________________
૪ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૯૩૬ થી ૯૩૮ -
સમિતિ - સમ્યફ, સર્વવિદ્ પ્રવચનાનુસારિતાથી. આત્માની ચેષ્ટા તે સમિતિ. ગોપવવું તે ગુણિ - સભ્ય યોગ નિગ્રહ. આ આઠ સંખ્યત્વ વડે પ્રવચનમાતા થાય છે. તેને તીર્થકરોએ કહેલ છે. તેને નામથી કહે છે -
(૧) ઇર્યા - ચાલવું તે, ગતિ પરિણામ. (૨) ભાષા - બોલવું તે. (3) એષણા - ગવેષણાદિ કરવા. (૪) આદાન - પાત્રાદિનું ગ્રહણ કે મૂકવા. (૫) ઉચ્ચાર આદિની પરિષ્ઠાપના. આ બધાંની સાથે સમિતિ શબ્દ જોડવો. તથા મનની ગુતિ તે મનોગતિ, ઇત્યાદિ. પ્રવચન વિધિથી માર્ગમાં વ્યવસ્થાપન અને ઉન્માર્ગગમન નિવારણ તે ગતિ. તે કથંચિત સત ચેષ્ટા રૂપ હોવાથી સમિતિ શબ્દ વાપ્યત્વથી “આઠ સમિતિ” એમ સૂત્રમાં કહેલ છે. સમિતિ પ્રવિચાર રૂપ છે, ગુમિ પ્રવિચાર-અપવિચાર રૂપ છે. અન્યોન્ય કથંચિત ભેદ હોવાથી ભેદ વડે કહેલ છે. - x-.
જિનાખ્યાત “માત' અંતભૂતપણાથી તેઆગમમાં છે. ઇર્યાસમિતિમાં પ્રાણાતિપાત વિરમણવ્રત સંભવે છે. બાકીના વ્રતોનો તેમાં જ આવિભવ થાય છે. - X- અર્થથી આખું પ્રવચન અહીં “માસ' કહેવાય છે. ભાષા સમિતિ પણ સાવધવચન પરિહારથી અને નિરવધ વચન બોલવા રૂપપણાથી વચનપર્યાય સર્વે પણ આક્ષિપ્ત જ છે. તેની બહાર દ્વાદશાંગી ન હોય. એ પ્રમાણે એષણાસમિતિ આદિમાં પણ સ્વ બુદ્ધિથી વિચારવું. અથવા આ બધી ચારિત્ર રૂ૫ છે. - x x- તેમાં ઇસમિતિનું સ્વરૂપ કહે છે -
• સૂત્ર - ૯૩૯ થી ૯૪૩ -
(૯૩૯) સંયત આલંબન, કાળ, માર્ગ અને યતના આ ચાર કારણોથી પરિશુદ્ધ કય સમિતિથી વિચરણ કરે. (૯૪૦) જય સમિતિનું આલંબન - જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કાળ દિવસ છે અને માર્ગ ઉત્પથનું વજન છે.
(૯૪૧) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતના ચાર પ્રકારની છે, તેને હું કહું છું, સાંભળો. (૯૪૨) દ્રવ્યથી આંખો વડે જુઓ. ક્ષેત્રથી યુગમાત્ર ભૂમિને જુએ. કાળથી ચાલતો હોય ત્યાં સુધી જુએ. ભાવથી ઉપયોગપૂર્વક ગમન કરે. (૯૪૩) ઇંદ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનું કાર્ય છોડીને માત્ર ગમન ક્રિયામાં તન્મય થાય. તેની જ મુખ્યતા આપીને ઉપયોગપૂર્વક ચાલે.
• વિવેચન - ૯૩૯ થી ૯૪૩ -
આલંબન, કાળ, માર્ગ, યતના એ ચાર કારણે નિર્દોષ, ચાર કારણથી પરિશુદ્ધને યતિ અનુષ્ઠાન વિષયપણાથી ગતિને પ્રાપ્ત કરે. અથવા ચાર કારણથી પરિશુદ્ધ થઈને ચાલે. આલંબનાદિથી વ્યાખ્યા કરે છે - જે આલંબન લઈને ગમનની અનુજ્ઞા હોય. કેમકે નિરાલંબનને ગમનની અનુજ્ઞા નથી. તે અનુલંબન - સૂત્રાર્થરૂપ જ્ઞાન, દર્શન પ્રયોજન, ચાસ્ત્રિ છે. કાળ - ચાલવામાં દિવસ તીર્થંકરાદિએ કહેલ છે. કેમકે રાત્રિમાં
અચક્ષુ વિષયપણાથી પુષ્ટતર આલંબન વિના અનુજ્ઞા આપી નથી. માર્ગ - સામાન્યથી Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org