ્રીતિપાત્ર હોય છે, સ્થિરતાવાળાં હોય છે, વિશ્વાસવાળાં હોય છે, સમ્મત હોય છે, બહુમત હોય છે અને અનુમતિવાળાં હોય છે. તે કુળોમાં જઈને આવશ્યક વસ્તુ ન જોતાં તે સ્થવિરોએ એ રીતે કહેવાનું કાતું નથી : “હે આયુષ્યમના આ વસ્તુ કે તે વસ્તુ તમારે ત્યાં છે !" લેવા જવાવાળા પ્રાર્થના કરે અને પ્રાર્થના કરતાં દૂધ વગેરે પ્રાપ્ત કરે. જ્યારે દૂધ વગેરે પ્રમાણયુક્ત પ્રાપ્ત થઈ જાય ત્યારે તેને પર્યાપ્ત છે, તે રીતે કહેવું જોઈએ. તે પછી દૂધ દેવાવાળા શ્રમણને કહે કે “હે ભગવન્! બસ, પર્યાપ્ત છે એમ આપ કઈ રીતે કહી રહેલ છો !' ઉત્તરમાં લેવાવાળા ભિક્ષક કહે કે બીમારને માટે એટલાની જ આવશ્યકતા છે 4i812]. પ્રશ્ન :- હે ભગવન્! તેમને એ રીતે કહેવાનું કલ્પતું નથી એ કયા ઉદ્દેશથી કહેવામાં આવેલ છે ! ઉત્તર :- હે આયુષ્યમન્ ! એમ કહેવાથી શ્રદ્ધાવાન ગૃહસ્થ તે વસ્તુ ન હોવાથી નવીન ગ્રહણ કરે, મૂલ્યથી ખરીદીને લાવે અથવા ચોરી કરીને પણ લાવે.