________________
અધ્ય. ૨૩ ભૂમિકા
અધ્યયન ૨૩
______x
૦ રથનેમિય નામક બાવીશમું અધ્યયન કહ્યું. હવે તેવીશમું કહે છે. તેના સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં કચિત્ ઉત્પન્ન વિશ્વેતસિક છતાં પણ રથનેમિવત્ ચરણમાં ધૃતિ ધારણ કરવી. અહીં બીજાને પણ ચિત્ત વિષ્ણુતિ થાય તો કેશિ - ગૌતમવત્ તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો. તે અભિપ્રાયથી જેમ શિષ્યને સંશય ઉત્પત્તિમાં કેશિએ પૂછેલ, ગૌતમે તેને ઉપયોગી ધર્મ અને વેશ આદિ વર્ણવ્યા. તેમ આ પ્રમાણેના સંબંધથી પ્રાપ્ત આ અધ્યયનના પૂર્વવત્ ઉપક્રમાદિ કહીને યાવત્ નામનિક્ષેપામાં કેશીગૌતમીય એ નામ છે. યાવત્ કેશી-ગૌતમનો નિક્ષેપો કહેવો. તેમાં વર્તમાન તીર્થાધિપતિ પ્રથમ ગણધરના આ તીર્થની અપેક્ષાથી ગૌતમના જ્યેષ્ઠત્વ આદિમાં તેનું અભિધાન, પછી કેશિ શબ્દનો નિક્ષેપ કહે છે -
-
-
• નિયુક્તિ - ૪૫૫ વિવેચન
W
કેશી ગૌતમીય’
• નિયુક્તિ - ૪૫૨ થી ૪૫૪ - વિવેચન -
ગૌતમનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યગૌતમ નિક્ષેપ બે ભેદે છે. નોઆગમદ્રવ્ય ગૌતમ જ્ઞશરીર આદિ ત્રણ ભેદે છે. ભાવગૌતમ તે નામગોત્રને વેદતા થાય. એ પ્રમાણે કેશીનો નિક્ષેપ પણ જાણવો.
-
X
૨૭
Jain Education International
ગૌતમ અને કેશીનો સંવાદ · પરસ્પર ભાષણ અથવા વચઐક્ય, તેનાથી ઉત્પન્ન તે સંવાદ સમુદ્ઘિ, આના વડે ભાવાર્થ કહ્યો. તેનાથી આ “કેશિગૌતમ' થયું. એ રીતે કેશી ગૌતમીય અધ્યયન જાણવું. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ અવસરમાં સૂત્ર કહીએ છીએ -
૦ સૂત્ર - ૮૪૭ -
પાર્શ્વ નામક જિન, અર્હન, લોકપૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મ તીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા.
૦ વિવેચન - ૮૪૭ -
જિન - પરીષહ ઉપસર્ગના વિજેતા, પાર્શ્વ નામના, તે પણ દેવેન્દ્ર આદિ વિહિત વંદન - નમસ્કરણાદિને યોગ્ય અર્થાત્ તીર્થંકર, તેથી જ લોકપૂજિત, સંબુદ્ધ - તત્ત્વને જાણનાર આત્મા જેનો છે તે. સર્વજ્ઞ - સર્વ દ્રવ્ય - પર્યાયવિદ્, ધર્મ વડે જ ભવસમુદ્ર તરાય છે, માટે તીર્થ તે ધર્મતીર્થ, તેને કરનાર તે ધર્મતીર્થંકર, જિન - સર્વે કર્મો જિતેલ, ભવોપગ્રાહી કર્મોને પણ બળેલ દોરડાના સંસ્થાનપણાથી સ્થાપેલ. પછી શું?
• સૂત્ર - ૮૪૮ થી ૮૫૦
(૮૪૮) લોકપ્રદીપ ભગવંત પાર્શ્વના જ્ઞાન અને ચરણના પારંગ, મહાયશસ્વી કૈશીકુમાર શ્રમણ શિષ્ય હતા. (૮૪૯) તે અવધિ અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. શિસંતથી પરિવૃત્ત ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. (૮૫૦) નગરની નિકટ હિંદુક ઉધાનમાં, જ્યાં પ્રાસુક શય્યા અને સંસ્તારક સુલભ હતા, ત્યાં વાસ કર્યો - રહ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org