________________
વ્યાખ્યાન-૧
૫
તેના ફળના અનુસંધાનમાં વિચાર કરવા લાગ્યા. વિચારીને પોતાના સ્વાભાવિક વિચક્ષણ મનનયુક્ત બુદ્ધિવિજ્ઞાનથી તે
સ્વપ્નોના અર્થ અવધારણ કરે છે. અર્થ નિશ્ચય કરીને દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહે છે.
[૮] હે દેવાનુપ્રિયા ! ખરેખર જ ઉદાર (વિશિષ્ટ) એવાં સ્વપ્નાં જોયાં છે. કલ્યાણકારી, શિવરૂપ, ધન્ય અને મંગળરૂપ સ્વપ્ન જોયેલ છે, તમે આરોગ્યવર્ધક, દીર્ધાયુ આપનાર, કલ્યાણ કરનાર, મંગળ કરનાર એવાં સ્વપ્નાં જોયાં છે. હે દેવાનુપ્રિયા ! આ સ્વપ્નોનું વિશેષ ફળ એ છે કે તમને અર્થલાભ ભોગલાભ, પુત્રલાભ અને સુખલાભ થશે, હે દેવાનુપ્રિયા ! અવશ્યમેવ તમે નવમાસ સાડાસાત રાત્રિ દિવસ પસાર થતાં
જ પુત્રરત્નને જન્મ આપશો, તે પુત્ર હાથપગથી ઘણો જ સુકોમળ, પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હશે. શુભ લક્ષણો, શુભ ચિહ્નો અને શ્રેષ્ઠ ગુણવાળો થશે, માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત, સર્વાંગ સુંદર ચંદ્રની જેમ સૌમ્ય, કાન્ત, પ્રિય દેવકુમાર સર્દેશ થશે.
[૯] તે બાળક બાળભાવથી ઉન્મુક્ત થતાં, તે સઘળાં વિજ્ઞાનની પરિણતિ વાળો થતાં યૌવનવયને પ્રાપ્ત કરશે ત્યારે તે સાંગોપાંગ તથા રહસ્યયુક્ત ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ
કલ્પ [બારસા] સૂત્ર
તથા અથર્વવેદનું તેમ જ પાંચમો (વેદ) ઈતિહાસ તથા છઠ્ઠા નિઘંટુ (શબ્દકોષ)નો જ્ઞાતા થશે. ચારે વેદોના વિસ્તૃત વિષયને સ્મરણ કરનાર, ચારેય વેદોના રહસ્યોનો પારગામી તથા ચારે વેદોનો ધારક થશે. છ અંગનો જ્ઞાતા, પષ્ટિતંત્રમાં વિશારદ, સાંખ્ય, ગણિત, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિશાસ્ત્ર,
જ્યોતિષચક્ર અને અનેક બ્રાહ્મણ સંબંધી અને પરિવ્રાજક શાસ્ત્રોમાં નિષ્ણાત બનશે.
૨૬
[૧૦] આ કારણથી હે દેવાનુપ્રિયા ! તમે ઉદાર સ્વપ્ન જોયાં છે યાવત્ આરોગ્યવર્ધક, સંતોષ પ્રદાતા, મંગળ અને કલ્યાણકારક સ્વપ્નો તમે જોયેલા છે.
[૧૧] ત્યારપછી તે દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત બ્રાહ્મણ પાસેથી સ્વપ્નાના ફળ સાંભળીને અને સમજીને ખૂબ હર્ષિત થઈ, હષ્ટતુષ્ટ બનીને બે હાથ ભેગા કરી દશ આંગળીને જોડીને, મસ્તકે આવર્ત કરીને તથા મસ્તકે અંજલિ કરીને ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહે છે :
[૧૨] હે દેવાનુપ્રિય ! આપે જે સ્વપ્નોનો અર્થ પ્રતિપાદન કરેલ છે તે સર્વથા સત્ય છે અવિતથ્ય (સાચો) છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત (ઈચ્છવા યોગ્ય) છે, પ્રતીતિ છે. ઈચ્છિત અને