________________
૪ ૫
૨૪/૯૫૦ થી ૯૫૩
ચંડિલના દશ વિશેષણમાં આધ પદની ભંગ રચના કહે છે - આnત - લોકોનું આવાગમન હોય તે, તે ન હોય તેને અનાપાત કહે છે. દૂરથી પણ કોઈ જોતું ન હોય તે અસંલોક. અનાપાત અને અસંતોક તે પહેલો ભંગ. એ પ્રમાણે સૂત્રાર્થમાં કહ્યા મુજબ ચારે ભંગો સમજી લેવા. તેમાં સ્પંડિલ વિસર્જન ક્યાં કરવું? અનાપાત અસંલોક ભૂમિમાં.
પરોપઘાત - સ્વપક્ષાદિનો ઉપઘાત - સંયમ - આભ - પ્રવચન બાધારૂપ જેમાં વિધમાન છે તે ઉપઘાતિક. તેનું ન હોવું તે અનુપઘાતિક. નિમ્ન કે ઉન્નત અને પોલાણવાળી ભૂમિને વર્ષે. જલ્દીથી નિર્જીવ થયેલ કેમકે વધુ કાળ જતાં પૃથ્વીકાયાદિ સંમૂર્ણિમ ઉત્પન્ન થાય પણ ખરા. વિસ્તીર્ણ - જધન્યથી હાથ પ્રમાણ, નીચે ચાર આંગળ અચિત્ત થયેલી. ગામથી થી દૂરવર્તીની, બિલ વર્જિત, ત્રસપ્રાણતિજ રહિત ભૂમિમાં ઉચ્ચારાદિ પરઠવે -૦- હવે તેનો ઉપસંહાર કરે છે -
• સૂત્ર - ૯૫૪ + વિવેચન -
આ પાંચ સમિતિઓ સંક્ષેપથી કહી, સમિતિ કહીને હવે અનુક્રમે ત્રણે ગુનિ કહીશ. તેમાં પહેલા મનોગુતિ કહે છે -
• સૂત્ર - ૫૫, ૯૫૬ -
મનોતિ ચાર ભેદે છે - સત્યા, મૃષા, સત્યામૃષા અને ચોથી અસત્યામૃષા... યતના સંપન્ન યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે.
• વિવેચન - ૯૫૫, ૫૬ -
સત - પદાર્થ, હિત - યથાવત્ વિકલ્પનથી તે સત્ય મનોયોગ. તે વિષયક મનોસુમિ ઉપચારથી સત્યા કહી. તે પ્રમાણે મૃષા - તેનાથી વિપરીત મનોયોગ વિષય છે. સત્યામૃષા- ઉભયરૂપ છે. અસત્યામૃષા તે ઉભય સ્વભાવ રહિત મનોદલિક વ્યાપાર રૂપ છે. બધે આમ યોજવું.
સરંભ-મનો સંકલ્પ, જેમકે આ મરી જાય તેમ હું વિચારીશ. સમારંભ- બીજાને પીડા કર ઉચ્ચાટનાદિ બંધન ધ્યાન. આરંભ - અત્યંત કલેશથી બીજાના પ્રાણનો અપહાર ક્ષમ અશુભ ધ્યાન. મનથી આ ત્રણે ન કરવા. ચિતને તેમાંથી નિવારવું. વિશેષ એ કે - શુભ સંકલ્પમાં મનને પ્રવર્તાવવું. તે પ્રવીચાર આપતીચાર રૂપ ગુતિ છે હવે વાગુતિ -
• સૂત્ર - ૯૫૭, ૯૫૮ -
વચન ગુતિ ચાર ભેદે - સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા, યતનાવાન મુનિ સંરંભ, સમારંભ, આરંભમાં પ્રવર્તમાન વયનને તજે.
• વિવેચન - ૫૭, ૫૮ -
વ્યાખ્યા પૂર્વવત્ વિશેષ એ કે - મનોગતિના સ્થાને વચનગુમિ કહેવું. સત્ય - જીવને જીવ કહેવો. અસત્ય - જીવને અજીવ કહેવો. સત્યામૃષા - મિશ્ર ભાષા બોલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org