________________
૪ ૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ કરે. આધાકર્માદિ દોષના પરિહારથી ઉદ્ગમ અને ધાત્રિ આદિ દોષના પરિત્યાગથી ઉત્પાદન શુદ્ધિ કરે. પછી બીજી ગ્રહવેષણામાં અંકિતાદિ દોષના ત્યાગથી શુદ્ધિ કરે. એષણા - ગ્રહણ કાળ ભાવિ ગ્રાહ્યગત દોષને શોધવા રૂપ અને પરિભોગ એષણા તે પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્ર રૂપ ચાર ભેદે છે. તે વિષયક ઉપભોગને આશ્રીને તેની વિશુદ્ધિ કરે. અર્થાત્ ઉગમાદિ દોષના ત્યાગથી ચારેનો શુદ્ધનો જ પરિભોગ કરે.
અથવા ઉદ્ગમ આદિ દોષના ઉપલક્ષણથી ઉગમ, ઉત્પાદન અને એષણા દોષોની વિશુદ્ધિ કરે.
- ચતુષ્ક - સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ કારણ રૂપ દોષો. અંગાર અને ધૂમ બંને મોહનીયના અંતર્ગતપણાથી એક રૂપે વિપક્ષિત પણે વિશોધિ કરે. બંનેને શોધીને નિવારે. • x x
• સૂત્ર - ૯૪૮, ૯૪૯ - | મુનિ ઓધ ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ બંને પ્રકારના ઉપકરણોને લેવા અને મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે. યતના પૂર્વક પ્રવૃત્તિ કરનાર યાતિ બંને પ્રકારના ઉપકરણોની ચક્ષ પ્રતિલેખના અને પ્રાર્થના કરીને લે અને મૂકે.
• વિવેચન ૯૪૮ - ૯૪૯ -
ઓઘ ઉપધિ અને ઓપગ્રહિક ઉપધિ, જોહરણ દંડ આદિ ઉપકરણને મુનિ લેતા કે ક્યાંક મૂકતાં આ વિધિ કરે - દષ્ટિ વડે તેની પ્રતિલેખના અર્થાત્ અવલોકન કરે અને જોહરણાદિથી પ્રમાર્જના કરી વિશોધિ કરે. એ પ્રમાણે યતિ યતના કરે. દ્વિધા - એટલે લેવામાં અને મૂકવામાં અથવા દ્રવ્યથી અને ભાવથી આદાનનિક્ષેપણા સમિતિમાન થઈને સર્વકાળ વર્તે. હવે પરિઠાપના સમિતિ કહે છે -
• સૂત્ર - ૯૫૦ થી ૯૫૩ -
(૯૫૦) ઉચ્ચાર, પ્રસવણ, ગ્લેખ, સિંધાનક, જલ્લ, આહાર, ઉપાધિ, શરીર તથા તેવા પ્રકારની બીજી કોઈ વસ્તુ (વિવેકપૂર્વક પરઠવો કઈ રીતે?) (૫૧) અનાપાત સંલોક, અનાપાત સંલોક, આપાત અસંલોક અને આપાત સંલોક (એવી ચાર પ્રકારે સ્થડિલ ભૂમિ કહી.) (૯) જે ભૂમિ અનાપાત - સંલોક હોય, પરોપઘાત રહિત હોય, સમ હોય, અશષિર હોય તથા થોડા સમય પૂર્વે નિજીવ થઈ હોય. (૯૫૩) વિસ્તૃત, ગામથી દૂર, ઘણે નીચે સુધી અચિત, ત્રસ પ્રાણી અને બીજ રહિત. એવી ભૂમિમાં ઉચ્ચારાદિનો ત્યાગ કરવો જોઈએ.
• વિવેચન - ૯૫૦ થી ૯૫૩ -
મળ, મૂત્ર, મુખમાંથી નીકળતા બળખા, નાકનો મેલ, શરીરનો મેલ, અનશન આદિ, ઉપાધિ, શરીર કે કારણે ગ્રહણ કરેલ છાણ વગેરે, તથાવિધ પરિષ્ઠાપના યોગ્ય તે સ્પંડિત ભૂમિમાં ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org