________________
૨૪/૯૩૯ થી ૯૪૩.
૪૩ પંથ, તે પણ ઉન્માર્ગથી વર્જિત હોવો. ઉત્પથનમાં આત્મ અને સંયમ વિરાધનાનો દોષ લાગે. યતના દ્રવ્યાદિ ચારથી કહી. તે ચતુર્વિધ યતના સભ્ય સ્વરૂપ અભિધાન દ્વારથી કહીએ છીએ, તે સાંભળો.
દ્રવ્યથી જીવાદિ દ્રવ્યને આશ્રીને યતના - દષ્ટિ વડે જીવાદિ દ્રવ્ય અવલોકીને સંયમ અને આત્મ વિરાધનાનો પરિહાર કરીને ચાલવું. યુગ માત્ર - ચાર હાથ પ્રમાણ ક્ષેત્રને જોવું, તે ક્ષેત્રથી યતના. કાળથી યતના - જેટલો કાળ ભ્રમણ કરે તેટલો કાળ પ્રમાણ જાણવું. ભાવથી ઉપયોગપૂર્વક ચાલવું. ઉપયુક્તત્વને સ્પષ્ટ કરતા કહે છે - શબ્દાદિ ઇંદ્રિય અર્થોને વજીને, તેનો અધ્યવસાય પરી હારીને. સ્વાધ્યાય ન કરતો ચાલે. અર્થાત્ માત્ર ઇન્દ્રિયોના અર્થો જ નહીં. સ્વાધ્યાય પણ વર્જતો ચાલે. કેમકે વાયનાદિ સ્વાધ્યાય ગતિ ઉપયોગનો ઘાત કરે છે.
તેથી તે જ ઇર્યા - ગમનમાં જ તન્મય બનીને ચાલે. ચાલવામાં જ મુખ્યતાએ ઉપયોગ રાખવો તે તપુરસ્કાર. આના વડે કાયા અને મનની તત્પરતા કહી. વચનથી સમસ્ત વ્યાપાર ન જ કરે. એ પ્રમાણેના ઉપયોગ પૂર્વક યતિ ચાલે.
હવે ભાષા સમિતિ કહે છે - • સૂત્ર - ૯૪૪, ૯૪૫ •
ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા પ્રત્યે સતત ઉપયોગ યુકત રહે... પ્રજ્ઞાવાનું સંયત આ આઠ સ્થાનોને છોડીને યથા સમય નિરવધ અને પરિમિત ભાષા બોલે.
• વિવેચન - ૯૪૪, ૯૪૫ -
ક્રોધાદિમાં ઉપયોગરત તે એક યાતના, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથામાં ઉપયુક્તતા. તેમાં ક્રોધમાં કોઈ અતિકુપિત પિતા બોલે કે- તું મારો પુત્ર નથી. માનમાં કોઈ અભિમાનાથી કહે કે મારા જેવી જાતિ કોઈની નથી. માયામાં - બીજાને છેતરવા બોલે કે “આ મારો પુત્ર નથી અને હું તેનો પિતા નથી.” લોભમાં કોઈ વણિક બીજાના ભાંડ આદિને પોતાના કહે. હાસ્યમાં - કોઈ કુલીનને મજાકમાં પણ અકુલીન કહે. ભયમાં જુઠ બોલે. મોખર્યમાં - પરપરિવાદ કરે. વિકથા કરતા - શ્રી આદિ વિશે કથા કરે. આ આઠ સ્થાનોનું વર્જન કરીને સંયત નિર્દોષ, અભ્ય, ઉપયોગ પૂર્વક અને કાળે જ બોલે.
• સૂત્ર - ૯૪૬, ૯૪૭ -
ગવેષણા, હવૈષણા અને પરિભોગૈષણાથી આહાર, ઉપધિ અને શય્યાનું પરિશોધન કરે.. વતનાપૂર્વક પ્રવૃત્ત અતિ પહેલા એષણામાં ઉદ્ગમ અને ઉત્પાદન દોષોનું શોધન જે. બીજી એષણામાં ગ્રહણના દોષો વિચારે. પરિભોગેષણામાં દોષચતુર્કનું શોધન કરે.
• વિવેચન - ૯૪૬, ૯૪૭ -
ગવેષણામાં, ગ્રહવૈષણામાં, પરિભોગ - આસેવન વિષયક એષણામાં આહાર, ઉપાધિ અને શય્યાનું વિશોધન કરે. કઈ રીતે કરે? ઉદ્ગમ અને ઉત્પાદનમાં વિશોધિ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org