________________ વ્યાખ્યાન-૯ 139 180 કલ્પ [બાસાં સૂત્ર ગૌચરીના સમયે આહારને માટે કે પાણીને માટે ગૃહસ્થના કુળ તરફ બે વાર નીકળવું અને પ્રવેશ કરવું કયે છે. * [280] વર્ષાવાસમાં રહેલા નિત્યભોજી ભિક્ષને ગોચરીના સમયમાં આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થનાં કુળ તરફ એક વખત નીકળવાનું કલ્યું છે અને એક વખત પ્રવેશ કરવાનું ક્ષે છે. સિવાય કે તેમના આચાર્યની સેવાનું કારણ હોય, ઉપાધ્યાયની સેવાનું કારણ હોય. તપસ્વી કે રોગી સાધુની સેવાનું કારણ હોય, જેમની દાઢી, મૂછ અથવા બગલામાં કેશ ન આવેલા હોય એવા લઘુ (બાળ) શ્રમણ અને શ્રમણીઓની સેવાનું કારણ હોય અર્થાત્ જો તેમાંથી કોઈ કારણ વિધમાન હોય ત્યારે એકથી અધિકવાર પણ ભિક્ષાને માટે જવાનું કહ્યું છે. * [283] વર્ષાવાસ સ્થિત અઠ્ઠમ કરવાવાળા ભિક્ષુને ગૌચરીના સમયે આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થોના કુળ તરફ ત્રણ વાર નીકળવાનું અને પ્રવેશ કરવાનું કહ્યું છે. * [284] વર્ષાવાસ રહેલા વિકૃષ્ટ ભક્ત (અઠ્ઠમ ભાથી અધિક તપ) કરવાવાળા ભિક્ષુકને આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થના કુળ તરફ જે સમયે ઈચ્છા હોય તે સમયે નીકળવાનું અને પ્રવેશ કરવાનું કહ્યું છે, અર્થાત્ વિકૃષ્ટ ભક્ત કરવાવાળા ભિક્ષુકને ગૌચરી માટે બધા વખતે પ્રવેશ કરવાની આજ્ઞા છે. * [281] વર્ષાવાસમાં રહેલા ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) કરવાવાળા ભિક્ષને માટે એ વિશેષતા છે કે તે ઉપવાસ પછી સવારની ગોચરીને માટે નીકળીને પ્રથમ વિકટક (સ્પષ્ટ-શુદ્ધ) અર્થાત્ નિર્દોષ ભોજન કરીને અને નિર્દોષ પાણી પીધા પછી પાત્ર સાફ કરીને ધોઈને જો તેટલાં જ આહારપાણીથી નિર્વાહ થઈ શકતો હોય તો તેટલાં જ ભોજનપાણી લઈને ચલાવે. જો તેટલાથી નિર્વાહ ન થઈ શકતો હોય ત્યારે તેને ગૃહપતિના કુળ તરફ બીજી વખત પણ નીકળવાનું અને પ્રવેશ કરવાનું કહ્યું છે. *[285] વર્ષાવાસમાં રહેલા નિત્યભાજી ભિક્ષુકને બધી જાતનું અચિત્ત પાણી લેવાનું કહ્યું છે. * [286] વર્ષાવાસમાં રહેલા ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) કરવાવાળા ભિક્ષુકને ત્રણ જાતનાં પાણી લેવાનું * [28] વર્ષાવાસમાં રહેલા છઠ્ઠ કરવાવાળા ભિક્ષને