________________
વ્યાખ્યાન-૧
૨૩
[૩] શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાન (મતિ શ્રુત અને અવધિ)થી યુક્ત હતા. ‘હું દેવભવમાંથી ચ્યવીશ' એમ તેઓ જાણતા હતા. ‘વર્તમાનમાં ચવું છું' તેમ જાણતા ન હતા. પરંતુ દેવભવથી ચ્યવી ગયો છું,' એમ જાણતા હતા.
[૪] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રિયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે અવતર્યા, તે રાત્રે દેવાનંદા બ્રાહ્મણી તેની શય્યામાં અર્ધનિદ્રાવસ્થામાં હતી. તે સમયે તેણે ઉદાર, કલ્યાણકારી, શિવ, ધન્ય અને મંગળરૂપ તથા શોભાયુક્ત ચૌદ સ્વપ્નાં જોયાં અને જોઈને જાગી.
[૫] તે ચૌદ મહાસ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે. (૧) હાથી (૨) વૃષભ (૩) સિંહ (૪) અભિષેક કરાતી લક્ષ્મીદેવી (૫) કુલની માળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધજા (૯) કુંભ (૧૦) પદ્મ સરોવર (૧૧) સાગર (૧૨) દેવ વિમાન અથવા ભવન (૧૩) રત્નરાશિ (૧૪) ધુમાડા વગરનો અગ્નિ.
[૬] તે સમયે દેવાનંદા બ્રાહ્મણી આવા પ્રકારનાં ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગળ અને શ્રીયુક્ત ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થઈ, હર્ષિત અને સંતુષ્ટ થઈ અને તેણીનું મન આનંદિત અને પ્રીતિવાળું થયું. પરમ સુંદર મનવાળી થઈ.
કલ્પ [બારસા] સૂત્ર
તેનું હૃદય હર્ષથી પ્રફુલ્લિત થઈ ગયું. જેમ કદંબનું ફુલ મેઘની ધારાઓથી ખીલી ઉઠે છે, તેના કાંટા ઊભા થઈ જાય છે તે જ રીતે દેવાનંદાના રોમેરોમ ઊભાં થઈ ગયાં. સ્વપ્નાનું સ્મરણ કરે છે, સ્વપ્નાઓનું સ્મરણ કરીને તે પોતાની શય્યામાંથી ઊઠી અને ત્વરા વિનાની, ચપલતા વિનાની, ભય વિનાની, રાજહંસ જેવી ગતિએ ચાલતી, જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે.
૨૪
ત્યાં આવીને ઋષભદત્ત બ્રાહ્મણનો ‘જય થાઓ વિજય થાઓ' એવા શબ્દો વડે વધાવે છે પછી ભદ્રાસને બેસીને જરા શાંત અને સ્વસ્થ થઈને બંને હાથ જોડી મસ્તકે અંજલિ જોડી આ પ્રમાણે બોલી, “હે દેવાનુપ્રિય ! હું આજે અર્ધનિદ્રિત અવસ્થામાં શય્યામાં સૂતી હતી ત્યારે આવા પ્રકારના ઉદાર અને શોભાયુક્ત ચૌદ મહાસ્વપ્નો જોઈને હું જાગી ગઈ. તે સ્વપ્નાં આ પ્રમાણે છે - હાથીથી લઈ નિર્ધમ અગ્નિ સુધી, હે દેવાનુપ્રિય ! તેવા ઉદાર યાવત્ ચૌદ મહાસ્વપ્નોનું વિશેષ કલ્યાણકારી શું ફળ મને મળશે તે કહો.''
[] ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની પાસેથી આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હર્ષિત તથા સંતુષ્ટ થયા અને અત્યંત આહ્લાદ ભાવને પામ્યાં. જેવી રીતે મેધધારાથી સીંચાએલ કદંબપુષ્પ ખીલી ઉઠે છે તેવી જ રીતે તેને રોમાંચ ઉત્પન્ન થયો, તે સ્વપ્નોનું અવધારણ કરી