________________
કલા [બારસાં સૂત્ર
વ્યાખ્યાન-૬
૧૧૯ • [૧૫૩] જેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં છે એવા સિદ્ધ, બુદ્ધ ચાવત શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ થયાંને આજે નવસો વરસ વ્યતીત થઈ ગયાં છે તે ઉપરાંત આ હજારમા વરસનો એંસીમાં વરસનો સમય ચાલી રહેલ છે અર્થાત ભગવાન મહાવીરને નિર્વાણ પ્રાપ્ત થયાને આજે નવસો એંસી (૯૮૦) વરસ પસાર થઈ ગયાં છે. બીજી વાંચનામાં કેટલાંક એમ પણ કહે છે કે નવસો વરસ ઉપરાંત હજારમાં વરસના ત્રાણુ (૯૯૩) વરસનો કાળ ચાલી રહેલ છે. એવો પાઠ દૃષ્ટિગોચર થાય છે. | ત્યારે આ વાચના પ્રતકારૂઢ થઈ]
- X
- X
-
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरितं
- X
- X
-