________________
૪ ૭
અધ્ય. ૫ ભૂમિકા
અધ્યયન - ૨૫ - “યજ્ઞીય”
.
૦ અધ્યયન - ૨૪ - કહ્યું, હવે પચીસમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં પ્રવચનમાતા કહ્યું. તે બ્રહ્મ ગુણ સ્થિતિને જ તત્ત્વથી હોય, તેથી જયઘોષ ચરિત્રના વર્ણન દ્વારથી બ્રહ્મગુણ કહે છે. તે સંબંધથી આ અધ્યયન આવેલ છે. તેના અનુયોગ દ્વાર આદિ પ્રાગ્વતું. નામ નિષ્પન્ન નિક્ષેપમાં “યજ્ઞીય છે. તેથી યજ્ઞનો નિક્ષેપ
નિયુક્તિ - ૪૬૪ થી ૪૬૬ - વિવેચન
યજ્ઞ’ શબ્દનો નામાદિ ચાર ભેદે નિક્ષેપો છે. દ્રવ્ય નિક્ષેપો આગમથી અને નોઆગમથી બે ભેદે હોય છે. તેમાં નોઆગમથી “યજ્ઞ' ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. માહન • બ્રાહાણ, તથાવિધ નૃપતિ આદિ, તેમના વડે પ્રાણી હિંસાને આશ્રીને આ કરાય છે તેથી તે ભાવયજ્ઞ ફળના અપ્રસાધકત્વથી દ્રવ્ય યજ્ઞ કહેવાય છે. ભાવ યજ્ઞ - તપ અને સંયમમાં, તેનું અનુષ્ઠાન • આદર કરણ રૂપને ભાવમાં યજ્ઞ જાણવો. તે યજ્ઞ ફળ પ્રસાઘiાથી આ જ યજ્ઞ છે, બીજો નહીં.
જયઘોષ મુનિ વિજયઘોષની યજ્ઞક્રિયામાં આવ્યા. પછી યજ્ઞની જ પ્રાધાન્ય વિવેક્ષાથી આ અધ્યયન ઉદ્ભવ્યુ માટે યજ્ઞીય કહ્યું. એ રીતે નિક્ષેપ કહ્યો.
હવે અનુગમ કહેવા નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૬૭ થી ૪૪ - વિવેચન
(નિયુક્તિની આઠ ગાથાનો અક્ષરાર્થ વૃત્તિકારશ્રીએ કહેલો છે. ભાવાર્થ પણ આપેલો છે. અમે અહીંતે કથાનક અર્થ જ નોંધીએ છીએ -)
વાણારસી નગરીમાં કાશ્યપગોળીય બે બ્રાહ્મણો હતા. તેઓ ધન, સુવર્ણ અને વિપુલ ખજાના યુક્ત હતા. ષટ્ કર્મમાં રક્ત અને ચાર વેદના જ્ઞાતા હતા. તે બંને બ્રાહ્મણ ભાઈઓ યુગલિક હતા. તેમના નામો અનુક્રમે જયઘોષ વિજયઘોષ હતા. બંને પરસ્પર અનુરક્ત હતા. પ્રીતિવાળા હતા. તેઓ શ્રુતિ આદિ આગમમાં કુશળ હતા. કોઈ દિવસે જયઘોષ ગંગામાં સ્નાનાર્થે ગયા. ત્યાં સર્પ વડે દેડકાને ગળી જવાનો જોયો. સર્પ પણ માર્જર વડે આકમિત થયો, તો પણ દેડકાને ચિં ચિં કરતા ખાતો હતો. માર પણ સર્પને ખાય છે. અન્યોન્ય ઘાત જોઈને તે પ્રતિબોધ પામ્યો. ગંગાથી ઉતરીને સાધુ પાસે આવ્યો.
- જયઘોષે અસાર એવા વાળ અને પરિકલેશને સમ્યક પ્રકારે વોસિરાવ્યા. સર્વ ગ્રંથથી મુક્ત એવો નિર્ગસ્થ શ્રમણ પ્રવજ્યાથી થયો. પછી જયઘોષ મુનિ પાંચ મહાવ્રત યુક્ત, પંચેન્દ્રિયથી સંવૃત્ત અને ગુણ સમૃદ્ધ થયા. મિથ્યાત્વાદિ પાપ પ્રકૃતિનો ઉપશમાવી તે શમિત પાપ એવા શ્રમણ થયા. -૦ - હવે સૂત્રનું ઉચ્ચારણ કરે છે -
• સૂત્ર • ૯૬૩ થી ૯૬૫ -
(૯૬૩) બ્રાહમણકુળમાં ઉત્પન્ન, મહાયશસ્વી, જયઘોષ નામે બ્રાહ્મણ હતો. જે હિંસક યમરૂપ યજ્ઞમાં અનુરક્ત વાયાજી હતો. (૯૬૪) તે ઇંદ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org